બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi may come to Khodaldham in Rajkot before elections 2022

BIG NEWS / ખોડલધામ આવશે PM મોદી? આમંત્રણ આપવા દિલ્હી જશે નરેશ પટેલ, સૌરાષ્ટ્રની 22 બેઠકો પર થશે સીધી અસર

Dhruv

Last Updated: 11:42 AM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદી રાજકોટના ખોડલધામ આવે તેવી શક્યતા. એ માટે ખુદ નરેશ પટેલ અને રમેશ ટીલાળા વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવા જશે.

  • ચૂંટણી પહેલા PM મોદી ખોડલધામ આવે તેવી શક્યતા
  • નરેશ પટેલ અને રમેશ ટીલાળા PMને આમંત્રણ આપવા જશે
  • સૌરાષ્ટ્રની 22 બેઠકો પર લેઉવા પાટીદારોનું પ્રભુત્વ વધારે

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઈ શકે ત્યારે રાજ્યમાં સતત કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા વધી ગયા છે. એવામાં PM નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા ખોડલધામ આવે તેવી શક્યતા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા ખોડલધામમાં ધજા ચડાવવા આવી શકે છે. ખુદ પીએમ ખોડલધામમાં લેઉવા પાટીદાર અગ્રણીઓ સાથે મુલાકાત કરી શકે છે. જોકે એ માટે ખુદ નરેશ પટેલ અને રમેશ ટીલાળા વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવા જશે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રની 22 બેઠકો પર લેઉવા પાટીદારોનું વધારે પ્રભુત્વ રહેલું છે. નોંધનીય છે કે, PM મોદી છેલ્લા 3 દિવસથી ગુજરાતના પ્રવાસે હતા. જે અંતર્ગત તેઓએ રાજ્યમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

ગુજરાતના પાટીદારોને રીઝવવાના પ્રયાસો શરૂ

નોંધનીય છે કે, જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે પાટીદાર અને કોળી મતદારોની ચર્ચા થવા લાગે. જ્યારથી ગુજરાતની કમાન વિજય રૂપાણીના હાથમાંથી લઈને ભૂપેન્દ્ર પટેલના હાથમાં સોંપવામાં આવી છે ત્યારેથી ભાજપ દ્વારા ગુજરાતના પાટીદારોને રીઝવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ગઈ વખતની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 100ના આંકડાને પણ પાર કરી શકી નહોતી, તેનું મુખ્ય કારણ પાટીદાર સમાજની નારાજગી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આવી સ્થિતિમા જો આ વખતે સારી જીત મેળવવી હોય તો પાટીદારોને ફરી ભાજપ તરફ કરવા જરૂરી છે.

20 ઓક્ટોબર બાદ ગમે ત્યારે ચૂંટણીની તારીખ થઈ શકે છે જાહેર

બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 20 ઓક્ટોબર બાદ ગમે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ શકે છે. ડેપ્યુટી ઈલેક્શન કમિશનર 16થી 21 ઓક્ટોબર સુધી રાજ્યમાં ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે દિવાળી પહેલાં રાજ્યમાં ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. એ માટે આગામી 16 ઓક્ટોબરના રોજ ડેપ્યુટી ઈલેક્શન કમિશનર ગુજરાત આવશે. તેઓ ગુજરાતમાં 16થી 21 ઓક્ટોબર સુધી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે. આ દરમિયાન ગુજરાતના 4 ઝોનમાં જિલ્લા સ્તરે વહીવટી બેઠકો યોજાશે.

ગત ટર્મમાં 25 ઓક્ટોબરે થઈ હતી જાહેરાત

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર,  નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆતમાં મતદાન થશે જ્યારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પરિણામ આવી શકે છે. મહત્વનું છે કે, ગત ટર્મમાં 25 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી. આ વખતે દિવાળી પણ અગાઉના વર્ષ કરતાં વહેલી છે. જેને લઈ રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે કે ચૂંટણીની જાહેરાત દિવાળી પહેલા જ થઈ જશે. આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી મુદ્દે સંકેત આપી દીધા છે અને પંચ હાલ તમામ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.

ચૂંટણીપંચ આપી રહ્યું છે તૈયારીઓને આખરીઓપ

ચૂંટણીના આયોજનના ભાગરૂપે ચૂંટણીપંચે તૈયારીઓ તેજ કરી દીધી છે. બંને રાજ્યોના પ્રવાસ પણ ચૂંટણી પંચની ટીમો કરી ચૂકી છે. આયોગ હવે ચૂંટણી કાર્યક્રમને આખરી ઓપ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે બંને રાજ્યોમાં અનુકૂળ વાતાવરણ, શાળાની પરીક્ષાઓ, સ્થાનિક તહેવારો, ખેતી અને અન્ય આયોજનો પણ ચૂંટણીપંચે ધ્યાને લીધા છે. જેથી ચૂંટણી કાર્યક્રમો મતદારો અને મતદાનમાં ઉપયોગમાં લેવામાં આવનારી સરકારી મશીનોમાં કોઈ પણ ખામી ન સર્જાય.

ચૂંટણી પંચે આખરી મતદાર યાદી પણ જાહેર કરી દીધી છે

ચૂંટણી પંચે આખરી મતદાર યાદી તૈયાર કરી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ