બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરમાં જાહેર મંચ પરથી પરસોત્તમ સોલંકીના નિવેદનને કારણે રાજકીય માહોલ ગરમાયો
Last Updated: 06:39 PM, 27 April 2026
ભાવનગર જિલ્લામાં રાજકીય તણાવ ફરી એકવાર સપાટી પર આવ્યો છે, જ્યારે રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા મહુવા વિસ્તારના ધારાસભ્ય શિવા ગોહિલ પર જાહેર મંચ પરથી કરાયેલા કટાક્ષભર્યા નિવેદનનો વીડિયો વાયરલ થયો છે.
ADVERTISEMENT
સમૂહ લગ્નોત્સવના કાર્યક્રમ દરમિયાન મંત્રી સોલંકીએ ધારાસભ્ય શિવા ગોહિલની ગેરહાજરી મુદ્દે ખુલ્લેઆમ ટકોર કરી હતી. તેમણે જણાવ્યું કે સમાજના મહત્વપૂર્ણ પ્રસંગોમાં જનપ્રતિનિધિઓની હાજરી આવશ્યક છે. “સમાજે તમને જીતાડ્યા છે, અને તમે ચૂંટણી સમયે જ લોકો પાસે આવો છો,” એમ કહી તેમણે ગોહિલ પર પરોક્ષ પ્રહાર કર્યો હતો.
આગળ તેમણે વધુ કડક શબ્દોમાં કહ્યું કે જો કોઈ જનપ્રતિનિધિ સમાજથી દુર રહે તો સમાજ પણ તેને ભૂલી શકે છે. “સમાજને ભૂલી જશો તો તમારાથી નુગરો કોઈ નહીં,” એમ કહી તેમણે પોતાના સંદેશને વધુ તીવ્ર બનાવ્યો હતો.
ADVERTISEMENT
આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વીડિયો ઝડપથી ફેલાતાં વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો સોલંકીના નિવેદનને યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક તેને આંતરિક રાજકીય મતભેદનું પ્રદર્શન કહી રહ્યા છે.
આ પણ વાંચોઃ મૃતકના પરિવારજનને માર મારતા AAPના MLA ચૈતર વસાવા, કહ્યું '' પૈસા ઉઘરાવવા...''
ADVERTISEMENT
આ ઘટનાએ ભાવનગર તેમજ મહુવા વિસ્તારમાં રાજકીય ચર્ચાઓને તેજ કરી છે. આવનારા સમયમાં આ વિવાદ શું વળાંક લે છે તે જોવાનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.