બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / PM Modi will launch the second and third phase of Sauni Yojana from Jamnagar on October 10

ઉકેલ / ચૂંટણી પહેલા PM મોદી સૌરાષ્ટ્રવાસીઓને 10 ઓક્ટોબરે આપશે મોટી ભેટ, મોટી સમસ્યાનું આવશે નિરાકરણ

Vishnu

Last Updated: 09:11 PM, 5 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદી સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ જામનગરથી કરશે, પોરબંદર, જામનગર, રાજકોટ, દ્વારકા જિલ્લામાં પાણી આસાનીથી પહોંચશે

  • સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાનું આવશે નિરાકરણ
  • સૌની યોજનાના બીજા-ત્રીજા તબક્કાનું થશે લોકાર્પણ 
  • PM મોદી કરશે લોકાર્પણ

જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 09-10-11 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન PM મોદી દેલવાડા, મોઢેરા, બહુચરાજી, મહેસાણા અને આણંદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી બહુચરાજીના દેલવાડામાં 9મી ઓક્ટોબરે એક જાહેર સભાને સંબોધશે. પીએમ મોદીના આગામનને લઈને વહીવટી તંત્ર દ્વારા ધમધોકાર તૈયારી કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ના બરોબર થઈ જશે
તો બીજી તરફ સૌરાષ્ટ્રવાસીઓ માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે.  પાણીની સમસ્યાને જડમૂળથી નાથવા સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થશે.PM મોદીના 10 ઓક્ટોબરના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન આ યોજનાને જનતા માટે ખુલ્લી મૂકશે. જામનગર ખાતે સૌની યોજના લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. જેથી પોરબંદર, જામનગર, રાજકોટ, દ્વારકા જિલ્લામાં પાણી પહોંચશે. મળતી માહિતી મુજબ સૌની યોજનાના લિંક-1 પેકેજ-5  300 કરોડના ખર્ચે તૈયાર થયું છે. જ્યારે સૌની યોજનાના લિંક-3 પેકેજ-7 રૂપિયા 700 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આમ કુલ મળીને 1 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તમામ નેટવર્ક તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેનાથી સૌરાષ્ટ્રવાસીઓને પાણી માટે વલખાં મારવા નહીં પડે.એકંદરે 1,20,000થી પણ વધુ લોકોને આનાથી ફાયદો થશે અને આસપાસના કુલ 71,967 એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણીની જરૂરિયાત સંતોષી જશે.

સૌની યોજનાના બીજા તબક્કામાં લિંક-1ના પેકેજ-5

  • કુલ રૂ.314.69 કરોડના ખર્ચે 66 કિમી લાંબી પાઇપલાઇન 
  • લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન 
  • 7 પંપ દ્વારા જામનગર જિલ્લાના 5 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 5 એમ કુલ 10 જળાશયો પાણીથી ભરાશે

સૌની યોજનાના ત્રીજા તબક્કામાં લિંક-3ના પેકેજ-7

  • કુલ રૂ.729.15 કરોડના ખર્ચે 104.160 કિમી લાંબી પાઇપલાઇન 
  • કાલાવડ તાલુકાના જાલણસર ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન 
  • 5 પંપ દ્વારા જામનગર જિલ્લાના 4, રાજકોટ જિલ્લાના 2, પોરબંદર જિલ્લાના 2 અને દેવભૂમિ દ્વારકાના 3 મળી કુલ 11 જળાશયો પાણીથી ભરાશે

મોઢેરામાં સોલાર વિલિજ પ્લાન્ટનું લોકાર્પણ કરશે PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમને લઈને 32 કમિટીઓની રચના કરી દેવામાં આવી છે. 9 ઓક્ટોમ્બરે પીએમ મોદી બહુચરાજીના દેલવાડામાં જાહેરસભા સંબોધશે. પીએમ મોદીના કાર્યક્રમને લઈને 4 હેલિપેડ બનાવવામાં આવશે. આ જાહેર સભા બાદ વડાપ્રધાન મોદી મોઢેરામાં સોલાર વિલિજ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત પીએમ મોદી મોઢેરામાં લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું પણ લોકાર્પણ કરશે. જે બાદ પીએમ મોદી મોઢેરામાં કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન કરવા જશે.   

પીએમ મોદીના હસ્તે દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું કરાશે લોકાર્પણ
9 ઓક્ટોમ્બરે પીએમ મોદીના હસ્તે મહેસાણાના દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. દૂધ સાગર ડેરી પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ પીએણ મોદી બહુચરાજી જવા રવાના થશે. બહુચરાજી સ્થિત બહુચરાજી મંદિરના 200 કરોડના નવીન પ્લાનનું લોકાર્પણ પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે.

વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાનમાં PMની જંગી જાહેર સભા
10મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદના મહેમાન બનશે. પીએમ મોદી 10 ઓક્ટોબરે આણંદની મુલાકાતે જશે. જ્યાં આણંદના વિદ્યાનગરમાં આવેલા શાસ્ત્રી મેદાનમાં પીએમ મોદી એક જંગી જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ સંગઠને તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ