બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Police arrested the accused car owner Mayur Patel in the Bhopal hit and run case

અમદાવાદ / બોપલ હિટ એન્ડ રન કેસમાં ફરાર કાર માલિક મયુર પટેલની ધરપકડ, દારૂ પીધા અંગે મોટો ખુલાસો, ખુદ કરી કબૂલાત

Dinesh

Last Updated: 09:07 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોપલ હિટ એન્ડ રન કેસમાં આરોપી કાર માલિક મયુર પટેલની પોલીસે ધરપકડ કરી છે, મયુર પટેલે દારૂનો નશો કર્યો હોવાની કબૂલાત કરી

  • બોપલ હિટ એન્ડ રન કેસમાં આરોપીની ધરપકડ
  • આરોપી કાર માલિક મયુર પટેલની પોલીસે ધરપકડ કરી
  • આરોપી મયુર પટેલે દારૂનો નશો કર્યો હોવાની કબૂલાત કરી

અમદાવાદના બોપલ ઘુમા રોડ પર ગઈકાલે હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. એક કાર ચાલક મુખ્ય રોડ પરથી પચીસેક ફૂટ અંદર મેદાનમાં આવી ગયો હતો અને ત્યાં કસરત કરી રહેલા વૃદ્ધને અડફેટે લીધો હતો. જેનાથી ઇજાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ કાર ઝાડીમાં જઈને ફસાઈ ગઈ હતી. જે કારમાં દારૂની બોટલો પડી હોવાનું લોકોએ જણાવ્યું હતું. જે બાદ તે કારના માલિક મયુર પટેલના દારૂની પાર્ટી કરતાના ફોટા સામે આવ્યા હતા. આજે પોલીસે આરોપી કાર માલિક મયુર પટેલની ધરપકડ કરી છે

આરોપી કાર માલિક મયુર પટેલની પોલીસે ધરપકડ કરી
બોપલ હિટ એન્ડ રન કેસમાં કાર માલિક મયુર પટેલની પોલીસે ધરપકડ કરી છે. મયુર પટેલ દારૂનો નશો કર્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. અકસ્માત કર્યા બાદ મયુર પટેલ ફરાર થઈ ગયો હતો. કાર ચાલક મયુરએ ધુમાં રોડ પર અકસ્માત કરી વૃદ્ધને અડફેડે લીધા હતા. જેમાં વૃદ્ધ કાળુભાઈનું ધટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કાર માલિક મયુર પટેલની ગાડીમાંથી પોલીસને દારૂની બોટલ પણ મળી હતી. મયુર પટેલ મિત્રો સાથે દારૂની પાર્ટી માણતો હોવાના ફોટા પણ વાયરલ થયા હતા. પોલીસે કાર માલિક મયુર પટેલનું મેડિકલ કરાવી વધુ તપાસ શરૂ કરી છે.

હિટ એન્ડ રનનો સમગ્ર કેસ
બોપલ ઘુમા રોડ પર આવેલા લાલ ગેબી આશ્રમ પાસે ગઈ કાલે વહેલી સવારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પુરઝડપે આવેલી કાર મુખ્ય રોડથી પચીસેક ફૂટ અંદર મેદાનમાં ધસી આવી હતી અને ત્યાં મેદાનમાં કસરત કરી રહેલા કાળુભાઇ રાખોલીયાને અડફેટે લીધા હતા. કાર એટલી સ્પીડમાં હતી કે રોડથી પચીસ ફૂટ અંદર ઝાડીઓમાં જતી રહી હતી જોકે કાળુભાઇ સાથે RSSની શાખામાં આવનાર લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં કારમાં ફસાયેલા લોકોને બચાવવા તમામ લોકો દોડ્યા પણ ઝાડીમાં ગાડી ઘુસી જતા અંદર રહેલા લોકોને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કઢાયા હતાં. લોકોનો આરોપ હતો કે કાર ચાલક અને તેની સાથેના લોકો ગાડી મૂકી ફરાર થઇ ગયા કેમકે અંદર દારૂની બોટલો પડી હતી. 

મયુર પટેલના પાર્ટી કરતા ફોટો વાયરલ થયા હતા
ગઈ કાલે હિટ એન્ડ રન મામલે મોટો ખુલાસો સામે આવ્યો હતો. કાર માલિક મયુર પટેલના પાર્ટી કરતાના ફોટો આવ્યા વાયરલ થયા હતા. મયુર પટેલ મિત્રો સાથે દારૂની પાર્ટી માણતા હોવાના ફોટો વાયરલ થયા હતાં. મયુર પટેલે અકસ્માત પહેલા પાર્ટી કરી હોવાનું જાણવા મળ્યું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ