ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / prakash javadekar cabinet meeting

નિર્ણય / સરકારે 123 વર્ષ જૂના કાયદો બદલ્યો : મેડિકલ ટીમ પર હુમલો કર્યો તો 7 વર્ષ સુધીની સજા

Published By: Divyesh

Last Updated: 03:40 PM, 22 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસનો કહેર દેશમાં જોવા મળી રહ્યો છે. કેન્દ્રથી લઇને રાજ્ય સરકારની ટીમ તેની સામે જંગ લડી રહી છે.  આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પર હુમલો સાંખી લેવામાં આવશે નહીં. આરોગ્ય વિભાગના કર્મચારીઓ પર હુમલો કરનારને કડકમાં કડક સજા આપવામાં આવશે.  મેડિકલ ટીમ પર હુમલો કર્યો તો 3 મહિનાથી 5 વર્ષ સુધીની સજા, નુકસાન બમણું વસૂલાશે.

ADVERTISEMENT

કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં મહામારીને અંગે ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં લોકડાઉન સંદર્ભે પણ સમીક્ષા કરાય છે. જો કે કેબિનેટની બેઠક બાદ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ  બેઠકના નિર્ણયો અંગે જાણકારી આપતાં જણાવ્યું કે હવે દેશમાં મેડિકલ ટીમ પર થતાં હુમલાઓ સહન નહીં કરાય. આરોગ્યકર્મીઓ પર થતાં હુમલા બિનજામીનપાત્ર અપરાધ ગણાશે.
 


કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે મેડિકલકર્મીઓ પર હુમલો કરનારાઓને જામીન નહીં મળે. 30 દિવસની અંદર તપાસ પુરી કરવામાં આવશે. 1 વર્ષની અંદર નિર્ણય લેવામાં આવશે, જ્યારે 3 મહિનાથી 5 વર્ષ સુધીની સજા થઇ શકે છે.

આ સિવાય જો ગંભીર મામલો હશે તો 6 મહીનાથી 7 વર્ષ સુધીની સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ગંભીર મામલાઓમાં 50 હજારથી 2 લાખ સુધીનો દંડ પણ થશે. અધ્યાદેશ અનુસાર જો કોઇ આરોગ્યકર્મીની ગાડી પર હુમલો કરવામાં આવશે તો માર્કેટ વેલ્યુ કરતાં વધારે વસુલવામાં આવશે. 
 

આમ આજરોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં મેડિકલ ક્ષેત્રના લોકો માટે સરકાર દ્વારા વટહુકમ જાહેર કરાયો છે. આમ સરકાર દ્વારા જાહેર કરાયેલા વટહુકમમાં 123 વર્ષ જૂના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે સરકાર તરફથી ફર્ટિલાઇઝર અંગેની સબસીડીમાં વધારાને લઇને જાણકારી આપી હતી. સરકાર દ્વારા આ સબસીડી વધારીને 22 હજાર કરોડથી વધારે કરાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cabinet prakash javdekar કેબિનેટ પ્રકાશ જાવડેકર મેડિકલ હુમલો Cabinet

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ