બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પ્રદૂષણથી બળતરા અને હ્રદયમાં સોજા આવે છે! રિસર્ચમાં થયો ઘટસ્ફોટ, થઈ જજો સાવધાન
Last Updated: 09:53 AM, 18 November 2024
જે લોકોને હાર્ટની સમસ્યા છે તે લોકોના સ્વાસ્થ્ય પર હવાના પ્રદૂષણની સૌથી ખરાબ અસર થાય છે. આવા લોકો બદલાતા વાતાવરણ સાથે જલ્દીથી એડજસ્ટ કરી શકતા નથી અને આની ગંભીર અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે.
ADVERTISEMENT
હવાનું પ્રદૂષણ
ADVERTISEMENT
વાત કરીએ રાજધાનીની તો દિલ્હીમાં હવાનું પ્રદૂષણ સૌથી વધારે છે. દર વર્ષે ઠંડીની શરૂઆત થતાંની સાથે જ હવાના પ્રદૂષણની વ્યાપક અસર પડવાની શરૂ થઈ જાય છે જેના લીધે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકો હાર્ટની સમસ્યાથી પીડાય છે તે લોકોએ હવાના સ્તરની બદલાતી ગુણવત્તા સામે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
હાર્ટમાં બળતરા વધી જાય છે
તે રિસર્ચમાં સામે આવ્યું છે કે હાર્ટ ફેઈલ, કોરોનરીને લગતા રોગ,અસ્થમા અને સીઓપીડી જેવી સમસ્યાઓ સામે પીડાઈ રહેલા લોકો પર હવાના પ્રદૂષણની ખૂબ ગંભીર અસર થાય છે. નિમ્ન સ્તરે હવાની ક્વોલિટી જતાં હાર્ટમાં બળતરા વધી જાય છે કે સોજો પણ વધી શકે છે.
વધુ વાંચો: સવારે પીળો પેશાબ એટલે આ અંગમાં ખરાબીનો સંકેત, તાત્કાલિક થઈ જજો સતર્ક
બદલાતા વાતાવરણમાં સેટ નથી થઈ શકતા
જે લોકો હાર્ટની બીમારીથી પીડાય છે અને જેને આ બીમારી નથી તેવા બનેં પ્રકારના લોક પર રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું અને તેના પરથી એવું તારણ આવ્યું છે કે જે લોકો હાર્ટની સમસ્યાથી પીડાય છે તે લોકો વાતાવરણમાં થતાં બદલાવ સાથે જલ્દીથી નથી સેટ થઈ શકતા. રિસર્ચમાં થયેલા અલગ-અલગ બલ્ડ સેમ્પલ પરથી સામે આવ્યું કે જે લોકોને હાર્ટની બીમારી છે તેવા લોકોને ઠંડીની ઋતુમાં કે વાતાવરણમાં થોડો પણ ફેરફાર થતાં છાતીમાં બળતરા કે પછી સોજા આવી શકે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.