બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Private companies like reliance gas go gas and pure gas may start selling lpg cylinders

lpg cylinders / હવે પ્રાઇવેટ કંપનીઓ પણ વેચી શકશે ગેસ સિલિન્ડર, જાણો કઈ કઈ કંપનીઓ ઉતરશે બજારમાં?

Published By: Bhushita

Last Updated: 08:12 AM, 7 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલીક પ્રાઈવેટ કંપનીઓ જેવી કે રિલાયન્સ ગેસ અને સુપર ગેસ જે એલપીજી સિલિન્ડર વેચે છે પણ તેમનો બિઝનેસ નાનો છે. આ કંપનીઓ સબ્સિડીના નિયમમાં પોતાને ફિટ માનતી નથી.

  • હવે પ્રાઇવેટ કંપનીઓ પણ વેચી શકશે ગેસ સિલિન્ડર
  • આ કંપનીઓ સબ્સિડીના નિયમમાં પોતાને ફિટ માનતી નથી
  • જાણો કઈ કઈ કંપનીઓ ઉતરશે બજારમાં?

 
આવનારા સમયમાં પ્રાઈવેટ કંપનીઓથી પણ તમે એલપીજી સિલિન્ડર ખરીદી શકશો. તેની તૈયારીઓ શરૂ થઈ છે. આ કામ 3 સરકારી કંપનીઓ કરે છે. પ્રાઈવેટ કંપનીને આ અધિકાર મળી શકે છે. પ્રાઈવેટ કંપનીઓ એલપીડીના ક્ષેત્રમાં એટલા માટે રસ દેખાડી રહી છે કેમ કે પહેલાની તુલનામાં ગેસ સિલિન્ડર પર મળનારી સબ્સિડી ઘટી છે. સબ્સિડી ઘટવાથી પ્રાઈવેટ કંપનીઓના લાભના ચાન્સ વધી રહ્યા છે. 

અનેક કંપનીઓ લઈ રહી છે રસ 
આ લાઈનમાં અનેક કંપનીઓ છે જે પોતાનું કામ આગળ વધારવા ઈચ્છે છે. ઓછી સબ્સિડીએ અનેક કંપનીના દરવાજા ખોલ્યા છે જેમાં રિલાયન્સ ગેસ, ગોગૈસ અને પ્યોર ગેસ જેવી કંપનીના નામ સામેલ છે. આ કંપનીઓ એલપીજીના ક્ષેત્રમાં પહેલાથી એક્ટિવ છે પણ આવનારા સમયમાં ઝડપથી પોતાનો વ્યવસાય વધારવા ઈચ્છે છે. આ પ્રાઈવેટ કંપનીનું ધ્યાન કર્મશિયલ એલપીજી પર રહ્યું છે કેમકે કુકિંગ ગેસની સબ્સિડી તેમને મળતી નથી. સબ્સિડીનો લાભ ફક્ત સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને મળતો રહ્યો છે.  

સબ્સિડી ઓછી હોવાથી કંપનીઓને ફાયદો
દુનિયાના બજારમાં જ્યારથી એલપીજીના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે ત્યારથી ભારત સરકારે સબ્સિડી આપવાનું ઓછું કર્યું છે. મે 2020થી એલપીજી સબ્સિડીને ધીરે ધીરે ઘટાડવામાં આવી રહી છે. હજુ પણ નિયમ એ છે કે 3 સરકારી કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, બીપીસીએલ અને એચપીસીએલ જ સબ્સિડી રેટ પર સિલિન્ડર આપે છે. ગ્રાહકને એલપીજીના પૂરા રૂપિયા આપવાના રહે છે પણ પછી તેમના બેંક ખાતામાં સબ્સિડીના રૂપિયા જમા કરી દેવાય છે.  અત્યારે દેશમાં જેટલા પણ એલપીજીનું ઉત્પાદન થાય છે તે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને મળે છે. આ છતાં ભારતને 50 ટકાથી વધારે એલપીજી વિદેશથી આયાત કરવાની રહે છે.  


 
આ કંપનીઓ છે લાઈનમાં
કેટલીક પ્રાઈવેટ કંપનીઓ છે જેને રિલાયન્સ ગેસ અને સુપર ગેસ એલપીજી સિલિન્ડર વેચે છે. તેનો બિઝનેસ નાનો છે. આ કંપનીઓએ પોતાનો બિઝનેસ એટલા માટે નાનો રાખ્યો છે કેમકે સબ્સિડીના નિયમમાં તે પોતાને ફિટ માનતી નથી. હવે જ્યારે સબ્સિડી નહીં ના રૂપમાં મળી રહી છે તો આ કંપનીઓએ પોતાનો બિઝનેસ વધારવાની તૈયારી શરૂ કરી છે. એક નિયમના આધારે રિલાયન્સને વિદેશથી એલપીજી આયાત થાય છે અને ખૂબ જ ઓછા ભાવે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને આપવાની રહે છે. 

પ્રાઈવેટ કનેક્શન લેવાનું સરળ
રિલાયન્સ ગેસે સરકાર પાસે પરમિશન માંગી છે કે તેને પોતાના કુલ એલપીજી ઉત્પાદનને દેશના બજારોમાં વેચવાની મંજૂરી મળે. આવી જ એક અન્ય કંપની નયારા એનર્જી પણ ઘરેલૂ એલપીજી સિલિન્ડરના બજારમાં ઉતરવાની ઈચ્છા રાખે છે. આ રીતે દેશમાં સુપર ગેસ, જ્યોતિ ગેસ, ટોટલ ગેસ અને ઈસ્ટ ગેસ જેવી કંપનીઓ પ્રાઈવેટ સેવાઓ આપે છે. 
 

આ કંપનીઓનું કનેક્શન લેવાનું સરળ છે. પ્રાઈવેટ કંપનીના કનેક્શનની રેટ જોઈને કોઈ એક કંપનીને ફાઈનલ કરી શકાય છે. કંપનીના નંબર પર ફોન કરીને તેના એજન્ટ ઘરે આવે છે તો સેટિંગ કરીને જાય છે. આ માટે એક આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ આપવાનું રહે છે. જેટલી વાર ઈચ્છો તેટલી વાર સિલિન્ડરનું રિફિલ મેળવી શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

LPG cylinders Subsidy documents private companies ગેસ સિલિન્ડર પ્રાઈવેટ કંપની બિઝનેસ ન્યૂઝ રિલાયન્સ ગેસ સબ્સિડી lpg cylinders

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ