બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / હોર્મુઝ સ્ટ્રેટમાં યુએઈના બે ટેન્કર પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય ક્રૂ સભ્યનું મોત,8 ઘાયલ

વિશ્વ / હોર્મુઝ સ્ટ્રેટમાં યુએઈના બે ટેન્કર પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય ક્રૂ સભ્યનું મોત,8 ઘાયલ

Nidhi Panchal

Last Updated: 07:10 AM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોર્મુઝ સ્ટ્રેટમાં યુએઈના ધ્વજવાળા બે ટેન્કરો પર થયેલા મિસાઈલ હુમલાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ હુમલામાં એક ભારતીયનું મોત થયું છે જ્યારે અનેક ક્રૂ સભ્યો ઘાયલ થતાં તણાવ વધુ વધી ગયો છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં મંગળવારે બનેલી એક ગંભીર ઘટનામાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના ધ્વજવાળા બે ટેન્કરો પર ઈરાન દ્વારા ક્રુઝ મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હોવાનું UAEના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે. આ હુમલામાં એક ભારતીય ક્રૂ સભ્યનું મોત થયું છે, જ્યારે અન્ય આઠ ક્રૂ સભ્યો ઘાયલ થયા છે. ઘાયલોમાં 4 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આ ઘટનાને લઈને મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી ગયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Hormuz-Strait-India-Crisis

'બાહિયા' નામના બે ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા

UAEના સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે ઓમાનના પાણીમાં આવેલા હોર્મુઝ સ્ટ્રેટની દક્ષિણી લેનમાં પસાર થઈ રહેલા 'મોમ્બાસા' અને 'બાહિયા' નામના બે ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈરાની ક્રુઝ મિસાઈલ હુમલાના કારણે બંને જહાજોમાં આગ લાગી હતી. જોકે બાદમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને વધુ નુકસાન અટકાવવામાં સફળતા મળી હતી.

ભારતીય ક્રૂ સભ્ય હોવાનું UAEએ જણાવ્યું

હુમલામાં મૃત્યુ પામનાર વ્યક્તિ 'મોમ્બાસા' ટેન્કર પર ફરજ બજાવતા ભારતીય ક્રૂ સભ્ય હોવાનું UAEએ જણાવ્યું છે. ઉપરાંત 8 અન્ય લોકો ઘાયલ થયા છે, જેમાં 6 ભારતીય નાગરિકો અને બે યુક્રેનિયન નાગરિકોનો સમાવેશ થાય છે. આમાંથી 4 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને પણ ચિંતા વધારી છે.

આ હુમલાની કડક શબ્દોમાં નિંદા

UAE સરકારે આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. સરકારે આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન અને પ્રદેશની સુરક્ષા તેમજ સ્થિરતા માટે ગંભીર ખતરો ગણાવ્યો છે. UAEએ સ્પષ્ટ કર્યું છે કે દેશ પોતાની સાર્વભૌમત્વ, નાગરિકો, રહેવાસીઓ અને રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવા માટે સંપૂર્ણપણે અધિકૃત છે. સંરક્ષણ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે દેશના સશસ્ત્ર દળોને ઉચ્ચ સતર્કતા પર રાખવામાં આવ્યા છે અને કોઈપણ ખતરાનો સામનો કરવા માટે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર છે.

બે જહાજો સામે માત્ર ચેતવણીરૂપ કાર્યવાહી

બીજી તરફ ઈરાને દાવો કર્યો છે કે તેના રિવોલ્યુશનરી ગાર્ડ્સે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા બે જહાજો સામે માત્ર ચેતવણીરૂપ કાર્યવાહી કરી હતી. ઈરાનના સરકારી ટેલિવિઝનના અહેવાલ મુજબ, વ્યૂહાત્મક જળમાર્ગમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવતા રિવોલ્યુશનરી ગાર્ડ્સ નેવીએ ચેતવણીના ગોળીબાર દ્વારા જહાજોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે UAEએ આ દાવાને નકારી કાઢીને હુમલાને ગંભીર અને અસ્વીકાર્ય ગણાવ્યો છે.

આ પણ વાંચો : ઇબોલા વાયરસ ફરી ફેલાયો, આ દેશમાં 672 લોકોએ ગુમાવ્યા જીવ

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંનો એક માનવામાં આવે છે અને અહીં બનતી કોઈપણ ઘટના વૈશ્વિક તેલ પરિવહન તથા આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર સીધી અસર કરે છે. એક ભારતીયના મોત અને અનેક લોકોના ઘાયલ થવાની આ ઘટના બાદ સમગ્ર વિશ્વની નજર હવે મધ્ય પૂર્વની સ્થિતિ અને યુએઈ-ઈરાન વચ્ચેના વધતા તણાવ પર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran UAE Tanker Hormuz Strait
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ