બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPLના પ્રસારણ પર પ્રતિબંધની તૈયારી! વર્લ્ડ કપ બહિષ્કાર બાદ બાંગ્લાદેશે લીધું એક્શન

વિવાદ વકર્યો / IPLના પ્રસારણ પર પ્રતિબંધની તૈયારી! વર્લ્ડ કપ બહિષ્કાર બાદ બાંગ્લાદેશે લીધું એક્શન

Nirav Kumar

Last Updated: 08:01 PM, 4 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુસ્તાફિઝુર રહેમાનના વિવાદને લઇ બાંગ્લાદેશે મોટું પગલું ભર્યું છે. બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં રમવાનો ઇનકાર કરી દીધો છે. સાથે IPLનું પ્રસારણ બાંગ્લાદેશમાં બંધ કરી શકે છે.

બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનને IPLમાંથી કાઢવામાં આવતા ભારે વિવાદ શરુ થયો છે. બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ મેચ રમવાનો ઇનકાર કર્યો છે. તેમને ભારતમાં યોજાનારી તમામ મેચો બીજી જગ્યાએ રાખવાની ડીમાંડ કરી છે. સાથે  IPL અંગે મોટું પગલું ભરી શકે છે. જેમાં T-Sports 2027 સુધી બાંગ્લાદેશમાં IPLના પ્રસારણ અધિકારો ધરાવે છે. આ કરાર 2023 માં Viacom18 સાથે થયો હતો. હવે, તેને સ્થગિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ એટલા માટે થઇ રહ્યો છે કે,  BCCએ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ને બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનને રીલીઝ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હવે, બાંગ્લાદેશ સરકાર પણ આ વિવાદમાં કૂદી પડી છે અને દેશમાં IPL 2026 ના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. આ સાથે ભારતમાં રમાનારી મેચો બીજી જગ્યાએ ખસેડવાની ડીમાંડ પણ કરી છે.

બાંગ્લાદેશના કાયદા, ન્યાય અને સંસદીય બાબતોના સલાહકાર આસિફ નજરુલે, એક ફેસબુક પોસ્ટમાં બાંગ્લાદેશ માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B) ને કહ્યું છે કે, BCCI દ્વારા મુસ્તાફિઝુર પર પ્રતિબંધ મૂક્યા બાદ IPLના તમામ પ્રસારણ બંધ કરે. પરંતુ  બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ હજુ સુધી આ અંગે ઓફીશીયલ નિવેદન બહાર પાડ્યું નથી.

 T20 વર્લ્ડ કપ 2026 માં બાંગ્લાદેશની મેચો કોલકાતા અને મુંબઈમાં રમવાની છે. ટીમ 7 ફેબ્રુઆરીએ ઇડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે તેની પહેલી મેચ રમશે પરંતુ હવે બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કરી દીધો છે. એના માટે ઓફીશીયલ સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Mustafizur Rahman Bangladesh T20 World Cup
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ