બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Pratibha Jain became the new mayor of Ahmedabad

BIG BREAKING / અમદાવાદના નવા મેયર બન્યા પ્રતિભા જૈન, ડે. મેયર તરીકે જતીન પટેલની વરણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શાસક પક્ષના નેતા કોણ, જાણો

Published By: Malay

Last Updated: 11:17 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રતિભા જૈનને અમદાવાદના મેયર બનાવવામાં આવ્યા છે.

  • અમદાવાદ શહેરને મળ્યા નવા મેયર
  • મેયર તરીકે પ્રતિભા જૈનનું નામ જાહેર
  •  ડે.મેયર તરીકે જતીન પટેલનું નામ જાહેર
  •  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી

Ahmedabad News: અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે નવા પદાધિકારીઓની નિમણૂંક કરવામાં  આવી છે. કોર્પોરેશન ખાતે યોજાયેલી સામાન્ય સભામાં નવા મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદ મેયર અને ડેપ્યુટી મેયરના નામ જાહેર
અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈનનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે  ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની પસંદગી કરવામાં આવી છે.  સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ખુરશી પર દેવાંગ દાણીને બેસાડવામાં આવ્યા છે. તો શાસકપક્ષના નેતા તરીકે ગૌરાંગ પ્રજાપતિનું નામ જાહેર કરાયું છે. 

કોણ છે પ્રતિભા જૈન?
પ્રતિભા જૈન વિશે વાત કરીએ તો તેઓ શાહીબાગના કોર્પોરેટર છે, તેમની આ ત્રીજી ટર્મ છે. પ્રતિભા જૈન રાજસ્થાની જૈન સમાજમાંથી આવે છે. વર્તમાન સમયમાં તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે. 

પ્રતિભા જૈન (અમદાવાદના નવા મેયર)


2 સપ્ટેમ્બરે હાથ ધરાઈ હતી સેન્સ પ્રક્રિયા
આપને જણાવી દઈએ કે, ગત 2 સપ્ટેમ્બરે અમદાવાદના શાહીબાગના ઓસ્વાલ ભવન ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો કે.સી પટેલ, રાણા દેસાઈ અને ભીખીબેન પરમાર દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે એક પછી એક કોર્પોરેટરને બોલાવીને તેમના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જેની યાદી બનાવીને પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી. ત્યાર હવે મોવડી મંડળે બંધ બાજીના પત્તા ખોલી નાખ્યાં છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસકપક્ષના નેતાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે.  


 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Municipal Corporation Ahmedabad New Mayor pratibha jain mayor અમદાવાદ નવા મેયર અમદાવાદ ન્યૂઝ અમદાવાદ મેયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિભા જૈન ahmedabad news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ