બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / pm narendra modi us visit will indi move away from russia beacause of america

કૂટનીતિ / ચક્રવ્યૂહને ભેદવો અઘરો: અમેરિકા સાથે વધતી ભારતની દોસ્તી, રશિયાને ખટકશે? વિશેષજ્ઞે જણાવ્યો પૂરો ખેલ

Kishor

Last Updated: 07:36 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસને લઇને આંતરરાષ્ટ્રીય રાજકારણના જાણકારો પોતપોતાનું ગણિત માંડી અનુમાન લગાવી રહ્યાં છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસને લઇને વિશ્લેષકોનું ગણિત
  • અમેરિકા ભારતને રશિયાથી દુર કરવા ઇચ્છે છે ? 
  • આંતરરાષ્ટ્રીય રાજકારણના જાણકારો અનુમાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસને લઇને વિશ્લેષકો પોતપોતાનું ગણિત માંડી રહ્યાં છે.એક ચર્ચા એવી પણ શરૂ થઇ છે કે શું અમેરિકા ભારતને રશિયાથી દુર કરવા ઇચ્છે છે, શું અમેરિકા ચીન વિરુદ્ધ ભારતને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક ચર્ચા એવી પણ થઇ રહી છે કે અમેરિકા ભારતને હથિયાર વેચવાની વેતરણમાં છે અને તેની નજર ભારતની વિશાળ બજાર પર છે. આ ત્રણેય ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણના જાણકારો અનુમાન લગાવી રહ્યાં છે. 

ચીન સાથે સીધી જ કોઇ નારાજગી ન થાય

કેનેથ જસ્ટર 2017થી 2021 સુધી ભારતમાં અમેરિકાના રાજદૂત રહ્યાં હતા. ફેબ્રુઆરી 2022માં કેનેથે એક ભારતીય ન્યૂઝ ચેનલના પ્રોગ્રામમાં કહ્યું હતું કે ભારત નથી ઇચ્છતું કે અમેરિકા પૂર્વ લદ્દાખમાં હાલની નિયંત્રણ રેખા પર ચીનની પકડ મજબૂત થાય. તેઓએ કહ્યું હતું કે મોદી સરકારે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેની કોઇપણ વાતચીતમાં ચીનને લઇને નિવેદન આપવામાં ધ્યાન રાખવામાં આવે. ક્વોડ સાથે જોડાયેલા નિવેદનોમાં પણ ભારતનો આવો જ આગ્રહ હતો. ભારત હંમેશા ધ્યાન રાખતું આવ્યું છે કે ચીન સાથે સીધી જ કોઇ નારાજગી ન થાય. 

અમેરિકન કોંગ્રેસને સંબોધન કરશે

20 જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પ્રથમ સ્ટેટ વિઝિટ પર અમેરિકા પહોંચ્યા છે. મોદીને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને સ્ટેટ વિઝિટ માટે આમંત્રણ આપ્યું હતું. અમેરિકામાં સ્ટેટ વિઝિટનું ખાસ મહત્વ હોય છે. આ પહેલા બાઇડને ફ્રાંસ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિને સ્ટેટ વિઝિટ માટે બોલાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત અમેરિકન કોંગ્રેસને સંબોધન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પછી અમેરિકા અને ભારતના સંબંધોને લઇને અનેક તર્કવિતર્ક સર્જાયા છે. ત્યાં સુધી કહેવામાં આવે છે કે અમેરિકા અને ભારત વચ્ચે આટલા મધૂર સંબંધ પહેલીવાર જોવા મળી રહ્યાં છે. 

થિંક ટેંક ધ હેરિટેજ ફાઉન્ડેશનમાં એશિયન સ્ટડી સેન્ટરના નિર્દેશક જેફ એમ સ્મિથે લખ્યું કે અમેરિકાના અન્ય રણનીતિક સહયોગીઓની તુલનામાં ભારત-અમેરિકા વચ્ચે મુલ્યોનો ટકરાવ ખુબ જ ઓછો છે. ભારત અમેરિકાના અનેક પારંપરિક સંબંધોની તુલનામાં વધુ લોકતાંત્રિક અને ભુ-રાજનીતિક રૂપથી ખુબ જ મહત્વ ધરાવે છે. મને એ સમજાતું નથી કે ભારતને લઇને લોકોના મનમાં પૂર્વગ્રહ કેમ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ