બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Politics / Prashant Kishor said which party can form the government in Gujarat, said no harm from AAP

કોણ મારશે બાજી? / પ્રશાંત કિશોરે જણાવ્યું ગુજરાતમાં કઈ પાર્ટી બનાવી શકે છે સરકાર, કહ્યું AAPથી કોઈ નુકસાન નહીં

Megha

Last Updated: 12:49 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં અને હિમાચલમાં હાલ બીજેપી સરકાર ચાલી રહી છે અને આવનાર સમયમાં બંને રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે? આ પ્રશ્ન પર ચૂંટણી રણનીતિકાર ગણાતા પ્રશાંત કિશોરે દાવો કર્યો છે.

  • ગુજરાતમાં અને હિમાચલમાં હાલ બીજેપી સરકાર ચાલી રહી છે
  • બંને રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે? આ વાતને લઇને પ્રશાંત કિશોરે દાવો કર્યો 
  • ભાજપની તરફેણમાં પવન ફૂંકાઈ રહ્યો છે - પ્રશાંત કિશોર

ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે, એવામાં આપણએ બધા જાણીએ છીએ કે  ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે અને હિમાચલમાં પણ હાલ બીજેપી સરકાર ચાલી રહી છે. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી પર દરેક લોકો નજર રાખીને બેઠા છે. વાત એમ છે કે પંજાબમાં સરકાર બનાવ્યા પછી ઉત્સાહિત આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પણ ચૂંટણી જીતવાની સંભાવના દેખાઈ રહી છે. અરવિંદ કેજરીવાલની પાર્ટી 'આપ' પણ ગુજરાતમાં ચુંટણી લડશે અને એ કારણે જ ગુજરાતમાં ત્રિકોણીય ચૂંટણી થઈ રહી છે એવું માનવામાં આવે છે.  આ બધા વચ્ચે બંને રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે? આ પ્રશ્ન પર ચૂંટણી રણનીતિકાર ગણાતા પ્રશાંત કિશોરે દાવો કર્યો છે. 

પ્રશાંત કિશોરે શું કર્યો દાવો
બંને રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે? આ વાત પર પ્રશાંત કિશોરે વચન દાવો કર્યો હતો કે ગુજરાત અને હિમાચલ બંને રાજ્યોમાં ભાજપની સરકાર બનશે. પશ્ચિમ ચંપારણ જિલ્લામાં તેમની જનસુરાજ યાત્રાના 15માં દિવસે પ્રશાંત કિશોરે મીડિયા સાથે વાત કરી હતી અને એ સમયે એમને આ દાવો કર્યો હતો.  પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ગુજરાત અને હિમાચલમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીત નોંધાવશે અને બંને જગ્યા એ સરકાર બનાવશે. 

ભાજપની તરફેણમાં પવન ફૂંકાઈ રહ્યો છે
પ્રશાંત કિશોરે આગળ કહ્યું હતું કે, 'બંને રાજ્યોમાં બીજીપીણઆ પક્ષમાં હવા ચાલી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે પણ તેનાથી ભાજપને વધુ નુકસાન નહીં થાય અને એરહી વાત હિમાચલ પ્રદેશની તો ત્યાં પણ 'આપ'ની કોઈ અસર નથી. આ સાથે જ પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ' ગુજરાત અને હિમાચલમાં ચૂંટણી છે પણ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી છોડીને કેરળમાં 'ભારત જોડો યાત્રા' કાઢી રહ્યા છે.'

નીતિશ કુમાર પર કર્યો પ્રહાર 
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર પણ પ્રહાર કર્યા હતો અને એમને કહ્યું હતું કે 'નીતીશ કુમાર ખુરશીના લોભી છે પણ હવે તેમની રાજનૈતિક પારી સમાપ્ત થવાના આરે છે. એટલા માટે જ એમને સીએમ બની રહેવા માટે 9મી ફેલને બિહારના ઉપમુખ્યમંત્રી બનાવ્યા છે.' 

પ્રશાંત કિશોરે આગળ કહ્યું હતું કે ચંપારણમાંથી બે બે સાંસદ છે પણ અહિયાં ક્યાં વિકાસ થયો છે. એમને લોકોને સવાલ કરતા કહ્યું હતું કે તમે કેવી રીતે લગાતાર એક જ નેતાને પસંદ કરી શકો છો? એ જાણતા કે તમારા ક્ષેત્રમાં કામ નથી થયું. તમારે વિકાસના નામે તમારો નેતા પસંદ કરવો પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ