બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / PM મોદીના આગમનને લઈ સમગ્ર સોમનાથમાં ઉત્સાહનો માહોલ, સાંજે સરદાર ધામનું કરશે લોકાર્પણ

Somnath Amrit Mahotsav 2026 / PM મોદીના આગમનને લઈ સમગ્ર સોમનાથમાં ઉત્સાહનો માહોલ, સાંજે સરદાર ધામનું કરશે લોકાર્પણ

Published By: Bijal Vyas

Last Updated: 11:57 AM, 11 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 11મી મેના રોજ સવારે સોમનાથ મંદિુરે યોજાનાર અમૃત મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ સાંજે વડોદરા ખાતે મધ્ય ગુજરાતના સરદાર ધામનું લોકાર્પણ કરશે.

ગઇ કાલે રવિવાર 10મી મેના રોજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી10મી મેની રાત્રે જામનગર ખાતે રોકાયા હતા. બીજા દિવસે એટલે કે, આજે 11મી મેના રોજ સવારે સોમનાથ મંદિરે યોજાનાર અમૃત મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ સાંજે વડોદરા ખાતે મધ્ય ગુજરાતના સરદાર ધામનું લોકાર્પણ કરશે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ખાતે યોજાનારા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા છે. પીએમ મોદીના આગમનને લઈ સમગ્ર સોમનાથમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરથી લઈને રોડ શો રૂટ સુધી વિશેષ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

somnath-news

હેલિપેડથી સોમનાથ મંદિર સુધી ભવ્ય રોડ શો

પીએમ મોદી હેલિપેડથી સોમનાથ મંદિર સુધી ભવ્ય રોડ શો કરશે. રોડ શોના રૂટની વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા હોવાથી સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

  • પીએમ મોદી રોડ શો પૂર્ણ થયા બાદ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરશે.
  • સોમનાથ મંદિર ખાતે ચાલી રહેલા અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને મંદિરને આકર્ષક રીતે સજાવવામાં આવ્યું છે.
  • મંદિરની બહાર ખાસ સેલ્ફી પોઇન્ટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે જેથી યાત્રાળુઓ અને ભક્તો આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવી શકે.
  • કાર્યક્રમ દરમિયાન ખાસ એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
  • ઉપરાંત પીએમ મોદી સોમનાથ ખાતે જાહેર સભાને સંબોધિત કરશે.
  • જનસભા સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સોમનાથમાં ભક્તિનો મહાસંગમ: PM મોદીની હાજરીમાં 11 પવિત્ર તીર્થોના જળથી સોમનાથના શિખરનો થશે ઐતિહાસિક કુંભાભિષેક

ઉલ્લેખનીય છે કે, સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે SP, DSP સહિત 2000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. NSG અને SOGની ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પીએમના રોડ શોને ધ્યાનમાં રાખીને SOG દ્વારા હેલિપેડથી સોમનાથ મંદિર સુધી રિહર્સલ પણ કરવામાં આવી હતી. રોડ શો પહેલાં NSG દ્વારા કોનવે પસાર કરવામાં આવ્યો હતો. કોનવે પસાર થાય ત્યાં સુધી યાત્રાળુઓને થોડા સમય માટે રોકી દેવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi Somnath Amrit Mahotsav 2026 Air to Road show

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ