બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Police on high alert across Gujarat before the 31th

કાર્યવાહી / થર્ટીફસ્ટ પહેલા ગુજરાતભરમાં પોલીસ હાઈઍલર્ટ: અમદાવાદ-વલસાડ સહિત જુઓ ક્યાં-ક્યાં દારૂ ઝડપાયો

Dinesh

Last Updated: 08:33 PM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થર્ટીફસ્ટ પહેલા ગુજરાતભરમાં પોલીસ હાઈઍલર્ટ: વલસાડમાં 3 લક્ઝરી કારમાંથી 300 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, અમદાવાદમાં PCBની ટીમે વસ્ત્રાપુરમાં દરોડા પાડ્યા, નડિયાદમાં સ્ટેટ વિજિલન્સની ટીમે દારૂ કબજે કર્યો

  • વલસાડ જિલ્લા પોલીસ 31 ડિસેમ્બેરને લઇ સતર્ક 
  • અમદાવાદમાં PCBની ટીમે વસ્ત્રાપુરમાં પાડ્યા દરોડા
  • લુણાવાડાની કોલેજમાં દારૂની મહેફિલ યોજાઈ


ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેક વાર દારૂની રેમલછેલ જોવા મળે છે આવતી કાલે 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પહેલા બૂટલેગરો સક્રિયા થયા છે 31 ડિસેમ્બને યાદગાર બનાવવા ડીજેના તાલે ઝૂમી તેમજ દારૂની રેમલછેલ કરતા લોકોને લઈને પોલીસ પહેલાથી જ અલર્ટ બની ગઈ છે તો બીજી તરફ ગુજરાતમાં દારુ ઘૂસાડવા માટે પણ બૂટલેગરો પણ અવનવી તરકીબો અજમાવતા જોવા મળે છે ત્યારે પોલીસ એક્શન મોડમાં છે.

વલસાડ જિલ્લા પોલીસ 31 ડિસેમ્બેરને લઇ સતર્ક 
વલસાડ જિલ્લા પોલીસ 31 ડિસેમ્બેરને લઇ સતર્ક થઈ ગઈ છે. થર્ટી ફસ્ટ અને નવા વર્ષને લઈ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. રૂરલ પોલીસે બુટલેગરોની 3 લક્ઝરી કારમાંથી 300 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. 6 લાખનો જેટલો મુદ્દામાલ વલસાડ રૂરલ પોલીસે જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં PCBની ટીમે વસ્ત્રાપુરમાં પાડ્યા દરોડા
અમદાવાદમાં PCBની ટીમે વસ્ત્રાપુરમાં દરોડા પાડ્યા છે. દારૂના જથ્થા સાથે ફ્લેટમાંથી 3 શખ્સને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી નિખિલના ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. દારૂ ઉપરાંત કારતૂસ પણ કબજે કરી લેવામાં આવ્યા છે. સચિન, ભલારામ અને નિખિલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે, નિખિલ દિક્ષિતની અગાઉ હત્યા કેસમાં પણ સંડોવણી છે. 

લુણાવાડાની કોલેજમાં દારૂની મહેફિલ યોજાઈ
લુણાવાડાની કોલેજમાં દારૂની મહેફિલ યોજાઈ છે. પી.એન.પંડ્યા કોલેજના ગ્રાઉન્ડમાં રાત્રી દરમિયાન યોજાયેલી મહેફિલનો વીડિયો વાયરલ થયો છે. કોલેજના ગ્રાઉન્ડમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદીનું સેન્ટર છે. ગાંધીનગર અને હિંમતનગરથી કર્મચારીઓ કોલેજ ગ્રાઉન્ડમાં ડાંગર તોલવા આવ્યા હતા. દારૂ અને બિયર હાથમાં રાખીને ફરતાનો વીડિયો વાયરલ થયો છે. કર્મચારીઓ ગાડીના બોનેટ પર નશો કરતા પણ જોવા મળ્યા છે.

નડિયાદમાં સ્ટેટ વિજિલન્સની ટીમે દારૂ કબજે કર્યો
નડિયાદ તાલુકાના આખડોલ ગામમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. 31મી ડિસેમ્બરની ઉજવણી પહેલા મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે. ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમે દારૂ કબજે કર્યો છે. દારૂ સાથે પોલીસે એક શખ્સની પણ ધરપકડ કરી છે. 17 લાખનો મુદ્દામાલ અને દારૂ કબજે કર્યો છે. કુલ 6 વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે.

ગીર સોમનાથમાં પોલીસનું સઘન ચેકિંગ
થર્ટી ફસ્ટની ઉજવણી લઈને રાજ્યના સહેલાણીઓ દીવ ખાતે જતા હોય છે ત્યારે પોલીસ પણ સઘન થઈ છે. દીવમાં જતા સહેલાણીઓ થર્ટી ફસ્ટને ઉજવણીમાં દારૂની પાર્ટી પણ કરતા હોય છે ત્યારે ડ્રીન્ક એન્ડ ડ્રાઈવના પણ ઘણા કિસ્સા બનતા હોય છે. જેને રોકવા માટે ગીર સોમનાથ પોલીસે  દીવ અને ઉનાને જોડતા માંડવી ચેક પોસ્ટ પર ચેકિંગ હાથ ધર્યુ છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ