બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:41 PM, 19 June 2024
પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા એવી છે કે લોકો તેમને જોઈને પાગલ થઈ જાય છે અને તેમને મળવા કે જોવા ન કરવાની હરકતો કરતાં હોય છે. જોકે તેમનું આવું કરવું પીએમની સિક્યુરીટીમાં ગાબડાં સમાન ગણવામાં આવે છે. હવે વારાણસીમાં પીએમ મોદીની સુરક્ષામાં વધુ એક ખામી સામે આવી છે. એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે 18 જૂન મંગળવારના રોજ વારાણસીમાં PM નરેન્દ્ર મોદીના બુલેટ પ્રૂફ વાહન પર ચપ્પલ ફેંકવામાં આવી હતી. ત્યાર બાદ એસપીજીના એક જવાન ગાડી બહાર આવીને ચંપલ ઉપાડીને પાછું ભીડમા ફેંકતા જોવા મળ્યાં હતા અને ગાડીનો કાચ કરી નાખ્યો હતો. વિડિયોમાં કોઈ વ્યક્તિનો બેકગ્રાઉન્ડ વોઈસ પણ સંભળાતો હતો જેમાં તે બોલતો હતો કે "ચપ્પલ ફેક કે માર દિયા કોઈ.
ADVERTISEMENT
क्या ये सच है
— Gandhinagar Congress Sevadal (@SevadalGN) June 19, 2024
मोदी की कार पर किसी ने चप्पल फेंक कर मारी है?
इसकी कड़ी निंदा होनी चाहिए। pic.twitter.com/Apz1MBVsFc
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
ADVERTISEMENT
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણા હેન્ડલ્સ દ્વારા પણ વ્યાપકપણે શેર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીના કેટલાક હેન્ડલ્સે પીએમ મોદીના વાહન પર ચપ્પલ ફેંકવામાં આવી હોવાના દાવા સાથે વીડિયો શેર કર્યો હતો.
ADVERTISEMENT
બુધવારે વારાણસીમાં હતા પીએમ મોદી
પીએમ મોદી મંગળવારે વારાણસીમાં હતા તેમણે ગંગા નદીના કિનારે પ્રસિદ્ધ ગંગા આરતીમાં ભાગ લીધો હતો. વારાણસી 2014 થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય મતવિસ્તાર છે. વડાપ્રધાન સતત ત્રણ વખત (2014, 2019, 2024 લોકસભા ચૂંટણી) આ બેઠક પરથી જીત્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.