ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / કચ્છનું ધોરડો ગામ 100% સોલરાઇઝેશન, PM મોદીએ કર્યું લોકાર્પણ, ઘરદીઠ મળશે 16 હજારનો લાભ!

ગુજરાતને ભેટ / કચ્છનું ધોરડો ગામ 100% સોલરાઇઝેશન, PM મોદીએ કર્યું લોકાર્પણ, ઘરદીઠ મળશે 16 હજારનો લાભ!

Published By: Bharatsinh Chauhan

Last Updated: 01:18 PM, 20 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છનું ધોરડો હવે સોલાર વિલેજ બન્યું છે. આજે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

કચ્છનું ધોરડો હવે સોલાર વિલેજ બન્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી બાદ કચ્છનું ધોરોડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે. 81 રહેણાંકમાં કુલ 177 કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ સ્થાપિત, દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક રૂા. 16064 નો આર્થિક લાભ થવાનો અંદાજ છે.

યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આગામી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ, ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે.

દરેક ઘરમાં વાર્ષિક ₹16 હજારથી વધુનો લાભ

પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આ કામગીરીના લીધે સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થવાની સાથે ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. આ પ્રોજેક્ટ થકી ધોરડોના 81 રહેણાંક ઘરો માટે 177 કિલોવોટની સોલાર રૂફટોપ કેપેસિટી મળશે. આ પ્રોજેક્ટના કારણે ગામના દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક ₹16,064 નો આર્થિક લાભ થવાનો અંદાજ છે.

આ પ્રોજેક્ટથી વાર્ષિક 2 લાખ 95 હજાર યુનિટ ઉત્પાદનની સંભાવના છે. આ યોજનાના લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વાધારાના યુનિટના લીધ પણ આવક થશે. દર વર્ષે વીજળીમાં બચત અને વધારાના યુનિટના વેચાણથી કુલ ₹13 લાખથી વધુનો લાભ થવાની સંભાવના છે. આ બાબતે ધોરડો ગામના સરપંચ મિંયા હુસેને VTV DIGITAL ને જણાવ્યું કે, “આ છેવાડાનું ગામ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારના પ્રયાસોથી આ ગામમાં પહેલાથી ઘણો વિકાસ થયો છે.

આ પણ વાંચોઃ ભાવનગર એરપોર્ટ પર PM મોદીનું આગમન, રોડ શો શરૂ, આપશે કરોડોના વિકાસકાર્યોની ભેટ

હવે આખા ગામના ઘરોમાં સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું બિલ સાવ ઓછું થઇ જશે અને તેનાથી ગામના લોકોને ઘણો ફાયદો થશે. સરકારની સબસિડી અને બેંકની લોનથી ગામના લોકોને સાવ નહિવત ખર્ચ થયો છે અને આ કામગીરીથી ગામના લોકોમાં અત્યંત ખુશીની લાગણી છે.”

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Solar rooftop project Dhorodo solar village UNWTO Best Tourism Village

Published by

Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ