ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં શહેર ભાજપ મંત્રીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું? જાણો ક્યાં અને કેમ
Last Updated: 09:53 AM, 1 December 2025
ADVERTISEMENT
જામનગર જિલ્લાના જામજોધપુરમાંથી દુઃખદ સમાચાર મળ્યા છે. શહેર ભાજપ મંત્રી તરીકે કાર્યરત પરેશ બકોરીએ ગતરોજ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર શહેર તથા રાજકીય વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ADVERTISEMENT
આપઘાતનું કારણ હજુ અકબંધ
મળતી માહિતી મુજબ પરેશ બકોરીએ કોઇક કારણસર માનસિક તણાવમાં આવી આપઘાતનું પગલું ભર્યું હોવાની પ્રાથમિક અટકળ છે. જોકે આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને કબજામાં લઈ વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT

પોલીસે ઘટનાને લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી
ADVERTISEMENT
પોલીસે આ ઘટનાને લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પરેશ બકોરીએ આત્મહત્યાનો નિર્ણય શેના કારણે લીધો તેની સાચી હકીકત બહાર લાવવા માટે તેમના પરિવારજનો, નજીકના સાથીઓ તથા કાર્યકરો પાસેથી નિવેદન લેવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ, મામલો પહોંચ્યો મેનેજમેન્ટમાં
પરેશ બકોરીના અચાનક અવસાનથી ભાજપ કાર્યકરો તથા સમુદાયજનોમાં ભારે શોક ફેલાયો છે. શહેરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને અનેક લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઘટનાની વધુ વિગતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.