બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઇઝરાયલ પોતાના કટ્ટર દુશ્મનને જ ઇરાનનો શાસક બનાવવા માગતું હતું? NYTનો દાવો: તૈયાર હતો સિક્રેટ પ્લાન

વર્લ્ડ / ઇઝરાયલ પોતાના કટ્ટર દુશ્મનને જ ઇરાનનો શાસક બનાવવા માગતું હતું? NYTનો દાવો: તૈયાર હતો સિક્રેટ પ્લાન

Vishal Khamar

Last Updated: 09:17 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા દાયકામાં અહમદીનેજાદનો સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈ સાથે અનેક મુદ્દે વિવાદ થયો હતો. તેમને અનેક વખત ચૂંટણી લડવા દેવામાં આવી નહોતી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે પોતાની છબી સામાન્ય લોકોના નેતા તરીકે ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો.

જાસૂસી નવલકથાઓમાં આપણે ઘણીવાર વાંચ્યું હશે કે એક દેશ પોતાના દુશ્મન દેશની સરકાર બદલવા માટે ગુપ્ત ઓપરેશન ચલાવે છે. પરંતુ કલ્પના કરો કે દુનિયાના સૌથી કટ્ટર દુશ્મન ગણાતા બે દેશોમાંથી એક દેશ પોતાના સૌથી મોટા વિરોધીને જ સત્તા પર બેસાડવા માંગતો હોય! સાંભળવામાં ફિલ્મી લાગે, પરંતુ ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એક તપાસ અહેવાલમાં આવો જ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.

આ અહેવાલ મુજબ, તાજેતરના ઇઝરાયલ-ઇરાન સંઘર્ષ દરમિયાન જો ઇરાનની ઇસ્લામિક સરકાર તૂટી પડે તો પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદને ફરી સત્તા પર લાવવા માટે ઇઝરાયલના કેટલાક અધિકારીઓએ ગુપ્ત યોજના બનાવી હતી. બુડાપેસ્ટમાં ગુપ્ત બેઠકથી લઈને ઇન્ટેલિજન્સ દ્વારા બહાર કાઢવાની તૈયારી સુધીના દાવા કરવામાં આવ્યા છે. જોકે, આ સમગ્ર યોજના ક્યારેય અમલમાં આવી નહોતી અને અત્યાર સુધી ઇઝરાયલ કે ઇરાન - બંનેમાંથી કોઈએ આ દાવાની પુષ્ટિ કરી નથી.

"જાસૂસી નવલકથા" જેવી યોજના!

ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ઇઝરાયલી ઇન્ટેલિજન્સ વર્ષોથી અહમદીનેજાદ સાથે જોડાયેલા કેટલાક સંપર્કો પર કામ કરી રહી હતી. તાજેતરના યુદ્ધ દરમિયાન જ્યારે ઇઝરાયલને લાગ્યું કે સતત હુમલાઓથી ઇરાનની સરકાર નબળી પડી શકે છે, ત્યારે આ યોજના વધુ સક્રિય બની હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બુડાપેસ્ટ સહિત ઇરાનની બહાર કેટલીક ગુપ્ત બેઠકો યોજાઈ હતી. જો તક મળે તો અહમદીનેજાદને નજરકેદમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ઇન્ટેલિજન્સ ઓપરેશન પણ તૈયાર કરવામાં આવ્યું હતું. યોજનાનો અંતિમ હેતુ એવો હતો કે સરકાર બદલાય પછી અહમદીનેજાદને નવા સંક્રમણકાળના નેતા તરીકે રજૂ કરવામાં આવે.

આખરે અહમદીનેજાદ જ કેમ?

સૌથી મોટો સવાલ એ થાય કે વર્ષો સુધી ઇઝરાયલ વિરોધી ભાષણો કરનાર વ્યક્તિને જ કેમ પસંદ કરવામાં આવ્યો? 2005થી 2013 સુધી રાષ્ટ્રપતિ તરીકે અહમદીનેજાદ ઇઝરાયલ વિરુદ્ધના કડક નિવેદનો માટે જાણીતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ઇરાનનો પરમાણુ કાર્યક્રમ પણ ઝડપથી આગળ વધ્યો હતો. પરંતુ ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, સત્તા છોડ્યા પછી તેમની રાજકીય સ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો હતો.

ધીમે-ધીમે બદલાતી ઈમેજ

રિપોર્ટ અનુસાર, છેલ્લા દાયકામાં અહમદીનેજાદનો સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈ સાથે અનેક મુદ્દે વિવાદ થયો હતો. તેમને અનેક વખત ચૂંટણી લડવા દેવામાં આવી નહોતી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે પોતાની છબી સામાન્ય લોકોના નેતા તરીકે ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઇરાનના સત્તાધારી વર્ગ અને સુરક્ષા તંત્રની ટીકા પણ શરૂ કરી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ, ઇઝરાયલના કેટલાક અધિકારીઓને લાગ્યું હતું કે હવે અહમદીનેજાદ માટે વિચારધારા કરતાં રાજકીય મહત્ત્વાકાંક્ષા વધુ મહત્વની બની ગઈ હતી.

ટ્રમ્પના પ્રશંસક બન્યા!

ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં વધુ એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર, અહમદીનેજાદ ખાનગી વાતચીતમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને "કામ કરનારા માણસ" તરીકે વર્ણવતા હતા. એટલું જ નહીં, રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમણે પોતાના નજીકના કેટલાક લોકો સમક્ષ સંકેત આપ્યો હતો કે જો તેઓ ફરી સત્તામાં આવશે તો ઇરાન ઇઝરાયલને માન્યતા આપી શકે અને અબ્રાહમ એકોર્ડ્સમાં પણ જોડાઈ શકે.

ઇઝરાયલનો પ્લાન કેમ નિષ્ફળ ગયો?

રિપોર્ટ મુજબ આખી યોજના બે ધારણાઓ પર આધારિત હતી.

પહેલી— સતત હુમલાઓથી ઇરાનની સરકાર પડી જશે.

બીજી— અહમદીનેજાદ હજુ પણ સામાન્ય લોકોમાં એટલા લોકપ્રિય છે કે તેઓ સંક્રમણકાળના નેતા બની શકે.

પરંતુ બંને ધારણાઓ ખોટી સાબિત થઈ.

ઇરાનની સરકાર સત્તામાં જ રહી અને અહેવાલ મુજબ અહમદીનેજાદ પણ આ યોજનામાંથી પાછળ હટી ગયા.

પછી અહમદીનેજાદ ક્યાં ગયા?

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અહમદીનેજાદ કેટલાક મહિના સુધી જાહેર જીવનમાંથી અચાનક ગાયબ રહ્યા હતા. ત્યારબાદ તેઓ આયાતોલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર દરમિયાન ભારે સુરક્ષા વચ્ચે જોવા મળ્યા હતા. રિપોર્ટ મુજબ તે સમયે તેઓ ગરમી હોવા છતાં જાડું જેકેટ પહેરીને હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન મૌન રહ્યા હતા.

આ પણ વાંચોઃ હોર્મુઝ સ્ટ્રેટમાં યુએઈના બે ટેન્કર પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય ક્રૂ સભ્યનું મોત,8 ઘાયલ

સૌથી મોટો સવાલ...

આ સમગ્ર અહેવાલમાં કરવામાં આવેલા દાવાઓની હજુ સુધી ઇઝરાયલ કે ઇરાનમાંથી કોઈએ સત્તાવાર પુષ્ટિ કરી નથી. તેમ છતાં ધ ન્યૂયોર્ક ટાઈમ્સનો આ તપાસ અહેવાલ દુનિયાની સૌથી ચર્ચિત જિયોપોલિટિકલ સ્ટોરીમાંથી એક બની ગયો છે. કારણ કે જો આ દાવાઓ સાચા સાબિત થાય, તો તે બતાવે છે કે સરકાર બદલવા માટે દેશો કેટલી દૂર સુધી વ્યૂહરચના બનાવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahmoud Ahmadinejad investigation Israel Iran conflict
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ