ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / political circles abuzz as karnataka cm bs yediyurappa calls in delhi

રાજકારણ / ફરી નવા-જૂની કરવાની તૈયારીમાં ભાજપ! આ મુખ્યમંત્રીને તાબડતોબ દિલ્હી બોલાવાયા

Published By: Mayur

Last Updated: 02:09 PM, 16 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની અટકળો વચ્ચે યેદીયૂરપ્પાએ આવી કોઈ ચર્ચા થઈ હોવાની વાત નકારી હતી પરંતુ દિલ્લી બોલાવવામાં આવ્યા હોવાનું સ્વીકાર્યું હતું.

ADVERTISEMENT

ઉત્તરાખંડ બાદ કર્ણાટકમાં બદલાવની સંભાવના
મુખ્યમંત્રી યેદીયૂરપ્પાને દિલ્લી બોલાવવામાં આવ્યા 
ભાજપનાં અધ્યક્ષ જે પી નડ્ડા સાથે કરી શકે છે મુલાકાત

તાજેતરમાં ઉત્તરાખંડમાં થયા હતા ફેરફારો 
ઉત્તરાખંડ બાદ હવે કર્ણાટકમાં પણ પરિવર્તનની અટકળો શરૂ થઈ ગઈ છે. યેદિયુરપ્પા મંત્રીમંડળમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. સંભવિત છે કે આ જ કારણથી કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. યેદિયુરપ્પા આજે સાંજે પાંચ વાગ્યા સુધી દિલ્હી પહોંચશે. દિલ્લી તેઓ ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાને મળે તેવી સંભાવના છે. 

યેદિયુરપ્પાએ નકારી શક્યતાઓ
જો કે, કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ આવી શક્યતાઓ નકારી દીધી હતી. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતાઓ સાથે બેઠક બાદ આ સંદર્ભે કોઈપણ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન સાથે વાતચીત કરવા માટે તેમજ રાજ્યના વિકાસ, સિંચાઈ પ્રોજેક્ટ્સ અને અન્ય મુદ્દાઓ પર કેન્દ્રીય મંત્રિઑને મળવા માટે દિલ્લી જઈ રહ્યા છે.

કાવેરી નદી પર પરિયોજના માટે કરી શકે છે માંગ 
જો કે આ મુલાકાતમાં યેદિયુરપ્પા વડાપ્રધાન અને અન્ય મંત્રીઓ સાથે મળીને કાવેરી નદી પર મેકેદાતું પરિયોજીના માટે કેન્દ્ર સરકારની મંજૂરીની માંગ કરી શકે છે તેવી સંભાવનાઓ પણ છે. તેમણે જણાવ્યું હતું કે મે વડાપ્રધાન પાસે મુલાકાત કરવા અને સમય ફાળવવા માટે વિનંતી કરી છે ત્યાર બાર હું શનિવારે પરત ફરીશ. 

 

    
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP politics yediyurappa ભાજપ રાજકારણ politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ