બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મૃતકના પરિવારજનને માર મારતા AAPના MLA ચૈતર વસાવા, કહ્યું '' પૈસા ઉઘરાવવા...''

બનાવ / મૃતકના પરિવારજનને માર મારતા AAPના MLA ચૈતર વસાવા, કહ્યું '' પૈસા ઉઘરાવવા...''

Priyankka Triveddi

Last Updated: 05:56 PM, 27 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ થપ્પડ મારતા વિવાદ વકર્યો છે. શું છે આ સમગ્ર મામલો વાંચો વિગતે..,

Bharuch AAP MLA Controversy: ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં આગની ઘટનાને લઈને નવો વિવાદ ઊભો થયો છે. જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને મૃતકના પરિવારજનો વચ્ચે અથડામણ થઈ. ચર્ચા દરમિયાન ધારાસભ્ય દ્વારા પરિવારના સભ્યને થપ્પડ મારવાનો બનાવ સામે આવતા મામલો વધુ ગરમાયો છે.

ભરૂચમાં ધારાસભ્ય અને મૃતક પરિવાર વચ્ચે અથડામણ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં થયેલી આગની ઘટનાના પગલે એક નવી વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા મૃતકના પરિવારજનોને ન્યાય અપાવવા કંપની પર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ સ્થિતિ તંગ બની ગઈ હતી. ચર્ચા દરમિયાન ધારાસભ્ય અને મૃતકના પરિવારજનો વચ્ચે તીખી તકરાર થઈ જે બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

આગની ઘટનાના પીડિતોને લઈને થયો વિવાદ

માહિતી મુજબ ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી। જેમાં બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે લગભગ 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં મૃતક રાકેશ વસાવાના પરિવારજનોને કંપની દ્વારા ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે કંપની અને પરિવારજનો વચ્ચે પહેલેથી જ સુખદ સમાધાન થઈ ચૂક્યું હતું. તેમ છતાં આ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં પહોંચતા પરિસ્થિતિ ફરી તંગ બની ગઈ હતી.

ચૈતર વસાવા અને પરિવાર વચ્ચે ઉગ્ર તકરાર

ઘટના દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા અને મૃતકના પરિવારજનો વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો હતો. આ દરમિયાન ગુસ્સામાં આવી ચૈતર વસાવાએ મૃતકના પરિવારના એક સભ્યને થપ્પડ મારી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ ત્યાં હાજર લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ત્યારબાદ મૃતકના પરિવારના એક સભ્યએ પણ પ્રતિક્રિયા સ્વરૂપે ધારાસભ્ય પર હુમલો કર્યો હતો. જેના કારણે પરિસ્થિતિ વધુ બગડી ગઈ હતી.

પરિવારના સભ્યોના આક્ષેપ

મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક સભ્ય રોશન વસાવાએ ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું કે ચૈતર વસાવા માત્ર પૈસા ઉઘરાવવા માટે કંપની પર આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર કંપની અને પરિવાર વચ્ચે પહેલેથી જ સમાધાન થઈ ગયું હતું અને તેઓએ કોઈને બોલાવ્યા નહોતાં. છતાં પણ ધારાસભ્ય ત્યાં આવી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આ ઘટનાને રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદના મેઘાણીનગરમાં સગીરે ગળેફાંસો ખાધો, માંગરોળની યુનિ.માં વિદ્યાર્થીનો

ઘટનાએ ઉભા કર્યા પ્રશ્નો, રાજકીય ગરમાવો વધ્યો

આ સમગ્ર ઘટનાએ ભરૂચમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે. એક તરફ ધારાસભ્યના વર્તનને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, તો બીજી તરફ આક્ષેપ-પ્રત્યારોપનો દોર પણ શરૂ થયો છે. આગની ઘટનાથી પીડિત પરિવારોને ન્યાય મળવો જરૂરી છે. પરંતુ આ પ્રકારની અથડામણો સ્થિતિને વધુ જટિલ બનાવે છે. હાલમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને આગામી દિવસોમાં વધુ રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AAP MLA clash Chaitar Vasava Incident Bharuch MLA Slap Controversy
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ