ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / સપ્તાહના કયા દિવસે વાળ કપાવવા શુભ? પ્રેમાનંદ મહારાજે આપ્યો આ જવાબ

ધર્મ / સપ્તાહના કયા દિવસે વાળ કપાવવા શુભ? પ્રેમાનંદ મહારાજે આપ્યો આ જવાબ

Published By: Nirav Kumar

Last Updated: 08:41 PM, 26 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૃંદાવનના સંત પ્રેમાનંદજી મહારાજ જીવન સંબંધિત અનેક પ્રવચનો આપે છે. જેના વીડીયો પણ વાયરલ થાય છે. એવામાં તેમને જણાવ્યું કે, શેવિંગ કે હેર કટિંગ ક્યારે ન કરવું જોઈએ.

ADVERTISEMENT

વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદજી મહારાજને ત્યાં ભક્તોની ભીડ હોય છે. તેમને ત્યાં દેશભરના અનેક સેલીબ્રીટી પણ આવે છે.  જ્યાં તેઓ અમુકવાર જીવનના પડકારોનો ઉકેલ પણ આપે છે. તાજેતરમાં તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વાળ, નખ અને દાઢી કાપવા માટે યોગ્ય દિવસોનું મહત્વ સમજાવે છે.

પ્રેમાનંદજી મહારાજ કહે છે કે શેવિંગ કે હેર કટિંગ સંબંધિત પ્રવૃત્તિઓ માટે અઠવાડિયાના ફક્ત બે દિવસે જ યોગ્ય માનવામાં આવે છે. તેઓ કહે છે કે આ પ્રવૃત્તિઓ અન્ય કોઈપણ દિવસે કરાવવાથી અજાણતાં નુકસાન થઈ શકે છે.

  • આ દિવસે ન કાપો વાળ અને નખ
    પ્રેમાનંદ મહારાજના મતે, "અઠવાડિયાના દરેક દિવસ પાછળ એક નિયમ છુપાયેલો હોય છે. રવિવારને સૂર્ય દેવનો દિવસ માનવામાં આવે છે. સૂર્યને તેજ, ઉર્જા, બુદ્ધિ અને પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે. આથી આ દિવસે વાળ કાપવા કે દાઢી કાપવાથી માનસિક કષ્ટ થઈ શકે છે અને વ્યક્તિની આર્થિક સ્થિતિ પર પ્રતિકૂળ અસર પડી શકે છે".

મહારાજે સોમવારનું મહત્વ સમજાવતા કહ્યું કે,."સોમવાર ભગવાન શિવનો દિવસ છે અને આ દિવસે હજામત કરવાને વર્જિત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે વાળ કે દાઢી કાપવાથી શિવજીના આશીર્વાદમાં ઘટાડો થાય છે અને મનમાં બેચેની વધે છે. જેઓ નિયમિતપણે શિવની પૂજા કરે છે એવા લોકો માટે  આ નિષેધ મહત્વનું માનવામાં આવે છે.

પ્રેમાનંદ મહારાજ આગળ જણાવે છે, "મંગળવાર અને શનિવારે પણ હજામત ન કરવી જોઈએ. આ દિવસો હનુમાનજી અને શનિદેવ સાથે જોડાયેલા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં આ કાર્ય કરવાથી આયુષ્ય, એટલે કે જીવનશક્તિ પર નકારાત્મક અસર પડે છે. આથી આ દિવસોમાં વાળ કે દાઢી કાપવાને અશુભ મનાય છે."

vtv app promotion
  • વાળ દાઢી માટે કયા દિવસો શુભ?

પ્રેમાનંદ મહારાજના મતે, "બુધવાર બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે જેને બુદ્ધિ, વાણી, વ્યવસાય, ચતુરાઈ અને સૌભાગ્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ દિવસે વાળ કે દાઢી કાપવાથી માનસિક સ્પષ્ટતા વધે છે, કાર્યક્ષમતા વધે છે અને આર્થિક અવસરો વધે છે. આ દિવસ સુંદરતા અને આકર્ષણ વધારવા માટે પણ માનવામાં આવે છે. આથી તે શેવિંગ અને હેર કટિંગ માટે શુભ માનવામાં આવે છે".

"તો ગુરુવાર ગુરુનો દિવસ છે. ભગવાન ગુરુને જ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ, પ્રતિષ્ઠા અને લક્ષ્મીનો રક્ષક માનવામાં આવે છે. આ દિવસે શેવિંગ અને હેર કટિંગ કરાવવું વ્યક્તિની આધ્યાત્મિક શક્તિ, ભક્તિ અને સામાજિક સન્માન પર નકારાત્મક અસર કરી શકે છે. આ દિવસે ગુરુની ઉર્જાને અસ્થિર કરતી કોઈ પણ ક્રિયા કરવામાં નથી આવતી. આથી ગુરુવારે વાળ કે દાઢી કાપવાથી લક્ષ્મીની સ્થિરતા પર અસર થાય છે."

વધુ વાંચો : બસ ચાર દિવસ બાકી! નવપંચમ રાજયોગથી ત્રણ રાશિના લોકો રૂપિયામાં રમશે

"શુક્રવાર શુક્ર ગ્રહનો દિવસ છે, જે સુંદરતા, પ્રેમ, આકર્ષણ, કલા, વૈભવ અને ભાગ્યનો પ્રતીક છે. આથી શુક્રવારે શેવિંગ અને હેર કટિંગ શુભ માનવામાં આવે છે. આ દિવસે શેવિંગ અને હેર કટિંગ કરાવવાથી વ્યક્તિનું આકર્ષણ, સામાજિક છબી, ખ્યાતિ અને નફો વધવાની માન્યતા છે."

(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદાર vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vrindavan Shaving Premanandji Maharaj

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ