ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સપ્તાહના આ બે વાર ગુજરાત પોલીસ સાંભળશે નાગરિકોની ફરિયાદો, ગૃહરાજ્યમંત્રીએ આપ્યા આદેશ
Last Updated: 06:25 PM, 15 September 2024
ADVERTISEMENT
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને એક મહત્વનો આદેશ કર્યો છે. જે મુજબ હવેથી પોલીસ અધિકારીઓ સામાન્ય નાગરિકોની ફરિયાદોને સાંભળશે. દર સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે
ADVERTISEMENT
પોલીસ અધિકારીઓ સાંભળશે નાગરિકોની ફરિયાદ
નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ લાવવા વ્યવસ્થા ગોઠવાશે તેમજ તાત્કાલિક અસરથી અમલવારી માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશનકને સૂચના અપાઈ છે. અત્રે જણાવીએ કે, અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા પોલીસ અધિકારીએ કાર્યક્રમો કે બેઠકો ન યોજના નિર્દેશ કરાયા છે
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતના હવામાનને મેપથી સમજો! આગામી 3 દિવસ કયા જિલ્લામાં ચેતવણી? જાણો લેટેસ્ટ આગાહી

ADVERTISEMENT
હર્ષ સંઘવી દારૂ માફિયાઓને લઈ કર્યું ટ્વીટ
હર્ષ સંઘવીએ દારૂ માફિયાઓને લઈ પણ ટ્વીટ કરી જણાવ્યું છે કે, ગુજરાતમાં ગુનેગાર અને દારૂ માફિયાઓ માટે મોટો ઝાટકો ! ગુજરાત સરકારે અવૈધ દારૂ અને અન્ય ગતિવિધિઓમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનોની લિલામી માટે નવો કાયદો બનાવ્યો! જેના ફાયદામાં જણાવ્યું છે કે, 1. પુનઃપ્રાપ્ત થયેલી રકમ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના કલ્યાણ માટે ઉપયોગમાં લેવાશે.. 2. પોલીસ સ્ટેશનો અને અન્ય સરકારી જમીનને મુક્ત અને સ્વચ્છ બનાવવામાં મદદ. 3. વર્ષો સુધી પડેલા વાહનો ભંગારમાં ફેરવાઈ જાય છે, જે રાષ્ટ્રીય સંપત્તિની નષ્ટી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ