બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ભૂલથી પણ આ વોર્નિંગ સાઇન દેખાય તો સમજી લેવું કે પાવરબેંક ફાટી શકે!
Last Updated: 05:45 PM, 6 May 2026
જો તમે મુસાફરી કરી રહ્યા છો અને તમારી સાથે પાવર બેંક છે, તો તમારે તમારા ફોનને ચાર્જ કરવાની ચિંતા કરવાની જરૂર નથી. પહાડ, જંગલ, સમુદ્ર કિનારે હોય, તમે ગમે ત્યાં હોય - તમે તમારા ફોન અને અન્ય ગેજેટ્સને ચાર્જ કરવા માટે પાવર બેંકનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવો અતિ સરળ છે, પરંતુ ખામી ક્યારેક તેને ગંભીર જોખમમાં ફેરવી શકે છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને, વિમાનમાં પાવર બેંકનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તેથી જો તમને ઉપકરણમાં કોઈ અનિયમિતતા દેખાય છે, તો તમારે તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આજે આવો પાવર બેંકમાં આગ લાગતા પહેલા દેખાતા ચેતવણી સાઇન વિશે જાણીએ...
ADVERTISEMENT
યૂઝમાં ન હોય ત્યારે પણ ગરમ થવુંઃ
ADVERTISEMENT
જો પાવર બેંક યૂઝમાં ન હોય ત્યારે પણ ગરમ થાય છે, તો તે ચેતવણીનો સંકેત છે. આ સૂચવે છે કે આંતરિક રાસાયણિક પ્રતિક્રિયાઓમાં કંઈક ખોટું થયું છે, જેના પરિણામે હિટ જનરેટ થાય છે.

ADVERTISEMENT
પાવર બેંકનું ફૂલવુ:
પાવર બેંકમાં ગેસ ફસાયેલ હોવાથી તે ફૂલી શકે છે. જો તમને સહેજ પણ સોજો દેખાય, તો તમારે તાત્કાલિક તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. આમ કરવાથી આગ લાગવાનું જોખમ રહેલું છે.
ADVERTISEMENT
પાવર બેંકમાંથી દુર્ગંધ:
જો પાવર બેંકમાંથી પ્લાસ્ટિક કે રસાયણોની ગંધ આવે છે, તો તમારે તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આવી ગંધ સામાન્ય રીતે આંતરિક ઘટકોમાં ખામી અથવા લીક થવાનો સંકેત આપે છે.
ADVERTISEMENT
ફિઝિકલ ડેમેજઃ
જો પાવર બેંકને ફિઝિકલ ડેમેજ થયું હોય પછી ભલે તે પડી જવાથી હોય કે અન્ય કારણોસર તો તમારે તેનો યૂઝ કરવાનું ટાળવું જોઈએ. જો તમને કોઈ ક્રેક દેખાય અથવા તે કોઈપણ રીતે વાંકા દેખાય, તો તેને સુરક્ષિત જગ્યા પર રાખો.
ADVERTISEMENT

ટ્રાવેલ કરનારા લોકો રાખો આ વાતોનું ધ્યાન
જો તમે હવાઈ મુસાફરી કરો છો, તો લિથિયમ-આયન બેટરી અંગે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 83 ટકા હવાઈ પ્રવાસીઓ મોબાઈલ ફોન, 60 ટકા લેપટોપ અને 44 ટકા પાવર બેંક સાથે મુસાફરી કરે છે. આ બધા ડિવાઇસમાં લિથિયમ-આયન બેટરી હોય છે. તેથી ઘણા પરિબળો ધ્યાનમાં રાખવા જરૂરી બની જાય છે.
આ પણ વાંચોઃ આ જ મહિને યોજાશે Googleની ખૂબ મોટી ઇવેન્ટ, Android 17ને લઇ વધ્યું સસ્પેન્સ
ધ્યાનમાં રાખવી જરૂરી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.