બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / post office best scheme mahila samman saving certificate

રોકાણ / મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની જબરદસ્ત સ્કીમ, 2 લાખ પર મળશે 30,000 રૂપિયાનો ફાયદો, જાણો કેવી રીતે

Arohi

Last Updated: 01:00 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Post Office Best Scheme: મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સરકાર દ્વારા સંચાલિત પોસ્ટ ઓફિસ સ્કીમ્સ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. તેમાં શામેલ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ પર 7.5 ટકાનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

પોસ્ટમાં ખાતુ ખોલાવીને દરેક લોકો નાની મોટી બચત કરી શકે છે. જો મહિલાઓની વાત કરવામાં આવે તો ખાસ તેમના માટે ઘણી Best Post Office Schemes છે અને તેમાંથી એક ખાસ છે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ, જેમાં ઓછા સમયમાં જ રોકાણ પર વધારે વ્યાજ ઓફર કરવામાં આવે છે. આવો જાણીએ તેમાં રોકાણ કરવાની રીત અને ફાયદાઓ વિશે. 

સરકાર આપી રહી છે 7.5%નું વ્યાજ 
પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત મહિલાઓ માટે સ્પેશિયલ સ્કીમ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ તે સરકારી યોજનાઓમાં શામેલ છે જેમાં શાનદાર વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. 

તેમાં ઓછા સમય માટે ઈન્વેસ્ટ કરીને પણ મહિલાઓ સારૂ રિટર્ન મેળવી શકે છે. વ્યાજની વાત કરવામાં આવે તો આ સરકારી સ્કીમમાં રોકાણ પર સરકાર દ્વારા 7.5 ટકા સુધીનું વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. 

બે વર્ષ માટે લગાવવા પડશે પૈસા 
આ સ્કીમ વિશે ડિટેલમાં જણાવીએ તો આ એક સ્મોલ સ્કીમ છે જેમાં રોકાણકાર મહિલાઓને ફક્ત બે વર્ષ માટે ઈન્વેસ્ટ કરવું પડે ચે અને તેમાં રોકાણની મહત્તમ મર્યાદા 2 લાખ રૂપિયા છે. 

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2023માં સ્ટાર્ટ કર્યું હતું અને પોતાના બેનેફિટ્સના કારણે આ ઓછા સમયમાં જ પોસ્ટ ઓફિસની સૌથી લોકપ્રિય યોજનાઓમાંથી એક બની ચુકી છે. 

10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીનું એકાઉન્ટ 
મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સરકાર દ્વારા સંચાલિત આ પ્રકારના પોસ્ટ ઓફિસ સ્કીમ્સ મહત્વની ભુમિકા નિભાવી રહી છે. મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ પર 7.5 ટકાનું જારદાર વ્યાજ આપવામાં આવી રહ્યું છે. પરંતુ તેમાં રોકાણ પર ઈનકમ ટેક્સની કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ મળે છે. આ સ્કીમની એક બીજી ખાસ વાત એ છે કે તેને 10 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરની બાળકીઓ માટે પણ ખોલાવી શકાય છે. 

વધુ વાંચો: રોકાણકારો એલર્ટ! CEOના રાજીનામાં બાદ કંપનીના શેર 40 ટકા ગગડી શકે, 'બંધન'માં ન રહેતા

આ રીતે મળશે 2 લાખ પર 30000નો ફાયદો 
Mahila Samman Saving Certificate સ્કીમમાં મળતા વ્યાજનું કેલક્યુલેશન જોઈએ તો આ યોજના હેઠળ બે વર્ષના રોકાણ પર 7.5 ટકાનું વ્યાજ મળી રહ્યું છે અને તેમાં જો કોઈ મહિલા રોકાણકાર 2 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો પછી પહેલા વર્ષમાં તેને મળતા વ્યાજની રકમ 15,000 રૂપિયા અને તેના બીજા વર્ષે કુલ રકમ પર નક્કી ઈન્ટરેસ્ટ રેટના ટકાથી મળતું વ્યાજ 16,125 રૂપિયા બની જાય છે. એટલે કે બે વર્ષના સમયમાં ફક્ત 2 લાખ રૂપિયાના રોકાણ પર કુલ રિટર્ન 31,125 રૂપિયા થઈ જાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ