બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના મેઘાણીનગરમાં સગીરે ગળેફાંસો ખાધો, માંગરોળની યુનિ.માં વિદ્યાર્થીનો

દુઃખદ / અમદાવાદના મેઘાણીનગરમાં સગીરે ગળેફાંસો ખાધો, માંગરોળની યુનિ.માં વિદ્યાર્થીનો

Vishal Khamar

Last Updated: 05:13 PM, 27 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજે આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ અને સુરતમાં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં એક સગીરે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી મળી છે. મૃતકની ઓળખ પૃથ્વીસિંહ રાજપૂત તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ પૃથ્વીસિંહે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ઘટનાએ વિસ્તારમાં શોકનું માહોલ ઉભું કર્યો છે. ખાસ વાત એ છે કે આત્મહત્યા કરતા પહેલા સગીરે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે પોતાના આ પગલાં પાછળના કારણો વિશે ઉલ્લેખ કર્યો છે.

ગંભીર આરોપ લગાવ્યા

વીડિયોમાં પૃથ્વીસિંહે જણાવ્યું હતું કે એક બૂટલેગર દ્વારા તેને લાંબા સમયથી માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો. વીડિયોમાં “માનવ” નામના વ્યક્તિ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે તે સતત હેરાનગતિ અને દબાણ કરતો હતો. જેના કારણે સગીર માનસિક રીતે તૂટી ગયો હતો.

પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસે વીડિયોને પણ પુરાવા તરીકે કબજે લઈને તેની તપાસ હાથ ધરી છે. ઉપરાંત આરોપી તરીકે નામ સામે આવેલા વ્યક્તિ અંગે પણ વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

વધુ વાંચોઃ સુરતમાં બંદૂકની અણીએ SBI બેંકમાં લૂંટ, 4 શખ્સો કર્મચારીઓને બંધક બનાવી 50 લાખ લઈને છૂમંતર

બુટલેગર સામે કાર્યવાહીની માંગ

પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કેસની વિગતવાર તપાસ કરવામાં આવશે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના ફરી એકવાર સમાજમાં વધતા માનસિક દબાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ખતરાને ઉજાગર કરે છે. સ્થાનિક લોકોએ પણ આ મામલે કડક પગલાં લેવા માટે માંગ ઉઠાવી છે.

વિદ્યાર્થીના આપઘાતનું કારણ હજુ અકબંધ

સુરતના માંગરોળની પી.પી.સવાણી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. ધામરોડ ગામે આવેલી યુનિવર્સિટીની હોસ્ટેલમાં 9 માં માળેથી વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હતી. મૂળ આંધ્રપ્રદેશના પવન પેન્ડલા નામના 19 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હતું. વિદ્યાર્થીના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. કોસંબા પોલીસે પરિવારને જાણ કરીને કાર્યવાહી આગળ વધારી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Prithvi Singh Rajput Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ