બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Preparations in full swing for the world famous United Way Garba of Vadodara

નવરાત્રી 2023 / ગરબા પ્રેમીઓ માટે ગુડ ન્યૂઝ: યુનાઈટેડ વેમાં આ વખતે ધૂળ-કાંકરા નહીં નડે, હાર્ટ એટેકથી લોકોને બચાવવા માટે પણ ખાસ તૈયારી

Malay

Last Updated: 01:08 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરાના વિશ્વ પ્રસિદ્ધ યુનાઇટેડ વે ગરબાની તડામાર તૈયારીઓ, હાર્ટએટેકના કેસ વધતાં મેડિકલ ટીમ ગ્રાઉન્ડ પર રહેશે એલર્ટ, ગરબા સંચાલકોના તમામ સ્ટાફને અપાઇ CPRની તાલીમ.

  • વિશ્વ પ્રસિદ્ધ યુનાઇટેડ વે ગરબાની તડામાર તૈયારીઓ
  • ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ પર ઉગાડવામાં આવ્યું ઘાસ  
  • હાર્ટએટેકના કેસ વધતા મેડિકલની ટીમ રહેશે હાજર

Vadodara News: નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે મા દુર્ગાના આગમને આવકારવા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ખેલૈયાઓ અને આયોજકો દ્વારા નવરાત્રીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના વિશ્વપ્રસિદ્ધ યુનાઇટેડ વે ગરબાના આયોજકો દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે. દર વર્ષે યુનાઇટેડ વે ગરબામાં હજારો ખેલૈયાઓ આવતા હોય છે, જેના કારણે સુરક્ષા અને સ્વાસ્થ્યને લઇને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સ્ટાફને અપાઈ રહી છે CPRની તાલીમ
યુનાઇટ વેના ગરબાના ગ્રાઉન્ડ પર આયોજકો દ્વારા મેડિકલ ટીમ ખડેપગે રાખવામાં આવશે. હાલમાં તરુણો અને યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસ અને મેડિકલ ઇમરજન્સીને લઇને ગરબા ગ્રાઉન્ડ પર પ્રાથમિક સારવારની ટીમ પણ તૈનાત રહેશે. એટલું જ નહીં આયોજકો દ્વારા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત તમામ સ્ટાફને CPRની તાલીમ પણ અપાઈ રહી છે, જેથી કોઇ પણ ઇમરજન્સીની સ્થિતીમાં કોઇ વ્યક્તિનો જીવ બચાવી શકાય.

એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવશે
આ ઉપરાંત યુનાઇટે વે ગરબાના સંચાલકો દ્વારા ગરબાના તમામ 9 દિવસ સુધી એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવશે. જેથી સ્વાસ્થ્ય સંબંધિત કોઇ પણ સ્થિતીને પહોંચી શકાય. મહત્વનું છે કે, ગરબાની તૈયારીઓ દરમિયાન 14થી 28 વર્ષના યુવાનોમાં હાર્ટએટેકના વધી રહેલા કેસોએ ચિંતા વધારી છે. ત્યારે પોલીસ દ્વારા પણ તમામ ગરબા સંચાલકો માટે મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવાને લઇ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.

ગ્રાઉન્ડ પર ઘાસ ઉગાડવામાં આવ્યું
તો ખેલૈયાઓ માટે વિવિધ સુવિધાઓ સાથે ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓ કરવામાં આવી છે. ખેલૈયાઓને ગ્રાઉન્ડમાં ગરબા રમવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે ગ્રાઉન્ડ પર ઘાસ ઉગાડવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે ગત વર્ષે બનેલા બનાવને ધ્યાને લઈને આયોજકો દ્વારા ચોકસાઈથી કામગીરી કરવામાં આવી રહી છે. દરેક બાબત પર ખૂબ નજીકથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ગત વર્ષે ખેલૈયાઓમાં જોવા મળ્યો હતો ભારે રોષ 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે વડોદરા અટલાદરના એમ.એમ પટેલ ફાર્મ ખાતે યુનાઈટેડ વેના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે નવરાત્રીના પહેલા અને બીજા દિવસે યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો. બીજા નોરતે હજારો ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડ પર પગમાં કાંકરા વાગતાં ગરબા રમવાનો ઉત્સાહ જ ઓસરી ગયો હતો. ગ્રાઉન્ડમાં ઉમંગભેર ગરબા રમવા આવેલા ખેલૈયાઓ ભારે રોષ જોવા મળતા અધવચ્ચેથી ગરબા બંધ કરવા પડ્યા હતા.  

Anger among players at United Way's Garba ground in Vadodara

રિફંડની બૂમો પાડતા ગરબા કરવા પડ્યા હતા અધવચ્ચે બંધ
ગ્રાઉન્ડમાં પથ્થર મુદ્દે સતત બીજા દિવસે હોબાળો થતાં ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડતા ગરબા અધવચ્ચેથી બંધ કરવાનો વારો આવ્યો હતો. ખેલૈયાઓ સ્ટેજ પાસે એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. જેથી માંજલપુર પીઆઇ સ્ટેજ પર દોડી આવીને ખેલૈયાઓને તેમની રજૂઆત લેખિતમાં આપવા જણાવ્યું હતું. તો બીજી બાજુ ગાયક અતુલ પુરોહિત પોતે સ્ટેજ પર દોડી આવ્યા હતા. 

ચેરિટી કમિશનરને  કરવામાં આવી હતી ફરિયાદ
તેમણે જણાવ્યું હતું કે, 'પહેલીવાર એવું થયું કે મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ પથ્થર મારા માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું.' તો આયોજકોએ જેમને પણ રિફંડ જોઇતું હોય તે આવતીકાલે આવીને લઈ જઈ શકે છે તેવું જણાવ્યું હતું. આ મામલે ખેલૈયાએ સંયુક્ત ચેરિટી કમિશનરને ફરિયાદ કરી હતી. જીતિક્ષા રાવલ અને નિમિશા ગજ્જરે સંયુક્ત ચેરિટી કમિશનરને ફરિયાદ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ