ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ખાવું કેમ ! છેલ્લાં 10 દિવસમાં ભોજનમાંથી શું શું નીકળ્યું? આજે ગુજરાતમાં દેડકો પણ આવી ગયો

સળગતો સવાલ / ખાવું કેમ ! છેલ્લાં 10 દિવસમાં ભોજનમાંથી શું શું નીકળ્યું? આજે ગુજરાતમાં દેડકો પણ આવી ગયો

Last Updated: 09:30 PM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 10 દિવસમાં ગુજરાત સહિત દેશમાં ભોજનમાંથી સૂગ ચઢી જાય તેવું તેવું નીકળ્યું હતું અને મોટો સવાલ તો હવે ખાવું શું?

ADVERTISEMENT

છેલ્લા કેટલાક સમયથી ભોજનમાંથી જાતજાતની અને સૂગ ચઢી જાય તેવી ચીજો નીકળી રહી છે. છેલ્લા 10 દિવસમાં વિવિધ રાજ્યોમાંથી ભોજનમાં ક્યાંકથી મરેલી ગરોળી, દેડકો, વંદો, કાનખજૂરો, સાપ, બ્લેડ સહિતની બીજી ચીજો નીકળી રહી છે આવી સ્થિતિમાં હવે શું ખાવું અને શું ઓર્ડર આપવો તે એક યક્ષપ્રશ્ર થઈ પડ્યો છે. લોકોની તબિયત બગાડી નાખે તેવા ડઝનથી વધુ કિસ્સા બન્યાં છે અને રોજબરોજ ક્યાંકને ક્યાંકથી ભોજનમાં આવું નીકળ્યું તેવું નીકળ્યું એવા સમાચાર આવી રહ્યાં છે. છેલ્લા 10 દિવસમાં ભોજનમાંથી શું શું નીકળ્યું તેની પર નાખીએ એક નજર.

હોસ્ટેલના ભોજનમાં મરેલો સાપ

લોકોને ભોજન પર ધૃણા થઈ જાય તેવી એક ઘટનામાં બિહારની એક સરકારી કોલેજની કેન્ટીનમાં પીરસવામાં આવતા ખોરાકમાંથી મરેલી સાંપ મળી આવ્યો. આ અંગે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. આ પછી અધિકારીઓએ આવીને મામલાની તપાસ કરી.

ચોકલેટ સીરપમાં મળેલો મૃત ઉંદર

દિલ્હીની એક મહિલાએ દાવો કર્યો હતો કે તેણે મંગાવેલી ચોકલેટ સિરપમાં મરેલો ઉંદર જોવા મળ્યો હતો. તેણે તેનો વીડિયો પણ શેર કર્યો છે. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. મહિલાએ કહ્યું કે તેણે ઝેપ્ટો પાસેથી આનો ઓર્ડર આપ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફરિયાદ કરી. કંપની તરફથી જવાબ પણ આપવામાં આવ્યો છે.

નોઈડામાં આઈસ્ક્રીમમાં કાનખજૂરો

નોઈડાના સેક્ટર 12માં રહેતી દીપા નામની મહિલાએ 16મી જૂનની સવારે એક ઓનલાઈન શોપિંગ એપ પરથી જાણીતી બ્રાન્ડની વેનીલા ફ્લેવર્ડ આઈસ્ક્રીમ મંગાવી હતી. જ્યારે તેણે આઈસ્ક્રીમનું બોક્સ ખોલ્યું, ત્યારે તેને અંદર એક કાનખજૂરો નીકળ્યો હતો. દીપાએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ પછી, આ માહિતી ફૂડ સેફ્ટી વિભાગને આપવામાં આવી હતી.

જ્યૂસમાં વંદો

18 જૂનના રોજ ગ્રેટર નોઈડાની એક જ્યુસની દુકાનમાં કાપેલા ફળોમાં કોકરોચ જોવા મળ્યો હતો. જ્યુસ કોર્નરમાં રાખેલા ગ્લાસમાં એક વંદો પણ જોવા મળ્યો. સ્થળ પર હાજર એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાની સાથે જ ફૂડ સેફ્ટી વિભાગે કાર્યવાહી કરીને જ્યુસ કોર્નર પર દંડ ફટકાર્યો હતો.

ફ્લાઈટના ભોજનમાંથી બ્લેડ મળી

બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઈટ (AI 175)ના એક મુસાફરે તેના ભોજનમાં બ્લેડ મળી હોવાની મળ્યાની ફરિયાદ કરી હતી અને એર ઈન્ડિયાએ પણ બ્લેડ જેવી વસ્તુ હોવાનું સ્વીકાર્યું છે. હવે એર કંપની તેની તપાસ કરી રહી છે. એર ઈન્ડિયાએ તેને બિઝનેસ ક્લાસમાં દુનિયામાં ક્યાંય પણ ફ્રીમાં મુસાફરી કરવાની ઓફર પણ આપી હતી, પરંતુ તેમણે તેને ફગાવી દીધી હતી.

મુંબઈમાં આઈસ્ક્રીમમાં માનવ આંગળી

હજુ હમણાં 3-4 દિવસ પહેલાં જ મુંબઈના મલાડમાં એક ડોક્ટરે આઈસ્ક્રીમ કોન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જ્યારે તેણે આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું ત્યારે તેને કંઈક અજુગતું લાગ્યું. જ્યારે તેણે આઈસ્ક્રીમની અંદર ધ્યાનથી જોયું તો તેને એક માનવીની કપાયેલી આંગળી મળી. આ પછી સનસનાટી મચી ગઈ હતી.

ગુજરાતમાં વેફર્સના પેકેટમાંથી મૃત દેડકા મળ્યા

આજની ઘટનાએ તો હદ કરી નાખી. ગુજરાતના જામનગરમાં વેફર્સના પેકેટમાંથી મૃત દેડકો મળી આવ્યો હતો. પુષ્કરધામ સોસાયટી શેરી નંબર 5માં રહેતા જસ્મિત પટેલે 18મી જૂને વેફરનું પેકેટ ખરીદ્યું હતું. તેની ફરિયાદ હતી કે જ્યારે તે તે ઘેર લઈ ગયો ત્યારે તેમાંથી સડેલો દેડકો નીકળ્યો હતો.

વધુ વાંચો : વેફરના પડીકાં ખાતા પહેલા સો વાર વિચારજો! પેકેટમાંથી નીકળ્યો મૃત દેડકો, Photos જોઇ ચોંકી જશો

એમેઝોન પાર્સલમાં જીવતો સાપ

આજની આવી બીજી ઘટનામાં બેંગલુરુના એક દંપતીને ઓનલાઈન ઓર્ડર કરાયેલા સામાનમાં એક જીવંત કોબ્રા મળી આવ્યો. તેણે આ વસ્તુ એમેઝોન પરથી મંગાવી હતી. સદનસીબે આ ઝેરી સાપ પેકેજીંગ ટેપમાં ફસાઈ ગયો હતો. આ કારણોસર તે કોઈને નુકસાન પહોંચાડી શક્યો નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

food frog incident food centipede Hygiene food incident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ