બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / pm narendra modi to address nation corona virus lock down corona virus in india

Coronavirus / લૉક ડાઉનની અટકળોને લઇને PMOની સ્પષ્ટતા, PM મોદી આવું કોઇ એલાન નહીં કરે

Mehul

Last Updated: 08:38 PM, 19 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને કારણે દેશમાં લૉક ડાઉનની અટકળોને પીએમ કાર્યાલયે ફગાવી દીધી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પીએમઓએ કહ્યું છે કે પીએમ મોદી આજે રાત્રે આઠ વાગ્યે પોતાના સંબોધનમાં લૉક ડાઉન જેવી કોઇ જાહેરાત નહીં કરે.

  • કોરોના વાયરસને કારણે દેશમાં લૉક ડાઉનની અટકળોને પીએમ કાર્યાલયે ફગાવી
  • અફવાઓ અને અટકળો પર બિલકુલ પણ ધ્યાન ન આપવું જોઇએ : PMO

પીએમઓએ કહ્યું છે કે તેની સાથે જોડાયેલા સમાચાર પાયાવિહોણા છે અને તેનાથી બિન જરૂરી લોકોના મનમાં ડર પેદા થશે. પીએમઓએ કહ્યું કે હાલ અફવાઓ અને અટકળો પર બિલકુલ પણ ધ્યાન ન આપવું જોઇએ. 

નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી કોરોના વાયરસને પગલે આજે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે. તેને લઇને અટકળો તેજ થઇ ગઇ છે. લોકો મોટી માત્રામાં રાશનની ખરીદી કરી રહ્યા છે. ઘણા લોકોને આશંકા છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પીએમ નરેન્દ્ર મોદી દેશવ્યાપી લૉક ડાઉનની જાહેરાત કરી શકે છે. જોકે, પીએમઓએ આ અફવાઓ અને અટકળોને ફગાવી દીધી છે. 

કોરોના વાયરસને પગલે કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં કલમ 144 લગાવી દેવાઇ છે. હવે કોઇપણ હાલતમાં લોકો એક જગ્યાએ એકઠા થઇ શકશે નહીં. 

ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારનીં સખ્યા વધીને 4 થઇ ગઇ છે. પંજાબમાં કોરોના વાયરસથી એક વ્યક્તિનું મોત થયું છે. કોરોના વાયરસથી પંજાબમાં ચોથા વ્યક્તિનું મોત થયું છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ગુરુવારે (19 માર્ચ 2020) વધીને 186 થઇ છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Narendra Modi National News covid 19 કોરોના વાયરસ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ