બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / problem of blood clots in the cold? start these foods in your diet from today, you will get relief

હેલ્થ ટિપ્સ / ઠંડીમાં લોહી ગંઠાઇ જવાની સમસ્યાથી છો પરેશાન? તો આજથી જ ડાયટમાં શરૂ કરો આ ફૂડ્સ, મળશે રાહત

Megha

Last Updated: 01:07 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીચા તાપમાન અને ઠંડીને કારણે નસો એટલે કે રક્તવાહિનીઓ સંકોચવા લાગે છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે. ક્યારેક લોહી જાડું થવાને કારણે ગંઠાઈ જવાની સમસ્યા પણ થાય છે.

  • શિયાળાની ઋતુમાં શરીરનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે
  • ઠંડીમાં ઘણી વખત શરીરમાં લોહી જાડું થવા લાગે છે
  • હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આ સ્થિતિ ખૂબ ખતરનાક સાબિત થઈ શકે

શિયાળાની ઋતુમાં શરીરનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. ખાસ કરીને એ લોકોએ જેમને હાઇ બ્લડ પ્રેશર અને હાર્ટની બીમારીઓ હોય છે. આવઆ લોકોએ તેમની લાઇસ્ટાઇલ અને રૂટિનનું ખૂબ ધ્યાન રાખવું જોઇએ, નહીં તો બીમાર પડવાનો ખતરો હોય છે. ઠંડીમાં ઘણી વખત શરીરમાં લોહી જાડું થવા લાગે છે અને તેના કરને લોહી ગંઠાઈ જવાનો ડર પણ રહે છે. 

શા માટે લોહી ગંઠાઈ જાય છે? 
નિષ્ણાતો અનુસાર નીચા તાપમાન અને ઠંડીને કારણે નસો એટલે કે રક્તવાહિનીઓ સંકોચવા લાગે છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે. ક્યારેક લોહી જાડું થવાને કારણે ગંઠાઈ જવાની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આ સ્થિતિ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

લોહી જાડું થવા લક્ષણો શું છે?
શરીરમાં લોહી જાડું થવાના લક્ષણો સામાન્ય રીતે ઓળખાઈ શકતા નથી પણ જ્યારે લોહી ગંઠાઈ જાય છે ત્યારે શરીરમાં તેના લક્ષણો દેખાય છે. 
- ઝાંખું દેખાવું 
- ચક્કર આવવા 
- ત્વચા પર વાદળી ફોલ્લીઓ 
- પીરિયડ્સ દરમિયાન વધુ પડતો રક્તસ્ત્રાવ 
- માથાનો દુખાવો 
- હાઈ બ્લડ પ્રેશર 
- ત્વચા પર ખંજવાળ
 - થાક લાગે છે 
- શ્વાસ લેવામાં તકલીફ 

લોહી ગંઠાઈ ન જાય એ માટે આ ફૂડ્સનું સેવન કરો 
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ શિયાળાની ઋતુમાં આ ખોરાકનું સેવન કરવું જોઇએ. આ ફૂડ્સ નસના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેને ખાવાથી આખા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. 

દાડમ 
દાડમ આરોગ્ય જાળવવામાં મદદ કરે છે. તેમાં નાઈટ્રેટ્સ, પોલીફેનોલ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે નસોને પહોળી કરવામાં અને તેમાં લોહીના પ્રવાહને સરળ બનાવવામાં મદદ કરે છે. 

લસણ 
લસણ કુદરતી રીતે લોહીને પાતળું કરે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ શિયાળામાં લોહીના ગંઠાવાનું ટાળવા માટે લસણ અવશ્ય ખાવું જોઈએ. સાથે જ ટે નસોના તણાવને ઘટાડે છે અને તેને આરામ આપે છે. જેના કારણે નસો સંકોચતી નથી અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટી જાય છે.

આદુ 
આદુનો વધુ પડતો ઉપયોગ ડાઈજેશનમાં મદદ કરવા માટે થાય છે. તેની સાથે જ આદુ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારવામાં પણ મદદ કરે છે. એટલા માટે શિયાળામાં ખાસ કરીને ડાઈટમાં આદુનો સમાવેશ કરવો જોઇએ. 

તજ 
તજ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે નસોને આરામ આપે છે અને તેમને પહોળી બનાવે છે. સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે તજ કોરોનરી ધમનીઓમાં લોહીનો પ્રવાહ વધારે છે. જેના કારણે હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. સાથે જ હાયપરટેન્શનને કારણે વધેલા બ્લડ પ્રેશર માટે તજ જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ