બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / PM Modi's Pakistani sister wants to come to Delhi and tie Rakhi

રક્ષાબંધન / PM મોદીની મૂળ પાકિસ્તાની બહેન દિલ્હી આવીને બાંધવા માંગે છે રાખડી, 28 વર્ષથી ભાઈ-બહેનનો પ્રેમ અકબંધ, જાતે ગૂંથે છે રક્ષાનો દોરો

Vishal Khamar

Last Updated: 06:38 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાઈ-બહેનનાં પવિત્ર તહેવાર રક્ષાબંધનને ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે છેલ્લા 28 વર્ષથી વડાપ્રધાનને તેમની પાકિસ્તાની બહેન રાખડી બાંધે છે. ત્યારે આ વખતે તેઓ દિલ્લી જઈ વડાપ્રધાનને રાખડી બાંધવા માંગે છે.

  • ભાઈ બહેનનાં પવિત્ર તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી
  • છેલ્લા 28 વર્ષતી પ્રધાનમંત્રીને તેમની  પાકિસ્તાની બહેન બાંધે છે રાખડી
  • કમર શેખ આ વખતે દિલ્લી જઈને વડાપ્રધાનને રાખડી બાંધવા માંગે છે

 રક્ષાબંધનના પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ રક્ષાબંધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન તેમને રાખડી બાંધશે. પીએમ મોદીના આ બહેનનું નામ કમર મોહસીન શેખ છે.  આ વખતે રક્ષાબંધન પર દિલ્લી આવીને તેમને રાખડી બાંધવા માંગે છે.  તે 28 વર્ષથી સતત PM મોદીને રાખડી બાંધી રહ્યા છે.  કમર જહાં RSSના સ્વયંસેવક હતા. ત્યારથી જ PM મોદીને રાખડીઓ મોકલી રહ્યા છે . 

આ વખતે વડાપ્રધાન માટે ખાસ હાથથી રાખડી બનાવી છે
આ અંગે કમર મોહસીન શેખે જણાવ્યું હતું કે લગ્ન બાદ તેઓ પાકિસ્તાનથી ભારત આવી ગયા હતા. આ વખતે તેમણે પોતાના હાથથી વ઼ડાપ્રધાન માટે રાખડી બનાવી છે.  કારણ કે PM મોદીને હાથથી બનાવેલી વસ્તુઓ ગમે છે. તેમનું કહેવું છે કે પહેલા તેઓ દુકાનોમાંથી રાખડી ખરીદતા હતા. જો કે હવે તેઓ જાતે જ રાખડી બનાવે છે.  તેમજ વડાપ્રધાનને તેઓ કૃષિ વિષયક પુસ્તક પણ ભેટમાં આપશે. કારણ તે તેઓ વાંચવાનાં શોખીન છે. મહત્વનું છે કે કમર જહાં શેખ અમદાવાદના તેલાવ વિસ્તારમાં રહે છે. લગ્ન પહેલા તેઓ ચિત્રકાર મોહસીન શેખ સાથે પાકિસ્તાનમાં રહેતા હતા.

વડાપ્રધાન માટે શક્તિનાં પ્રતિક એવા લાલ રંગની રાખડી બનાવી
કમર મોહસીન શેખે વધુમાં જણાવ્યું હતું કે શક્તિનાં પ્રતિક એવા લાલ રંગનાં દોરાની મેં તેમનાં માટે રાખડી બનાવી છે. અગાઉ મેં તેઓ ગુજરાતનાં મુખ્યપ્રધાન બનવા માટે પ્રાર્થના કરી હતી. જે એમણે કરી બતાવ્યું છે. ત્યારે હું જ્યારે પણ રાખડી બાંધતી ત્યારે હું તેઓ વડાપ્રધાન બને તેવી ઈચ્છા વ્યક્ત કરતી હતી. 

તે દરેક વખતે ભારતનાં વડાપ્રધાન બને તેવી ઈચ્છાઃ કમર મોહસીન શેખ
આગામી વર્ષ 2024 ની લોકસભાની ચૂંટણીને લઈને કમર મોહસીન શેખે કહ્યું હતું કે તેઓ ફરીથી વડાપ્રધાન બનશે. તેમાં કોઈ શંકા નથી. તેઓ લાયક છે કારણ કે તેમની પાસે ક્ષમતાઓ છે પણ હું ઈચ્છું છું કે તે દરેક વખતે ભારતનાં વડાપ્રધાન બને.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ