બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Politics / Prashant Kishor criticized Chief Minister Nitish Kumars opposition unity campaign

પ્રહાર / ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરનો વિપક્ષ એકતા મુદે CM નિતીશ કુમાર પર શાબ્દીક હુમલો,"સાથે ચા પીવા બેસવાથી એકતના ન થાય"

Kishor

Last Updated: 08:30 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રશાંત કિશોરે મુખ્યમંત્રી નીતિશકુમારની વિપક્ષી એકતાની મુહીમ મામલે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સીટ શેરિંગ ફોર્મ્યુલા અપનાવવા ટકોર કરી હતી.

  • પ્રશાંત કિશોરે મુખ્યમંત્રી નીતિશકુમાર પર કર્યા પ્રહારો
  • વિપક્ષી એકતાની મુહીમ મામલે આકરા પ્રહારો કર્યા
  • મુલાકાત અને ચાય પીવાથી વિપક્ષી એકતા નહીં થાય

ચૂંટણીની રણનીતિ ઘડી કાઢવામાં માહિર ગણાતા પ્રશાંત કિશોરે મુખ્યમંત્રી નીતિશકુમારની વિપક્ષી એકતાની મુહીમ મામલે આકરા પહારો કર્યા હતા. તેમણે નિવેદન આપતા જણાવ્યું કે નેતાઓ સાથે બેસી અને ચાય પીવાથી વિપક્ષી એકતા નહીં થાય તેના માટે અગાઉથી નકર વિઝન હોવું જોઈએ. મહત્વનું છે કે 2024 ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અને નીતિશકુમાર દ્વારા દેશભરમાં વિપક્ષી નેતાઓની મુલાકાત કરવામાં આવી રહી છે જેમની સાથે ભાજપ વિરોધી ગઠબંધનમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે.

પ્રશાંત કિશોરનું સૌથી મોટું એલાન: કહ્યું હાલમાં હું કોઇ જ રાજકીય પક્ષ નહીં  બનાવું, બિહારમાં સૌ પહેલાં કરશે આ કામ | prashant kishor news he says will  not make ...

તો આજથી 10 વર્ષ અગાઉ જ આ કામ થઈ ગયું હોત

પ્રશાંત કિશોર લાંબા સમયથી બિહારમાં જન સુરાજ પદયાત્રા ઉપર નીકળ્યા છે. ત્યારે હાલ તેઓ સમસ્તીપુર જિલ્લામા પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં સીએમ નીતિશકુમાર ઉપર નિશાન સાંધતા કહ્યું હતું કે માત્ર નેતાઓ સાથે ચા પાણી પીવા અને પ્રેસ મીટીંગ કરવાથી વિપક્ષ એકતા ન થઈ શકે! જો એ શક્ય હોય તો આજથી 10 વર્ષ અગાઉ જ આ કામ થઈ ગયું હોત  આનો કોઈ મતલબ નથી.

તાજેતરમાં નિતિશકુમારનું બંગાળ યાત્રાથી શુ ફરક પડ્યો

વધુમાં નીતિશકુમારને ટોણો મારતા પ્રશાંત કિશોરે કહ્યું કે તમે તાજેતરમાં બંગાળ ગયા હતા. જ્યાં મમતા બેનર્જીને મળ્યા હતા અને બયાનબાજી કરી હતી. પરંતુ તેનાથી લોકોમાં શું અસર પડી? કારણ કે એવું પણ બન્યું નથી કે મમતા બેનર્જી કોંગ્રેસને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડવા માટે જગ્યા આપવા સહમત થઈ ગયા. તો એવું પણ નથી બન્યું કે કોંગ્રેસ મમતા બેનર્જીના ભરોસે બંગાળમાં ચૂંટણી લડવાનું છોડી દેશે!


ભાજપ પર પણ કર્યા પ્રહારો

વધુમાં પ્રશાંત કિશોરે કહ્યું કે પહેલા બિહારમાં લોકસભા ચૂંટણીની બિહારમાં JDU, RJD અને કોંગ્રેસ કેટલી સીટો લડશે અને માંઝી અને ડાબેરી પક્ષોને કેટલી સીટો મળશે. તે મામલે સીટ શેરિંગ ફોર્મ્યુલા જણાવવી જોઈએ. તેઓએ કહ્યું કે આ સીટ શેરિંગ ફોર્મ્યુલા અપનાવી તેની જાહેરાત બાદ નીતિશ કુમાર અન્ય રાજ્યની મુલાકતે જશે તો વજન પડશે.તો પ્રશાંત કિશોરે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે બિહારમાં ભાજપની કમાન એવા વ્યક્તિના હાથમાં છે, જેના બાબુજી પહેલા લાલુના મંત્રી હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ