બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / pmc bank depositors delegation will meet manmohan singh in mumbai today

નિવેદન / મોદી સરકાર પર મનમોહન સિંહ તાડુક્યા, કહ્યું વિકાસનું ડબલ એન્જિન મોડલ ફેલ છે

Published By: Krupa

Last Updated: 03:15 PM, 17 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસ નેતા મનમોહન સિંહે કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યમાં એક પાર્ટીની સરકાર વાળા વિકાસનું ડબલ એન્જીન મૉડલ ફેલ થઇ ગયું છે. એમને સંકટગ્રસ્ત પંજાબ અને મહારાષ્ટ્ર કોઑપરેટિવ બેંકના પરેશાન 16 લાખ જમાકર્તાઓને રાહત આપવા માટે સરકારને તત્કાળ પગલું ભરવાની માગણી કરી છે.

  • મુંબઇમાં પીએમસી ખાતાધારકો અને વેપારીઓની વચ્ચે બોલ્યા મનમોહન 
  • એમને કહ્યું કે રાજ્ય અને કેન્દ્રમાં એક પાર્ટી સરકારનું મૉડલ ફેલ 
  • પીએમસી ખાતાધારકોને રાહત આપવા માટે સરકાર પગલું ભરે

પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસ નેતા મનમોહન સિંહે કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યમાં એક પાર્ટીની સરકાર વાળા વિકાસનું ડબલ એન્જીન મૉડલ ફેલ થઇ ગયું છે, જેનું ભાજપ વોટ માટે ખૂબ ચર્ચા કરતું રહ્યું છે. મહારાષ્ટ્ર આર્થિક સુસ્તીથી સૌથી વધારે પ્રભાવિત છે. રાજ્યની મેન્યુફેક્ચરિંગ ગ્રોથ રેટ સતત ચાર વર્ષથી ઘટી રહ્યો છે. 

એમને કહ્યું કે ચીનના માલના કારણે મહારાષ્ટ્રમાં પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ પર વિપરીત અસર પડી રહી છે અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ઘટાડો થઇ રહ્યો છે. 

પીએમસી ખાતાધારકોને રાહત આપવા માટે સરકાર ઊઠાવે પગલું
એમને સંકટગ્રસ્ત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઑપરેટિવ બેંકના પરેશાન 16 લાખ જમાકર્તાઓને રાહત આપવા માટે સરકારને તત્કાલ પગલું ભરવાની માંગણી કરી છે. મુંબઇમાં પીએમસી ખાતાધારકો સાથે મુલાકાતમાં મનમોહન સિંહે કહ્યું, 'પીએમસીમાં જે થયું એ દુર્ભાગ્યપૂર્ણ છે. મારો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, નાણામંત્રી અને રિઝર્વ બેંકના ગવર્નરને આગ્રહ છે કે આ મામલાને તત્કાળ જોવે અને સાથે મળીને કોઇ વ્યવહારિક સમાધાન નિકાળે કારણ કે 16 લાખ જમાકર્તાઓને રાહત મળે.'

મનમોહન સિંહે કહ્યું, 'આ મેટર સુપ્રીમ કોર્ટની પાસે છે, એટલા માટે હું વધારે કહીશ નહીં, પરંતુ મને ભરોસો છે કે રિઝર્વ બેંક એના માટે કોઇ સમાધાન નિકાળવાનો પ્રયત્ન કરશે અને આશઆ છે કે સરકાર એવું કોઇ પગલું ભરશે, જેનાથી 16 લાખ જમાકર્તાઓને રાહત મળી શકશે.' એમને કહ્યું કે એવા જમાકર્તા જેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવા ખૂબ જ જરૂરી કામ માટે પૈસા જોઇએ, એમને પ્રધાનમંત્રી રાહત કોશથી મદદ કરવી જોઇએ. 

અમે ભૂલ કરી તો મોદી સરકાર એમાથી શીખે
નિર્મલા સીતારમણના નિવેદન પર એમને કહ્યું કે કોંગ્રેસમાં જે થયું એ થયું, કેટલીક નબળાઇઓ હતી, પરંતુ આ સરકારી અમારી નબળાઇઓમાંથી શીખીીને ઇકોનૉમીની સમસ્યાઓથી નિપટવું જોઇએ. , તમે દર વર્ષે એવું કહીને ના બચી શકો કે આ બધું યૂપીએ સરકારનું આપેલું છે. તમે કોઇ સમાધાન નિકાળી શકતા નથી. 

5 વર્ષમાં 5 ટ્રિલિયનની ઇકોનૉમી અશક્ય
5 ટ્રિલિયન ડૉલરની ઇકોનૉમીના સરકારના લક્ષ્ય પર એમને કહ્યું, 'હું પહેલા પણ કહી ચુક્યો છું કે 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનૉમી માટે 10 થી 12 ટકા ગ્રોથ રેટ દર વર્ષે જોઇએ, પરંતુ હવે દર વર્ષે ગ્રોથ રેટ ઓછો થઇ રહ્યો છ, આિએમએફે પણ કહ્યું કે આ વર્ષે માત્ર 6.1 ટકા વધારો થશે.'

કૉર્પોરેટ ટેક્સથી રાહત નથી
વેપારીઓને ફાયદો થાય તો હું સપોર્ટચ કરું છું, પરંતુ સમસ્યા એ છે કે માગમાં ઘટાડો છે અને એને સારી કરવા માટે ઇનડાયરેક્ટ ટેક્સમાં કાપ કરવો જોઇએ. 

બેરોજગારીનું સમાધાન
એમને કહ્યું કે બેરોજગારીનું સમાધાન એ છે રે ઇકોનૉમી ઝડપથી વધે, પરંતુ સ્લોડાઉન છે, એટલા માટે લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીને બચાવવું અને પ્રોત્સાહિત કરવું પડશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Manmohan Singh PMC Bank national પીએમસી બેંક મનમોહન સિંહ મોદી સરકાર Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ