બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi to visit Gujarat from tomorrow: Will give development gift of 5,206 crores to Gujarat

મુલાકાત / આવતીકાલથી PM મોદી ગુજરાત પ્રવાસે: વિદ્યાર્થીઓને 1426 કરોડ સહિત ગુજરાતને આપશે 5,206 કરોડના વિકાસકાર્યો ભેટ, જાણો સમગ્ર કાર્યક્રમ

Malay

Last Updated: 06:45 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi's visit to Gujarat: PM મોદી આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, 26 સપ્ટેમ્બર સાંજે અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું મહિલાઓ દ્વારા અભિવાદન કરાશે.

  • PM મોદી આવતીકાલથી 2 દિવસ ગુજરાત પ્રવાસે
  • 26 સપ્ટેમ્બર સાંજે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોચશે
  • અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું કરાશે અભિવાદન
  • 7500 ગામડાઓમાં વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટાઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડ રૂપિયાના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

ફાઈલ તસવીર

કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત 4505 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ યોજના અંતર્ગત 1426 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને 3079 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.

7500 ગામડાઓમાં વિલેજ વાઇ-ફાઇ
વડાપ્રધાન 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 277 કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, 251 કરોડ રૂપિયાના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ 80 કરોડ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે 23 કરોડ રૂપિયાના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ 10 કરોડ રૂપિયાના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

25 ગામોના લોકોને પીવાના પાણીની સમસ્યાથી મળશે છુટકારો
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એક દિવસીય પ્રવાસે આવનાર PM મોદી કવાંટના લોકોને પણ વિકાસની ભેટ આપશે. તા.27મી સપ્ટેમ્બરે PM મોદીના હસ્તે કવાંટ જૂથ યોજના તથા સંલગ્ન ફળિયા કનેક્ટીવીટીનું ખાતમુહૂર્ત થશે. જેનાથી કવાંટના 25 ગામોના લોકોને પીવાના પાણીની સમસ્યાથી કાયમી છુટકારો મળશે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કુલ 25 ગામોમાં બિન પીવાલાયક અને અપૂરતા ભુગર્ભ જળને કારણે ઉભી થયેલી પીવાના પાણીની મુશ્કેલીને દૂર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રૂ.79.52 કરોડની નર્મદા રીવર બેઝીન આધારિત ડી.ડી.એસ.એ બલ્ક પાઈપ લાઈન ટેંપીંગ મારફતે કવાંટ જૂથ પાણી પુરવઠા તથા સંલગ્ન ફળિયા કનેક્ટીવીટીની યોજના તૈયાર કરી છે. જેનાથી આ તાલુકાના ડુંગરાળ વિસ્તારના કુલ 25 ગામોની અંદાજીત 41 હજાર  લોકોની વસ્તીનું પીવાના પાણીની મુશ્કેલીનું કાયમી ધોરણે નિરાકરણ આવશે. 

ભૂગર્ભ સંપ મારફતે પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન
આ યોજનામાં મોટી ચીખલી ખાતેના ભૂગર્ભ સંપમાંથી નર્મદાનું રો-વોટર પાણી 6.50 એમ.એલ.ડી ક્ષમતાના ફીસ્ટ્રેશન પ્લાન્ટમાં પંપ કરી શુદ્ધિકરણ કરેલું પીવાનું પાણી અંદાજીત 211.08 કિ.મી પાઈપલાઈન મારફ્તે વહન કરી ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર 1.79 એમ.એલ ક્ષમતાની કુલ 33 નંગ ઉંચી ટાંકી તથા 11.64 એમ.એલ ક્ષમતાના કુલ 47 નંગ ભૂગર્ભ સંપ મારફતે પીવાનું પાણી નર્મદાના પૂરતા પ્રેશરથી પુરું પાડવાનું સુપેરે આયોજન કરવામાં આવ્યું છે. PM મોદીના હસ્તે ખાતમુહૂર્ત બાદ જુલાઈ- 2025 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવામાં આવશે. નરેન્દ્ર મોદીના આ વિકાસ ભેટથી અહીં ટ્રાયબલ બેલ્ટની મહિલાઓને આરામદાયક રીતે પીવાનું પાણી મળી રહેશે.

સાબરમતી પર બનશે બેરેજ, અનેક જગ્યાએ પાઈપલાઇનનું કામ: થરાદની ધરાથી ઉ.ગુજરાતને  મળશે 8 હજાર કરોડની ભેટ | Prime Minister Narendra Modi on a three-day visit  to Gujarat
ફાઈલ તસવીર

જાણો પીએમ મોદીનો સમગ્ર કાર્યક્રમ 
- PM મોદી આવતીકાલથી 2 દિવસ ગુજરાત પ્રવાસે
- 26 સપ્ટેમ્બર સાંજે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોચશે
- અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું અભિવાદન કરાશે
- સંસદમાં મહિલા અનામત બિલ પાસ થતા મહિલાઓ દ્વારા અભિવાદન કરાશે
- 27 સપ્ટેમ્બરે અમદાવાદ સાયન્સ સિટીમાં કાર્યક્રમમાં હાજરી આપશે
- વાયબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે
- છોટાઉદેપુરમાં 5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે
- મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ.4505 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ
- રૂ.1426 કરોડના કામોનું લોકાર્પણ, રૂ.3079 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે
- 9088 નવા વર્ગખંડો, 50300 સ્માર્ટ ક્લાસરૂમ અપગ્રેડેશનનું ખાતમુહૂર્ત
- 19600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશનનું ખાતમુહૂર્ત
- 7500 ગામોમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાપર્ણ
- દાહોદ ખાતે આકાર પામેલી 23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલયનું લોકાપર્ણ
- દાહોદમાં બનાવેલા 10 કરોડના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું કરશે લોકાર્પણ
- વડોદરા ખાતેના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આપશે હાજરી
- વડોદરાના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ PM દિલ્હી જવા રવાના થશે


 

સંકળાયેલા મુદ્દાઓ

Naredndra Modi PM modi PM મોદી ગુજરાત પ્રવાસ PM મોદી ગુજરાત પ્રવાસે pm modi gujarat visit visits Gujarat પીએમ મોદી આવશે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM Modi's visit to Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ