ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Prime Minister Modi to visit Gujarat next month
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જોરશોરથી ચાલી રહ્યો છે ખાસ કરીને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આવા સમયે વડાપ્રધાન મોદી આવતા મહિને હવે ગુજરાત આવાની તૈયારીમાં છે. જેની તૈયારીઓ પાર્ટી દ્વારા અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. જોકે તેઓ કઈ તારીખે આવશે તેની હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી.
.jpg)
ADVERTISEMENT
ચૂંટણીઓના પરિણામ બાદ આવશે ગુજરાત
એવી માહિતી સામે આવી છે કે PM મોદી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતમાં આવવાના છે. જેથી બની શકે કે 10 માર્ચ બાદ તેઓ ગુજરાતની મુલાકાત લેશે. સાથેજ તેઓ અહિયા આવીને ચૂંટણીની તૈયારીઓનું નિરિક્ષણ પણ કરી શકે છે.
ADVERTISEMENT
.jpg)
સરકારના વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
ADVERTISEMENT
વડાપ્રધાન મોદી સરકારના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે. જેમા ડિફેન્સ એક્સપો, યુનિવર્સિટીના કાર્યક્રમ નડાબેડ કાર્યક્રમને લઈને તૈયારીઓ ચાલી રહી છે. જેથી તેઓ આ દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે છે. ભાજપની જે કોર કમિટીની બેઠક થઈ હતી તેમા પણ પીએમ મોદીના પ્રવાસને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
.jpg)
ADVERTISEMENT
પીએમના આગમનની તડામાર તૈયારીઓ શરૂ
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જેથી આવા સમયે વડાપ્રધાન મોદીની ગુજરાતની મુલાકાતને ઘણી ખાસ માનવામાં આવી રહી છે. જેથી પાર્ટી દ્વારા તેમના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ