બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં બંદૂકની અણીએ SBI બેંકમાં લૂંટ, 4 શખ્સો કર્મચારીઓને બંધક બનાવી 50 લાખ લઈને છૂમંતર

BIG BREAKING / સુરતમાં બંદૂકની અણીએ SBI બેંકમાં લૂંટ, 4 શખ્સો કર્મચારીઓને બંધક બનાવી 50 લાખ લઈને છૂમંતર

Vishal Khamar

Last Updated: 05:02 PM, 27 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે બંદૂકની અણીએ રૂપિયા 50 લાખની સનસનાટી ભરી લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આજે ધોળા દિવસે એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. માહિતી મુજબ State Bank of India (SBI)ની શાખામાં અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે.

લૂંટારૂઓ હથિયાર સાથે બેંકમાં ઘુસ્યા

પ્રાથમિક માહિતી મુજબ ચાર જેટલા અજાણ્યા લૂંટારૂઓ હથિયારો સાથે બેંકમાં ઘૂસ્યા હતા. લૂંટારૂઓએ અંદર હાજર કર્મચારીઓને ધમકાવીને બંધક બનાવી લીધા અને તિજોરીમાંથી મોટી રકમ લઈ ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના દરમિયાન બેંકમાં હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

cctv ફૂટેજની તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને ઘેરીને તપાસ હાથ ધરવામાં આવી છે. Gujarat Police દ્વારા આસપાસના CCTV ફૂટેજ એકત્રિત કરવામાં આવી રહ્યા છે જેથી આરોપીઓની ઓળખ કરી શકાય.

આ પણ વાંચોઃ સુરતમાં બાળકો સહિત 11 લોકો લિફ્ટમાં ફસાયા, ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરીને બચાવ્યાં

પોલીસે ટીમો બનાવી તપાસ શરૂ કરી

હાલ પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને લૂંટમાં સામેલ આરોપીઓ કોણ છે તે અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. શહેરમાં આ ઘટનાને કારણે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Police Surat Surat News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ