બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / pradeep asks everyone not to disturb him

ધગશ / મને વધારે ચઢાવો નહીં, હું મારો ગોલ ભૂલી જઈશ, આર્મીમાં જોડાવા માટે અડધી રાત્રે દોડ લગાવનાર યુવાને દિલ જીત્યું

Khevna

Last Updated: 02:41 PM, 22 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડનાં યુવક પ્રદીપ કે જે સેનામાં ભરતી થવા માંગે છે, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેનું કહેવું છે કે તેને ડિસ્ટર્બ કરવામાં ન આવે.

  • ઇન્ટરનેટ પર સેનામાં ભરતી થવા માંગતા પ્રદીપનો વીડિયો વાયરલ 
  • 'મને ડિસ્ટર્બ ન કરો' - પ્રદીપ 
  • કેવી રીતે વાયરલ થયો વીડિયો?

ઇન્ટરનેટ પર સેનામાં ભરતી થવા માંગતા પ્રદીપનો વીડિયો વાયરલ

દરેક વ્યક્તિના જીવનમાં એક મહત્વકાંક્ષા હોય છે. એક ઇચ્છા હોય છે એક સપનું હોય છે. ઘણા વ્યક્તિઓ એવા હોય છે જેઓ સપનું પૂર્ણ કરવા માટે ક્યારેય પાછુ વળીને જોતા નથી અને ઘણા લોકો એવા હોય છે જે માત્ર વાતો કરીને જ સંતોષ માની લે છે. ત્યારે વાત કરીએ એવા એક યુવકની, જે પોતાનું સપનું પુરુ  કરવા જે સ્ટ્રગલ કરે છે અને એની આ સ્ટ્રગલનાં કારણે જ આજે એને આખો દેશ ઓળખે છે.

જી હા! આ યુવાન એટલે 19 વર્ષનો પવનદીપ મેહરા. જેનો Video આજકાલ સોશ્યલ મીડિયામાં વાયરલ છે. ફિલ્મમેકર વિનોદ કાપરીએ આ ટીનેજરનો Video ઉતાર્યો હતો. જે અડધી રાત્રે Noida ની સડક પર દોડી રહ્યો હતો. અડધી રાત્રે તેજ ગતિએ સપનાઓ લઈને દોડી રહેલા આ યુવાનની વાતો દેશના સેંકડો લોકોને પ્રેરણા આપે એવી છે.   તે મેકડોનાલ્ડમાં કામ કરે છે અને ભવિષ્યમાં ઇંડિયન આર્મીમાં જોડાવાનું તેનું સપનું છે જેના માટે રાત્રે દોડતા ઘર જઈને એ પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

આ Video Viral થઈ ગયા બાદ હવે દેખીતી રીતે ઘણી ચેનલ્સ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ તેણે 'હીરો' સંબોધિત કર્યો હતો.

દુનિયામાં ઈચ્છાઓ પૂરી કરવા માટે હિંમતની જરૂર પડે છે અને જો હિંમત હોય તો સપના પૂરા કરતા કોઈ રોકી શકતું નથી. 19 વર્ષનો યુવક પોતાની ડ્યુટી પતાવીને   10 કિમી દોડીને પોતાના ઘરે પહોંચે છે.   દોડવાનું કારણ એટલુ જ કે તેને સેનામાં જોડાવું છે. કામની વ્યવસ્તતા અને જવાબદારીઓને કારણે તેને પ્રેક્ટિસ કરવાનો સમય મળતો નથી આથી તે રાતે જ કામેથી છૂટીને 10 કિમી દોડતો ઘરે જાય છે.

'મને ડિસ્ટર્બ ન કરો' - પ્રદીપ 

ફિલ્મકાર અને લેખક વિનોદ કાપડીએ જ્યારથી પ્રદીપનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, ત્યારથી પ્રદીપ સેલેબ્રિટી બની ગયો છે. અચાનક તેને પ્રશંસકોનાં ફોન અને મીડિયાથી કવરેજ માટે પત્રકારો પણ પહોંચવા લાગ્યા છે. પ્રદીપની આ આપીલ છે કે તેને ડિસ્ટર્બ ન કરવામાં આવે અને પોતાના લક્ષ્ય પર ફોકસ કરવા દેવામાં આવે. કાપડીએ વીડિયો શેર કર્યો છે, જેમાં પ્રદીપ કહી રહ્યો છે કે મે ચાર કદમ દોડ કરી અને મને લોકો આટલો ઉપર ઉઠાવશે, તો હું મારા ગોલ પર ફોકસ નહી કરી શકુ. 

ફિલ્મ મેકર વિનોદ કાપડીએ વીડિયો કર્યો ટ્વિટ

આ વીડિયો મશહૂર પત્રકાર અને ફિલ્મ મેકર વિનોદ કાપડીએ ટ્વિટ કર્યો છે.   તેઓએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરતા જણાવ્યુ છે કે નોઇડાના રસ્તા પર ગત રાતે 12 વાગે મને આ છોકરો ખભા પર બેગ ભરાવીને   દોડતો દેખાયો. બહુ જ સ્પીડમાં તે દોડતો હતો આથી મને લાગ્યુ કે તે કોઇ મુશ્કેલીમાં હશે મારે તેને મદદ કરવી જોઇએ. આથી મે તેને વારંવાર તેને કહ્યું કે તને હું તારા ઘરે છોડી જાઉં પરંતુ યુવક ન માન્યો.

આર્મીમાં જોડાવા માટે પ્રેક્ટિસ

આ વીડિયોમાં જોઇ શકાય છે કે બાળક દોડી રહ્યો છે અને ચાલતી કારમાં વિનોદ કાપડી તેને લિફ્ટ આપવાનું કહી રહ્યા છે. આ એક ટૂંકુ અને રસપ્રદ કોન્વર્સેસશન છે. જેમાં દોડનારો યુવક જણાવી રહ્યો છે કે તે ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. તેનું નામ પ્રદિપ મહેરા છે. તે મેક ડોનાલ્ડમાં કામ કરે છે અને ડ્યુટી પુરી કરીને તે દોડતો ઘરે જાય છે. કારણ કે તે સેનામાં ભરતી થવા માગે છે પરંતુ   પ્રેક્ટિસ કરવાનો સમય મળતો નથી.   પ્રદિપ જણાવે છે કે તે ઘરે પહોંચીને મોટા ભાઇ માટે ખાવાનું બનાવશે.   વાતચીત દરમિયાન તે એમ પણ જણાવે છે તે તેની માતા હોસ્પિટલમાં ભરતી છે.

યુઝર્સ કરી રહ્યા છે વખાણ

ફિલ્મમેકર વિનોદ કાપડી વારંવાર લિફ્ટ આપવા જણાવે છે પરંતુ પ્રદિપ લિફ્ટ લેવાની ના કહી દે છે અને કહે છે કે મારી રુટિન પ્રેક્ટિસ ખરાબ થઇ જશે.. તેણે જણાવ્યું કે તે રોજ નોઇડા સેક્ટર 16થી બરૌલા સુધી તેના ઘરે પહોંચવા માટે 10 કિલોમીટર દોડે છે. વિનોદ કાપડીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં ટ્વીટ કરતા આ વીડિયો ઘણો વાયરલ થઇ ગયો છે.   યુઝર્સ આ યુવકની હિંમતને સલામ કરી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ