બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સોમનાથમાં ભક્તિનો મહાસંગમ: PM મોદીની હાજરીમાં 11 પવિત્ર તીર્થોના જળથી સોમનાથના શિખરનો થશે ઐતિહાસિક કુંભાભિષેક

Somnath Amrit Mahotsav 2026 / સોમનાથમાં ભક્તિનો મહાસંગમ: PM મોદીની હાજરીમાં 11 પવિત્ર તીર્થોના જળથી સોમનાથના શિખરનો થશે ઐતિહાસિક કુંભાભિષેક

Published By: Pravin Joshi

Last Updated: 12:34 AM, 11 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અત્યારે 'સોમનાથ અમૃત મહોત્સવ'ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. 11 મેના રોજ સોમનાથ મંદિરના ઈતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ લખાવા જઈ રહ્યું છે.

પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અત્યારે 'સોમનાથ અમૃત મહોત્સવ'ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. 11 મેના રોજ સોમનાથ મંદિરના ઈતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ લખાવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ મંદિરના 90 મીટર ઊંચા શિખર પર યોજાનારું પ્રથમ 'કુંભાભિષેક' છે.

somnath-news

સોમનાથના ઈતિહાસમાં પ્રથમવાર શિખર કુંભાભિષેક

પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના હશે જ્યારે મંદિરના શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. સામાન્ય રીતે દક્ષિણ ભારતના મંદિરોમાં જોવા મળતી આ પવિત્ર પરંપરા હવે સોમનાથમાં પણ સાકાર થશે. આ વિધિ માટે દેશના 11 પવિત્ર તીર્થસ્થાનો પરથી પવિત્ર જળ લાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિશાળ ક્રેન દ્વારા પવિત્ર કુંભને શિખર સુધી લઈ જવામાં આવશે અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શિખરનો અભિષેક કરવામાં આવશે.

PM મોદીનો ભવ્ય રોડ શો અને વિશેષ પૂજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન માટે સોમનાથમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાન હેલીપેડથી મંદિર સુધી ભવ્ય રોડ શો કરશે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો તેમનું સ્વાગત કરશે. સોમનાથ મંદિર પહોંચ્યા બાદ પીએમ મોદી વિશેષ યજ્ઞમાં આહુતિ આપશે અને મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેમની ગરિમામય ઉપસ્થિતિમાં 11 તીર્થોના જળથી મહા કુંભાભિષેક સંપન્ન થશે.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની શિલજની અનુપમા સ્માર્ટ સ્કૂલમાં કર્યું વોટિંગ, હર્ષ સંઘવી- પાટીલે સુરતમાં કર્યું વોટિંગ

હર્ષ સંઘવીએ વ્યક્ત કર્યો ગર્વ: સાંસ્કૃતિક વારસાનું જતન

આ ઐતિહાસિક અવસર પર ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ આખા દેશ માટે ગૌરવની ક્ષણ છે. તેમણે યાદ અપાવ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, તેના ૨૪માં દિવસે જ તેઓ સોમનાથ મંદિરના સુવર્ણ મહોત્સવમાં જોડાયા હતા અને આજે દેશના વડાપ્રધાન તરીકે તેઓ અમૃત મહોત્સવમાં સહભાગી થઈ રહ્યા છે. મોદી સરકારના નેતૃત્વમાં કાશી વિશ્વનાથ, ઉજ્જૈન મહાકાલ કોરિડોર અને સોમનાથ જેવા સાંસ્કૃતિક વારસાને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SomnathTemple SomnathAmritMahotsav PMModi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ