બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / વિજય હજારે ટ્રોફી: યુપીના 'લાલ'નો ધમાકો, 60 બોલમાં ખેલી 106 રનની વિસ્ફોટક ઈનિંગ
Last Updated: 02:20 PM, 26 December 2025
ઉત્તર પ્રદેશના કેપ્ટન રિંકુ સિંહે વિજય હજારે ટ્રોફીમાં પોતાનું ફોર્મ જાળવી રાખ્યું છે. આજની મેચમાં તેને શાનદાર સદી ફટકારી હતી. રાજકોટમાં ચંદીગઢ સામેની મેચમાં રિંકુ સિંહે 60 બોલમાં 106 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. જે રિંકુ સિંહનો લિસ્ટ A કરિયરનો બેસ્ટ સ્કોર અને બીજી સદી પણ હતી.
ADVERTISEMENT
What a start from Rinku Singh in the VHT :
— Vipin Tiwari (@Vipintiwari952) December 26, 2025
- 1st match: 67 off 48 balls
- 2nd match: 106 off 60 balls
Captaincy knocks. 👏 pic.twitter.com/wREOM9GWVS
વિજય હજારે ટ્રોફીમાં રિંકુ સિંહે હૈદરાબાદ સામેની પહેલી મેચમાં તેને 48 બોલમાં 67 રન બનાવ્યા હતા. આ મેચમાં તેને 48 બોલમાં 67 રન બનાવ્યા હતા. તો આજે જયારે તેને સદી મારી ત્યારે તે સદી 56 બોલમાં પૂરી કરી હતી.
ADVERTISEMENT

ઉત્તર પ્રદેશના કેપ્ટન રિંકુ સિંહે આ મેચમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ટીમ માટે પાંચમા નંબર પર બેટિંગ કરવા આવેલા રિંકુ સિંહે 176.67 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. જેથી તેમની ટીમનો સ્કોર 367/4 સુધી પહોંચ્યો હતો. જેમાં આર્યન જુયાલે પણ 134 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, રિંકુ સિંહને આગામી T20 વર્લ્ડ કપ ટીમમાં લેવામાં આવ્યો છે. હવે વર્લ્ડ કપની મેચો પહેલા રિંકુ સિંહ શાનદાર ફોર્મમાં હોવાથી સિલેકટર્સ પણ ખુશ થઇ શકે છે. તેના આ ફોર્મના કારણે તેને પ્લેઈંગ 11માં સ્થાન પણ મળી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.