બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ઈશાન કિશનને T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં કેવી રીતે સ્થાન મળ્યું? આર. અશ્વિને જણાવ્યું કારણ
Last Updated: 01:17 PM, 25 December 2025
T20 World Cup 2026: આવતા વર્ષના T20 વર્લ્ડ કપ 2026 માટે BCCIએ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની જાહેરાત થતાંની સાથે જ ચાહકો ચોંકી ઉઠયા. ટીમમાંથી શુભમન ગિલને બહાર કરી દેવામાં આવ્યો, તો લાંબા સમયથી ટીમમાંથી બહાર ચાલી રહેલા ઈશાન કિશનને જગ્યા મળી. ઈશાન કિશનને લાંબા સમયથી સંજુ સેમસન જેવા ખેલાડીઓની સાથે નેશનલ ટીમમાં આગામી મોટા વિકેટકીપર તરીકે જોવામાં આવી રહ્યો હતો. પરંતુ કોઈને કોઈ કોરણોસર તેને ટીમમાં જગ્યા આપવામાં ન આવી. ઇશાન કિશને છેલ્લી ઇન્ટરનેશનલ મેચ 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.
ADVERTISEMENT

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઈશાન કિશનના શાનદાર પ્રદર્શનને કારણે તેની ટીમ ઇન્ડિયામાં વાપસી થઈ છે. આ ખેલાડીએ પોતાની ટીમ ઝારખંડને પહેલી SMAT ટ્રોફી જિતાડી અને 10 મેચમાં 197ના સ્ટ્રાઇક રેટથી 517 રન કરીને ટુર્નામેન્ટ ખતમ કરી. ઘરેલુ લીગમાં તેના આંકડાએ જ તેને નેશનલ ટીમ માટે એક મજબૂત દાવેદાર બનાવી દીધો હતો. ત્યારે હવે નેશનલ ટીમમાં ઈશાન કિશનના સિલેક્શન અંગે રવિચંદ્રન અશ્વિને જણાવ્યું કે ઈશાન કિશને નેશનલ ટીમમાં જગ્યા મેળવવા માટે જે રસ્તો પસંદ કર્યો, તેને વર્લ્ડ કપમાં તેના સિલેક્શનમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી.
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ સ્પિનરે જણાવ્યું કે કિશનની વાપસી તેને ગિફ્ટમાં નથી મળી, પણ તેણે આને યોગ્ય રીતે પ્રાપ્ત કરી. આ સિવાય અશ્વિને ખુલાસો કર્યો કે કિશનને ટીમમાં એટલા માટે બોલાવવામાં આવ્યો કારણ કે તેણે રમતને સન્માન આપ્યું. અશ્વિને કહ્યું, 'ક્રિકેટે ઇશાન કિશનને એક ભેટ આપી છે. બહારના લોકો અંદાજ લગાવી શકે છે કે આ યોગ્ય હતું, ખોટું હતું, કે કશું બીજું, પણ જીવન ગોળ ફરીને ત્યાં જ આવે છે. ઇશાન કિશન ટીમમાં કેમ ન હતા અને હવે ટીમમાં કેમ છે, આનું એક જ કારણ છે. તેણે ક્રિકેટને એ સન્માન આપ્યું, જેના તેઓ હકદાર છે.'
ADVERTISEMENT

અશ્વિને આગળ કહ્યું, 'ફર્સ્ટ ક્લાસમાં, તેઓ બુચી બાબૂ ઇન્વિટેશનલમાં રમવા પણ આવ્યા. ઇશાન કિશન જેવા ખેલાડી ઝારખંડ માટે ચેન્નઈમાં બુચી બાબૂ ટુર્નામેન્ટ રમવા આવ્યા. ત્યાંથી રણજી ટ્રોફીની તૈયારી માટે ઝારખંડ સાથે હતા, જ્યાં તે નંબર વન હતા. અને ફર્સ્ટ-ક્લાસમાં, તેણે આવીને રન કર્યા. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે ઝારખંડની કેપ્ટનશિપ કરી અને સારું પ્રદર્શન પણ કર્યું. આ એ જ કારણે છે.'
ADVERTISEMENT
આ પણ વાંચો: ક્રિકેટના ઇતિહાસના એ 11 રેકોર્ડ્સ, જેનો તોડવા મુશ્કેલ જ નહીં, નામુમકિન બરાબર છે!
ADVERTISEMENT
ઈશાન કિશનને T20 વર્લ્ડ કપ 2026 માટે નેશનલ ટીમમાં જગ્યા તો મળી ગઈ છે, પણ હજુ એ જોવાનું બાકી છે કે તેને ટુર્નામેન્ટમાં રમવાની તક મળે છે કે નહીં. ઈશાન કિશન અને રિંકુ સિંહને ટીમમાં સામેલ કરવાની સાથે, વાઇસ-કેપ્ટન શુભમન ગિલ અને જિતેશ શર્માને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા. સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે ટીમમાં રહેવાની સાથે જ અક્ષર પટેલને ટીમનો વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (વાઇસ-કેપ્ટન), રિંકુ સિંહ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.