બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટના ઇતિહાસના એ 11 રેકોર્ડ્સ, જેનો તોડવા મુશ્કેલ જ નહીં, નામુમકિન બરાબર છે!
Last Updated: 12:11 PM, 25 December 2025
ક્રિકેટની રમતમાં અવારનવાર રેકોર્ડ્સ બનતા અને તૂટતાં રહે છે. એક દિવસ અગાઉ જ 14 વર્ષીય ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી સૌથી ઓછી ઉંમરમાં લિસ્ટ A ક્રિકેટમાં 200થી વધુ સ્ટ્રાઇક રેટથી સૌથી મોટી ઇનિંગ રમનાર વિશ્વનો પહેલો ખેલાડી બની ગયો. 36 બોલમાં સેન્ચુરી પૂરી કરનાર વૈભવે માત્ર 54 બોલમાં 150 રન કરીને સાઉથ આફ્રિકાના મહાન ખેલાડી એબી ડિવિલિયર્સનો રેકોર્ડ તોડી નાખ્યો. ત્યારે આજે વાત કરીએ ક્રિકેટના એવા 11 મહાન રેકોર્ડ્સ વિશે કે જે તૂટવા લગભગ અશક્ય છે. આ રેકોર્ડ્સમાં બ્રાયન લારાના 400 રન કે વનડેમાં રોહિત શર્માની 264 રનની ઇનિંગ સામેલ છે. સર જેક હૉબ્સનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 199 સદી, સચિન તેંડુલકરની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી જેવા તમામ રેકોર્ડ્સ લાંબા સમયથી અતૂટ છે. ચાલો જાણીએ આવા જ રેકોર્ડ્સ વિશે.
ADVERTISEMENT
ભારતના મહાન ખેલાડી અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી ફટકારનાર પહેલા અને એકમાત્ર ખેલાડી છે. તેમના આ રેકોર્ડમાં 51 ટેસ્ટ સેન્ચુરી અને 49 વનડે સેન્ચુરી સામેલ છે. સચિનની આ 100 સદીની સફર 1990માં ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ સદી અને 1994માં ઓસ્ટ્રેલિયા સામે પહેલી વનડે સદીથી શરૂ થઈ હતી. તેમણે તેમની આખી કારકિર્દીમાં બંને ફોર્મેટમાં કેટલાય રેકોર્ડ તોડયા અને કેટલાય નવા રેકોર્ડ પણ બનાવ્યા. 24 વર્ષો સુધી બંને ફોર્મેટમાં આવી નિરંતરતા જાળવી રાખવાના મોટા પડકારને જોતાં એ વિચારવું મુશ્કેલ છે કે આવનાર સમયમાં કોઈ પણ ખેલાડી આ રેકોર્ડ તોડી શકશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ધ વોલના નામથી પ્રખ્યાત દિગ્ગજ ભારતીય ખેલાડી રાહુલ દ્રવિડ ટેસ્ટ ક્રિકેટમાં ક્યારેય પણ ગોલ્ડન ડક પર આઉટ નથી થયા. 286 ટેસ્ટ ઇનિંગ્સ દરમિયાન દ્રવિડ ક્યારેય પણ પોતાના પહેલા બોલ પર આઉટ નથી થયા. દ્રવિડે 164 ટેસ્ટ મેચ રમી, જેમાં તેમણે 52.31ની સરેરાશથી 13288 રન કર્યા, જેમાં તેમણે 36 ટેસ્ટ સદી પણ ફટકારી. આ ટેસ્ટ ક્રિકેટના બધા જ કારનામા દ્રવિડે ગોલ્ડન ડક થયા વિના કર્યા છે.
ADVERTISEMENT
વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ વર્ષ 2004માં એંટિગામાં રમાયેલ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે એક ઇનિંગમાં નોટ આઉટ 400 રન કર્યા હતા. ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટમાં એક ઇનિંગમાં 400 રન બનાવનાર લારા વિશ્વના એકમાત્ર ખેલાડી છે. તેમણે 582 બોલમાં 400 રન કર્યા હતા અને 778 મિનિટ સુધી તેમની ઇનિંગ ચાલી હતી. આ દરમિયાન તેમણે 43 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.
ADVERTISEMENT
સાઉથ આફ્રિકાના ખેલાડી વિયાન મુલ્ડર તાજેતરમાં જ બ્રાયન લારાના 400 રનનો મહાન રેકોર્ડની નજીક પહોંચી ગયો હતો. મુલ્ડરે નોટ આઉટ 367 રન કર્યા, જે ટેસ્ટ મેચમાં 49 ચોગ્ગા સાથે બીજી સૌથી ઝડપી ત્રિપલ સેન્ચુરી હતી. જો કે મુલ્ડરે વેસ્ટ ઇન્ડીઝના મહાન ખેલાડી બ્રાયન લારાના સન્માનમાં રેકોર્ડથી 33 રન પહેલા જ ઇનિંગ જાહેર કરી દીધી, જેથી એ ખાસ રેકોર્ડ યથાવત રહે.

ADVERTISEMENT
ભારતના સ્ટાર ખેલાડી રોહિત શર્માએ 13 નવેમ્બર 2014ના રોજ ઇડન ગાર્ડન્સમાં શ્રીલંકા સામે વનડેમાં 264 રનની ઇનિંગ રમી હતી. તેમણે આ રેકોર્ડ ઇનિંગ માત્ર 173 બોલમાં 33 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી રમી હતી. આ રેકોર્ડ તોડ ઇનિંગ સિવાય રોઝીટ એકમાત્ર ખેલાડી છે કે જેણે વનડે ક્રિકેટમાં ત્રણ ડબલ સેન્ચુરી ફટકારી છે. તેમની બાકીની બે ડબલ સેન્ચુરીમાં વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા સામે 209 અને વર્ષ 2017માં શ્રીલંકા સામે મોહાલીમાં 208 રન સામેલ છે. વનડે ઇતિહાસમાં કોઈ પણ બીજા ખેલાડીએ એકથી વધારે બેવડી સદી નથી ફટકારી.
શ્રીલંકાના દિગ્ગજ ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. મુરલીધરને 133 મેચમાં સૌથી વધારે 800 વિકેટ લીધી છે. તેમણે 1992થી 2010 વચ્ચે પોતાની સ્પિન અને મિસ્ટ્રી બોલિંગથી આ ઉપલબ્ધિ મેળવી હતી. મુરલીધરનના નામે અન્ય ઘણા મોટા રેકોર્ડ છે, જેમાં ટેસ્ટમાં સૌથી વધારે 10 વિકેટ લેવાનો રેકોર્ડ (22) અને વનડેમાં સૌથી વધારે (534) સામેલ છે.
ઇંગ્લેન્ડના મહાન ક્રિકેટર સર જેક હૉબ્સે તેમની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીમાં કુલ 199 સદી ફટકારી. તેમણે 1905થી 1934 સુધી 834 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી અને 61760 રન બનાવ્યા. હૉબ્સે 62 ટેસ્ટમાં 56.94ની સરેરાશથી 5410 રન પણ બનાવ્યા, જેમાં 15 ટેસ્ટ સદી સામેલ છે. તેમનો 199 ફર્સ્ટ ક્લાસ સદીનો રેકોર્ડ હજુ પણ અકબંધ છે. મોડર્ન ક્રિકેટમાં જે ઝડપથી મેચ રમાઈ રહી છે, તેને જોતાં આ રેકોર્ડ તોડવો મુશ્કેલ છે.

ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર સર ડોનાલ્ડ બ્રેડમેનના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે 99.94ની સરેરાશથી રન કરવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. બ્રેડમેને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 52 ટેસ્ટ મેચ રમી અને 6996 રન કર્યા, જેમાં 29 સદી સામેલ હતી. આ દરમિયાન 12 બેવડી સદી પણ ફટકારી હતી. આ પણ એક એવો રેકોર્ડ છે કે જે આજ સુધી કોઈ તોડી શક્યો નથી. તેમણે વર્ષ 1930માં એક જ ટેસ્ટ સીરીઝમાં 974 રન કર્યા, જે વધુ એક રેકોર્ડ છે. બ્રેડમેનનો 99.94ની કારકિર્દી સરેરાશ ક્રિકેટ ઇતિહાસમાં એક એવો રોકોર્ડ છે, જેને તોડવો અશક્ય લાગે છે.
ઇંગ્લેન્ડના ક્રિકેટર વિલ્ફ્રેડ રોડ્સ ટેસ્ટ મેચમાં સૌથી વધારે ઉંમરમાં ડેબ્યુ કરનાર ખેલાડી છે. એપ્રિલ 1930માં જ્યારે તેમણે સબીના પાર્ક, કિંગસ્ટનમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ઇંગ્લેન્ડ માટે મેચ રમી હતી, ત્યારે તેમની ઉંમર 52 વર્ષ અને 165 દિવસ હતી. ખાસ વાત એ છે કે રૉડ્સે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત નીચલા ક્રમમાં બેટિંગ કરીને કરી હતી, પરંતુ પછીથી તેમણે એક ઓપનર તરીકે પોતાની ઓળખ બનાવી હતી.
આ પણ વાંચો: 2025ના એ 5 મોટા વિવાદ, જેને ક્રિકેટની દુનિયામાં મચાવ્યો હડકંપ, એક તો...!
ઇંગ્લેન્ડના દિગ્ગજ લેફ્ટ-આરં સ્પિનર હેડલી વેરિટીના નામે એક એવો રેકોર્ડ છે જેણે આજ સુધી કોઈ તોડી શક્યું નથી. જુલાઈ 1932માં હેડિંગ્લેમાં યોર્કશાયરના આ બોલરે આ રેકોર્ડ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં બનાવ્યો હતો. વેરિટીએ 19.4 ઓવરની પોતાની બોલિંગમાં 16 મેડન ઓવર ફેંકી હતી. આ દરમિયાન તેમણે નોટિંગહામશાયર સામેની એક ઇનિંગમાં 10 રન આપીને 10 વિકેટ લીધી હતી. આ શાનદાર સ્પેલમાં એક એવો સમય પણ આવ્યો કે જ્યારે તેમણે માત્ર 15 બોલમાં 7 વિકેટ લીધી, જેમાં એક હેટ્રિક પણ સામેલ હતી. તેમનો 10 રન આપીને 10 વિકેટ આપવી આજે પણ સચોટ બોલિંગનું સૌથી મોટું ઉદાહરણ છે. આ ઉપલબ્ધિ મોડર્ન ક્રિકેટમાં લગભગ અશક્ય છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીના નામે નાઇટવોચમેન તરીકે સૌથી મોટી ઇનિંગ રમવાનો મહારેકોર્ડ નોંધાયેલો છે. ગિલેસ્પીએ ચટગાંવમાં બાંગ્લાદેશ સામે 2006ની ટેસ્ટ મેચની એક ઇનિંગમાં નોટ આઉટ 201 રન કર્યા. આ શાનદાર ઇનિંગ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નાઇટવોચમેન દ્વારા બનાવવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. ગિલેસ્પીએ બીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી. આ દરમિયાન તેમણે માઇકલ હસી સાથે મળીને ચોથી વિકેટ માટે 320 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.