બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi will come to Gujarat on November 1 before elections 2022

ઇલેક્શન 2022 / દિવાળી બાદ ફરી PM મોદી 1 નવેમ્બરે આવશે ગુજરાત પ્રવાસે, જાણો શું છે કાર્યક્રમ

Dhruv

Last Updated: 09:38 AM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી બાદ ફરી PM મોદી 1 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. આ દિવસે તેઓ મહાત્મા મંદિરથી 182 બેઠક પર એક જ સમયે ભાજપના કાર્યકરોને સંબોધશે.

  • PM મોદી 1 નવેમ્બરે આવશે ગુજરાત પ્રવાસે
  • મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને સંબોધશે
  • એક જ સમયે કાર્યક્રમમાં PM વર્ચ્યુઅલ જોડાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ત્યારે એ પહેલાં તમામ રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા વધી ગયા છે. ત્યારે એકવાર ફરી PM મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.

PM મોદી મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને સંબોધશે

PM મોદી 1 નવેમ્બરના રોજ મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને સંબોધશે. તમામ 182 બેઠક પર એક જ સમયે ગાંધીનગરની ઉત્તર વિધાનસભા બેઠકના સ્નેહમિલનના કાર્યક્રમમાં
PM મોદી વર્ચ્યુઅલ જોડાશે.

વધુમાં PM મોદી મહીસાગર જિલ્લાના પ્રવાસે પણ આવી શકે છે

વધુમાં PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તારીખ 1 નવેમ્બરના રોજ મહીસાગર જિલ્લાના પ્રવાસે આવી શકે છે. સંતરામપુરના માનગઢ હિલ ખાતે PMનો કાર્યક્રમ યોજાશે. માનગઢ હિલને વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા છે. ઘણા લાંબા સમયથી આદિવાસી સમાજના લોકો માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટેની માંગ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, માનગઢ હિલ ખાતે 1507 આદિવાસી યુવાનોએ અંગ્રેજો સામે આઝાદીની લડતમાં શહીદી વહોરી હતી. તદુપરાંત ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણેય રાજ્યોના આદિવાસી સમાજના લોકો માટે માનગઢ હિલ એ એક આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને અત્યારથી પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

આગામી 31મી ઓક્ટોબરે પણ આવશે ગુજરાતના પ્રવાસે

વધુમાં PM મોદી આગામી 31મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે તેઓ ચૂંટણી પહેલાં રાજ્યમાં એકસાથે 3 કાર્યક્રમો કરશે. જેમાં મલુપુરમાં 4 ખાતમુહૂર્ત કરીને PM મોદી જંગી સભાને સંબોધશે તથા કેવડિયામાં સરદાર જયંતિએ એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. સરદાર જયંતિના દિવસે કેવડિયામાં સવારે પરેડ સાથે એકતા દિવસની ઉજવણી કરાશે. દર વર્ષની માફક આ વર્ષે પણ કેવડિયામાં PM મોદી IAS પ્રોબેશનર્સને સંબોધશે. કેવડિયાથી વડાપ્રધાન બપોરે અમદાવાદ એરપોર્ટ આવી ત્યાંથી બપોરના ત્રણ વાગે થરાદના મલુપુર ગામના હેલિપેડ ખાતે જાહેરસભાને સંબોધશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ