બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / prithvi shaw maiden t20 hundred syed mushtaq ali trophy 2022

ક્રિકેટ / પૃથ્વીના રન તો આકાશ અડી રહ્યા છે! પ્રચંડ ફૉર્મમાં 46 જ બોલમાં જુઓ કેટલા રન ફટકાર્યા

Arohi

Last Updated: 04:36 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમથી બહાર થયેલા યુવા ઓપનર પૃથ્વી શૉએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટમાં જોરદાર ઈનિંગ રમી છે. મુંબઈ ટીમના કેપ્ટન્સી કરતા પૃથ્વી શોએ તાબડતોડ અંદાજમાં ટી 20 ફોર્મેટમાં પોતાની પહેલી સદી ફટકારી.

  • ઓપનર પૃથ્વી શૉની જોરદાર ઈનિંગ 
  • ટી20 ફોર્મેટમાં ફટકારી સદી 
  • શાનદાર ઈનિંગથી બોલરોના છક્કા છોડાવ્યા 

ભારતીય ટીમના સ્ટાર ઓપનર પૃથ્વી શૉએ ટી20 ફોર્મેટમાં શાનદાર ઈનિંગ રમતા બોલરોની કમર ભાંગી નાખી હતી. ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહેલા પૃથ્વી શૉ હાલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટ રમી રહ્યા છે. મુંબઈ ટીમની કેપ્ટન્સી કરતા પૃથ્વી શૉએ તાબડતોબ અંદાજમાં તૂફાની સદી ફટકારી. 

પૃથ્વી શૉની આ સદી કમજોર માનવામાં આવતી અસમ ટીમ સામે આવી. હકીકતે શુક્રવારે ગ્રુપ-એમાં આ મુકાબલો રમાયો. જેમાં મુંબઈ અને અસમની ટીમ આમને સામે રહી. પૃથ્વી શૉ બીજા મહિને એટલે કે 9 નવેમ્બરે 23 વર્ષના થઈ જશે. 

ટી20 ફોર્મેટમાં પૃથ્વી શૉની આ પહેલી ઈનિંગ 
મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ટીમ માટે કેપ્ટન પૃથ્વી શૉ અને અમન હકીમ ખાને ઓપનિંગ કરી. અહીંથી પૃથ્વી શૉએ પોતાની બેટિંગ કરવાનું શરૂ કર્યું. તો અસમના બોલરોમાં ડર જોવા મળ્યો. પૃથ્વી શૉની આ તૂફાની ઈનિંગ સદી પર અટકી. તેમણે 46 બોલમાં પોતાની સદી પુરી કરી. ટી20 ફોર્મેટમાં પૃથ્વી શોની આ પહેલી સદી છે. 

પૃથ્વીની કેપ્ટન્સી ઈનિંગ, મુંબઈએ બનાવ્યા 230 રન 
આ મુકાબલામાં પૃથ્વી શૉએ 61 બોલ પર કુલ 131 રનની ઈનિંગ રમી. આ સમયે પૃથ્વી શૉનો સ્ટ્રોઈક રેટ 219.67નો રહ્યો. પોતાની ઈનિંગ વખતે આ ભારતીય ઓપનરે 9 જોરદાર છક્કા માર્યા. જ્યારે 13 ચોગ્ગા માર્યા. પૃથ્વી શૉએ કેપ્ટન્સી ઈનિંગ રમતા પોતાની ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો. મુંબઈ ટીમે મેચમાં 3 વિકેટ ગુમાવીને કુલ 230 રનનો શાનદાર સ્કોર બનાવ્યો. 

ઈન્ડિયા માટે ત્રણ ફોર્મેન્ટમાં ડેબ્યૂ કરી ચુક્યા છે પૃથ્વી શૉ
જણાવી દઈએ કે પૃથ્વી શૉએ ટીમ ઈન્ડિયાના ઈન્ટરનેશન ક્રિકેટના ત્રણ ફોર્મેટમાં મેચ રમી. આ ધાકડ બેસ્ટમેને 2018માં ટેસ્ટ મેચથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે આ ડેબ્યૂ મેચ વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ રાજકોટમાં રમી હતી. તેમણે ટીમ ઈન્ડિયા માટે અનોખી મેચ ગયા વર્ષે જુલાઈમાં ટી 20 મુકાબલામાં રમી હતી. જ્યાર બાદથી જ પૃથ્વી શો ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે ઝઝૂમી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ