બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / prisoner escaped the jail and then also showed the live demo of him escaping

લ્યો બોલો! / જેલમાંથી ભાગ્યો કેદી અને પાછો પકડાયા બાદ ભાગવાનો આપ્યો લાઈવ ડેમો, વીડિયો જોઇને ચોંકી જશો

Khevna

Last Updated: 02:04 PM, 22 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રનાં પુના નજીકના એક પોલીસ સ્ટેશનમાંથી આરોપી ભાગી છૂટ્યો હતો. ફરી પકડાયા બાદ તેને તે કઈ રીતે ભાગ્યો તેનો લાઈવ ડેમો પણ આપ્યો હતો. જાણો વિગતવાર

  • પોલીસ સ્ટેશનથી આરોપી ફરાર 
  • કેમેરા સામે બતાવ્યો લાઈવ ડેમો 
  • લોકઅપમાંથી છૂટ્યો આરોપી 

પોલીસ સ્ટેશનથી આરોપી ફરાર 

દેશ-દુનિયામાં કેદીઓનાં ફરાર થવાનાં સમાચારો તો આપણે સાંભળતા જ રહીએ છીએ. જોકે ઘણીવાર પોલીસ તેમને ફરી પકડવામાં સફળ પણ રહે છે, પરંતુ એ જાણવું જરૂરી હોય છે કે અંતે તેઓ ભાગ્યા કઈ રીતે. મહારાષ્ટ્રનાં પુણેમાં એક ચોંકાવનાર મામલો સામે આવ્યો છે. એક આરોપી પોલીસ સ્ટેશનથી ભાગવામાં સફળ રહ્યો, કેમકે તે અત્યંત પાતળો હતો. પુણેનાં નજીકના પિંપરી - ચિંચવડનાં પોલીસ સ્ટેશનમાં આવું જોવા મળ્યું. 

પોલીસ સ્ટેશનથી ફરાર થયો આરોપી 
મહારાષ્ટ્રનાં પુણેથી નજીકના  પિંપરી - ચિંચવડનાં ચાકન પોલીસ સ્ટેશનથી એ આરોપી લોકઅપથી ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસ એ વાતથી હેરાન રહી ગઈ કે તાળા બંધ હોવા છતાં પણ તે ભાગ્યો કઈ રીતે? સમય રહેતા પોલીસે આરોપીને ફરી પકડી લીધો અને પાછા પોલીસ સ્ટેશન લઇ આવ્યા. 

કેમેરા સામે આરોપીએ બતાવ્યો લાઈવ ડેમો 
જયારે આરોપીને પૂછવામાં આવ્યું કે જેલ બહાર તાળું લાગેલ હોવા છતાં તે કેવી રીતે બહાર આવ્યો, તો તેને એક ડેમો પણ આપ્યો. વીડિયો જોયા બાદ તમે પણ ચોંકી જશો. આરોપીએ લાઈવ ડેમો આપીને બતાવ્યું કે લોક અપમાંથી ક્યા પ્રકારે તે સરળતાથી બહાર આવી છૂટ્યો. માત્ર 5 સેકન્ડની અંદર બહાર આવીને આ આરોપીએ પોલીસને ચોંકાવી દીધા. 

કઈ રીતે ભાગ્યો આરોપી? 
જે પ્રકારે આરોપી લોક અપથી બહાર આવ્યો હતો, તે કેમેરામાં કેદ કરવા માટે પોલીસે આરોપી પાસે લાઈવ ડેમો કરાવ્યો. આરોપી દુબળો - પાતળો હતો, લોકઅપનાં સળીયા વચ્ચેથી સરળતાથી નીકળી આવ્યો. જોકે આ ઘટના બાદ પોલીસ વધારે સતર્ક થઇ ગઈ. પોલીસે આ પ્રકારે સતર્ક રહેવા બધા પોલીસ સ્ટેશનમાં એડવાઈઝરી પણ જાહેર કરી દીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ