બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:56 PM, 26 December 2025
ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ શુક્રવારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. એક જોરદાર બેટ્સમેન તરીકે આંતરરાષ્ટ્રીય લેવલ પર બિહારના સૂર્યવંશી દરેક ફોર્મેટમાં જોરદાર બેટિંગ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર દર વર્ષે પાંચથી 18 વર્ષની ઉંમરના બાળકોને આપવામાં આવે છે.આ વર્ષે આ એવોર્ડ કુલ 20 બાળકોને આપવામાં આવ્યો છે. જેમાંથી એક 14 વર્ષના વૈભવ સૂર્યવંશી પણ છે. એવોર્ડમાં એક મેડલ, એક લાખ રૂપિયાની કેશ અને 10 હજારના બુક વાઉચર અને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે.
ADVERTISEMENT

26 ડિસેમ્બરને 'વીર બાળ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બહાદુરી, કલા અને સંસ્કૃતિ, પર્યાવરણ, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા અને રમતગમત જેવા ક્ષેત્રોમાં પ્રતિભા દર્શાવતા બાળકોને પ્રધાનમંત્રી 'રાષ્ટ્રીય બાળ પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 જાન્યુઆરી, 2022 ના રોજ શ્રી ગુરુ ગોવિંદ સિંહના જન્મજયંતિ નિમિત્તે, તેમના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહની શહાદતની યાદમાં 26 ડિસેમ્બરને 'વીર બાળ દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વિજય હજારે ટ્રોફી: યુપીના 'લાલ'નો ધમાકો, 60 બોલમાં ખેલી 106 રનની વિસ્ફોટક ઈનિંગ
ADVERTISEMENT
વૈભવ સૂર્યવંશીએ 2025-26 વિજય હજારે ટ્રોફીની પહેલી મેચમાં અરુણાચલ પ્રદેશ સામે 84 બોલમાં 190 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં 16 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા. 2025નું વર્ષ વૈભવ માટે ખૂબ જ સકારાત્મક વર્ષ સાબિત થયું. IPL 2025માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વૈભવે ગુજરાત ટાઇટન્સ સામે સદી ફટકારી. તેણે 35 બોલમાં સદી ફટકારી લીગમાં ભારતીય ખેલાડીની સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો. તેણે IPL 2025માં સાત મેચમાં 252 રન બનાવ્યા.વૈભવે તાજેતરમાં અંડર-19 એશિયા કપમાં સદી ફટકારી હતી. તેણે યુથ ODIમાં પણ સદી ફટકારી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.