બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Possibility of cold voting in Gujarat in summer heat

લોકસભા ચૂંટણી 2024 / ઉનાળાની ગરમીમાં ગુજરાતમાં ઠંડા મતદાનની શકયતા, પક્ષોએ આદરી તૈયારી, સવાર-સાંજનો મેગા પ્લાન તૈયાર

Vishal Khamar

Last Updated: 02:12 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 1996 બાદ પ્રથમ વખતમા ગુજરાતમાં મે મહિનામાં લોકસભાની ચૂંટણીનુ મતદાન યોજાવા જઇ રહ્યુ છે. એપ્રિલ માસના બીજા સપ્તાહથી ગુજરાતના તમામ શહેરો અને જીલ્લામાં ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે ગરમીથી શાળાઓમાં ઉનાળુ વેકેશનના માહોલને ઘ્યાનમાં લઇને મતદાનને લઇને હવે રાજકીય પક્ષો પણ ચિંતામાં મુકાઇ ગયા છે.

એપ્રિલ માસમાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ રાજકોટ સુરત અને મોટા શહેરો સાથે ગ્રામ્ય વિસ્તારમાં બપોરના 12 વાગ્યાથી સાંજના 5 કલાક સુઘી કોઇ વગર કામે નિકળતુ નથી અને રોડ રસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા હોય છે. ત્યારે વર્તમાન પરિસ્થિતીને અને ગરમીને ઘ્યાનમાં રાખીને હવે રાજકીય પક્ષો પણ મતદાન માટે ચિંતિત બન્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હમેંશા શિયાળાની સિઝનમાં હોય છે. ત્યારે બપોરના સમયે લોકો મતદાન કરવા માટે પહોંચતા હોય પરંતુ મે મહિનામાં ગુજરાતમાં વિપરીત પરિસ્થિતિ હોવાના કારણે હવે તો રાજકીય પક્ષના આગેવાનો ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ મતદાનને લઈને ચિંતિત બન્યા છે.

મતદાન મથકમાં ગરમીથી પરેશાની ન થાય તે માટે પણ ખાસ વ્યવસ્થાની માંગ

ગુજરાત ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ પક્ષ દ્વારા વધુમાં વધુ મતદાન 12:00 વાગ્યા સુધી છે થઈ જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષે પણ 12:00 વાગ્યા પહેલા મતદાન થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે આમ બપોરે ભારે ગરમીના કારણે બંને પક્ષો હવે ચિંતિત બન્યા છે સાથે જ કોંગ્રેસ અને ભાજપ દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે મતદાન મથક ઉપર પાણીની વ્યવસ્થા અને છાંયડા માટે મંડપની વ્યવસ્થા હોવી જરૂરી છે જ્યારે આ તમામ વ્યવસ્થા અગાઉથી જ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે આમ કોઈપણ મતદારને મતદાન કરતી વખતે અને મતદાન મથકમાં ગરમીથી પરેશાની ન થાય તે માટે પણ ખાસ વ્યવસ્થાની માંગ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી છે. 

વધુ વાંચોઃ 26 લોકસભા અને 5 વિધાનસભા બેઠક માટે ચૂંટણીપંચે જાહેરનામું કર્યું પ્રસિદ્ધ, એક ક્લિકમાં જાણો તમામ વિગત

ભારે ગરમીમાં મતદાનને લઈને રાજકીય પક્ષો પણ ચિંતિત બન્યા

આમ તમામ રાજકીય પક્ષો પોતાની તરફી વધુમાં વધુ મતદાન થાય તે રીતનું આયોજન અત્યારથી જ કરી રહ્યા છે. પરંતુ પાંચમીના રોજ રવિવાર 6 તારીખે સોમવાર અને 7 મે  રોજ મતદાનનો દિવસ છે. જ્યારે 7 મે ના રોજ ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને જાહેર રજા  જાહેર કરવામાં આવી છે. ઉપરાંત ઉનાળાનો વેકેશન હોવાથી પણ ત્રણ દિવસ સળંગ રજાનો સંયોગ બને છે. ત્યારે હવે આ રજાનો માહોલ અને ભારે ગરમીમાં મતદાનને લઈને રાજકીય પક્ષો પણ ચિંતિત બન્યા છે ત્યારે કેટલું મતદાન ભરપૂર ગરમીમાં થશે તે જોવાનું રહ્યું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ