બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / Olympics 2024 / VIDEO: પેરાલિમ્પિક ખેલાડી નવદીપસિંહે કહ્યું મારે કેપ પહેરાવવી છે, પછી PM મોદી દિલ જીતી લે તેવું કર્યું
Last Updated: 08:25 AM, 13 September 2024
સાડા ચાર ફૂટનો નવદીપ સિંહ કોણ છે જેની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમીન પર બેસી ગયા. મોટાભાગના ભારતીય ફેન્સના મનમાં આ જાણવાની ઉત્સુકતા છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંક F41 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા પછી નવદીપ સિંહે આક્રમક વલણ બતાવ્યું હતું જેના પછી તે ફેમસ થઈ ગયો છે. નવદીપ સિંહ બાળપણથી ઠીંગણો હોવાને કારણે લોકો તેની મજાક ઉડાવતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પોતાના નિવાસ્થાન પર પેરાલિમ્પિક્સ ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી અને 29 મેડલ જીતવા બદલ નવદીપ સિંહને અભિનંદન પાઠવ્યા હતા.
ADVERTISEMENT
જમીન પર બેસી ગયા પ્રધાનમંત્રી
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવદીપ સિંહ સાથે વાતચીત દરમિયાન ભાવનાત્મક રીતે નમ્રતાપૂર્વક ટોપી સ્વીકાર કરવા માટે જમીન પર બેસી ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવું કરીને દેશના લોકોનું દિલ જીતી લીધું છે. જણાવી દઈએ કે, નવદીપ સિંહ હરિયાણાના પાનીપતનો રહેવાસી છે. જ્યારે તે ટ્રેનિંગ માટે જતો હતો ત્યારે ગામના લોકો તેની મજાક ઉડાવતા હતા.
#WATCH | Gold medal-winning javelin para-thrower Navdeep Singh gifts a cap to Prime Minister Narendra Modi and takes his autograph, during their meeting.
— ANI (@ANI) September 12, 2024
(Source: PM Narendra Modi's Instagram handle) pic.twitter.com/qKGNEdEwqv
કોણ છે નવદીપ સિંહ
નવદીપ સિંહે તે મજાકને સફળતામાં ફેરવી દીધી અને પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને બતાવ્યો. ચાર ફૂટની હાઈટનો આ ખેલાડી ભાલા ફેંકમાં એફ1 વર્ગમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ વિજેતા બન્યો હતો. નવદીપનો જન્મ વર્ષ 2000માં થયો હતો. જ્યારે તે બે વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતાને ખબર પડી કે તેમના દીકરાની હાઈટ નહીં વધે. તેના પિતા દલબીર સિંહ રાષ્ટ્રીય સ્તરે પહેલવાન હતા અને તેમને રમતમાં આગળ વધવા માટે પોતાના દિકરાને ટેકો આપ્યો હતો.
વધુ વાંચોઃ- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને મોટો ઝટકો! RBIના રેડ સિગ્નલથી યસ બેન્કમાં નહીં વેચી શકે 51 ટકા હિસ્સો
આવકવેરા વિભાગમાં નિરીક્ષક તરીકે કામ કરે છે
નવદીપ સિંહે 10 વર્ષની ઉંમરમાં એથ્લેટિક સફર શરૂ કરી હતી. નીરજ ચોપરાથી પ્રેરિત થયા પછી ભાલા ફેંકમાં પોતાની ઓળખ મેળવતા પહેલા તેને કુશ્તી અને દોડમાં હાથ અજમાવ્યો હતો. નવદીપ સિંહ આવકવેરા વિભાગમાં નિરિક્ષક તરીકે કામ કરે છે. હાલના સમયમાં નવદીપ સિંહ બેંગ્લુરુમાં પોસ્ટેડ છે. ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંક પેરા-થ્રોઅક નવદીપ સિંહ જણાવે છે કે, અમને જે સમર્થન અને સન્માન મળી રહ્યું છે તેનાથી સારું લાગે છે. લોકો પેરા એથ્લેટ્સને ઓળખી રહ્યા છે અને અમને સન્માન આપી રહ્યા છે. પ્રધાનમંત્રી સાથે આ સારી મુલાકાત હતી. તેમને અમને પ્રેરિત કર્યા છે.
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંક F41 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર નવદીપ સિંહે પેરાલિમ્પિક્સમાં થ્રો દરમિયાન આક્રમકતા બતાવવાના વિવાદ પર કહ્યું કે, છેલ્લા 5-6 વર્ષમાં દિલ્હીમાં રહે છે અને તેને દિલ્હીની હવા માફક આવી ગઈ છે. નવદીપ સિંહે આઈએએનએસની સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, જુઓ આ માટે સખત મહેનત કરવી પડે છે. હું છેલ્લા 5-6 વર્ષ ટ્રેનિંગ માટે દિલ્હી રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.