બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / PM મોદીએ 2022 માં પુતિનને યુક્રેન પર પરમાણુ હુમલો કરતા રોક્યા હતા, પોલેન્ડનો મોટો દાવો
Last Updated: 12:39 AM, 15 July 2026
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરતું રોકવા માટે ભારતે ભજવેલી ભૂમિકાની હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લેઆમ પ્રશંસા થઈ રહી છે. યુરોપીય દેશ પોલેન્ડે આ મામલે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જોરદાર વખાણ કર્યા છે. પોલેન્ડના નાયબ વિદેશ મંત્રી વ્લાદિસ્લાવ થિયોફિલ બાર્તોસઝેવ્સ્કીએ પીએમ મોદીની કૂટનીતિની સરાહના કરતા જણાવ્યું છે કે, તેઓ વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા નેતાઓમાં સામેલ છે જેમની વાતોને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ક્યારેય ટાળતા નથી. અહેવાલ મુજબ, પોલેન્ડના મંત્રીએ એક અત્યંત મહત્વનો દાવો કરતા કહ્યું કે, વર્ષ 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પીએમ મોદીએ જ રાષ્ટ્રપતિ પુતિનને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા અટકાવ્યા હતા. રશિયા સાથે ભારતના દાયકાઓ જૂના અને મજબૂત સંબંધોને કારણે જ નવી દિલ્હીને વૈશ્વિક મંચ પર આ ખાસ અને સન્માનજનક સ્થાન મળ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બાર્તોસઝેવ્સ્કીએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વમાં અત્યંત લોકપ્રિય નેતા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ તેમની વાત ગંભીરતાથી સાંભળે છે અને તેમનું ખૂબ જ સન્માન કરે છે. પીએમ મોદીની સલાહની પુતિન પર ઊંડી અસર પડે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, જ્યારે રશિયા સાથે દુશ્મનાવટ ન ધરાવતા કોઈ મોટા દેશના નેતા પુતિન સાથે વાત કરે છે, ત્યારે તેમને સમજાવવા વધુ સરળ બને છે. તેમણે આવા પ્રભાવશાળી દેશોની યાદીમાં ચીન અને ભારતનું નામ મુખ્યત્વે લીધું હતું, જેમની વાત મોસ્કો (રશિયા) માટે ઘણું મહત્વ ધરાવે છે.

ADVERTISEMENT
આ દરમિયાન પોલેન્ડ તરફથી એક મોટું નિવેદન એ પણ આવ્યું છે કે ભારત અને પોલેન્ડ વચ્ચે રશિયન ક્રૂડ ઓઈલ (કાચા તેલ) ની ખરીદીને લઈને ચાલી રહેલા મતભેદો હવે ઓછા થયા છે. અગાઉ આ મુદ્દે વોર્સોએ ભારતની આકરી નિંદા કરી હતી. પરંતુ હવે બાર્તોસઝેવ્સ્કીએ સ્વીકાર્યું છે કે પોલેન્ડ હવે એ વાત સારી રીતે સમજે છે કે ભારતે વૈશ્વિક બજારમાં કિંમતોના મોટા તફાવત (સસ્તા દર) ને કારણે રશિયા પાસેથી તેલ ખરીદવાનો નિર્ણય કેમ કર્યો હતો. તેમણે કહ્યું કે આ મુદ્દો હવે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ મોટી અડચણ નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલેન્ડના વિદેશ મંત્રીના આ નિવેદન પહેલા ખુદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની જોરદાર પ્રશંસા કરી હતી. પુતિને જણાવ્યું હતું કે, રશિયા સાથેના સંબંધોને લઈને જે પશ્ચિમી દેશો પીએમ મોદી પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે તમામ કોશિશો સંપૂર્ણપણે બેકાર સાબિત થઈ છે. પુતિને ખુશી વ્યક્ત કરી હતી કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોચ્ચ રાખીને પોતાના માટે જરૂરી દેશો સાથે સંબંધો મજબૂત કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
West Asia Conflicts / હોર્મુઝમાં જહાજો પાસેથી 20% ટેરિફ વસૂલવાનો ટ્રમ્પનો પ્લાન કેન્સલ, કર્યું નવું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.