બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Politics / PM Modi in Chattisgarh said jo darr jaye vo modi nahi, attacked on congress

રાજનીતિ / VIDEO: વિપક્ષી એકતા પર PM મોદીનો અત્યાર સુધીનો સૌથી પ્રચંડ પ્રહાર, કહ્યું જેમણે ખોટું કર્યું છે એ લોકો બચી નહીં શકે

Vaidehi

Last Updated: 05:38 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ છત્તીસગઢમાં જનસંબોધન દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'ભ્રષ્ટાચાર કોંગ્રેસની સૌથી મોટી વિચારધારા છે.' જુઓ વીડિયો

  • PM મોદીએ રાયપુરમાં કર્યું જનસંબોધન
  • છત્તીસગઢને 7000 કરોડની ભેટ આપી
  • કહ્યું હવે વિકાસની નવી યાત્રા શરૂ થશે

PM મોદીએ આજે રાયપુરમાં જનસંબોધન કર્યું અને છત્તીસગઢને કરોડોની ભેટ યોજના સ્વરૂપે આપી. તો બીજી તરફ જનસંબોધન દરમિયાન PM મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે એવા જિલ્લાઓ કે જ્યાં પહોંચવું અઘરું છે, તેમને દુર્ગમ ગણાવી કોંગ્રેસ હાથ પર હાથ ધરીને બેસી જાય છે પરંતુ ભાજપે આવા જિલ્લાઓને પ્રાથમિકતા આપી છે. આવા જિલ્લાઓને મહત્વાકાંક્ષી જિલ્લાઓ તરીકે ઘોષિત કર્યાં છે.

'જે ડરી જાય તે મોદી નથી'
તેમણે કહ્યું કે ,'કોંગ્રેસે નક્કી કર્યું છે કે છત્તીસગઢને લૂંટવું છે. કોંગ્રેસ માટે છત્તીસગઢ ATM છે. ભ્રષ્ટાચાર વિના કોંગ્રેસ શ્વાસ પણ નથી લઈ શકતી. ભ્રષ્ટાચાર કોંગ્રેસની સૌથી મોટી વિચારધારા છે.' PMએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં આગળ કહ્યું કે,' જે ડરી જાય તે મોદી નથી... આ લોકો મારી કબર ખોદવાની વાતો કરે છે. દેશનાં દરેક ભ્રષ્ટાચારી જો ભષ્ટાચારની ગેરંટી છે તો મોદી ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીની ગેરંટી છે.  જેણે ખોટું કર્યું છે તે બચશે નહીં.'

વિપક્ષી એકતા પર બોલ્યાં PM
PM મોદીએ કહ્યું કે 'જેમના પર દાગ લાગેલા છે તેઓ આજે ભેગા થઈ રહ્યાં છે. જેઓ એકબીજા પર આરોપો મૂકતાં હતાં તેઓ આજે સાથે થવાના બહાનાઓ શોધી રહ્યાં છે. તેમને લાગે છે કે આવું કરીને મોદીને ડરાવી શકશે..'

વિકાસની નવી યાત્રા શરૂ થશે
આ સાથે જ PMએ છત્તીસગઢને હજારો કરોડોની ભેટ આપતાં કહ્યું કે ભારત સરકારનાં આ પ્રોજેક્ટસથી અહીં રોજગારની અનેક નવી તકો આવશે. અહીંનાં ખેડૂતો, ખનીજ સંપાદન સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને ટૂરિઝમને પણ આ પ્રોજેક્ટ્સની લાભ મળશે. PM મોદીએ કહ્યું કે આ યોજનાઓથી આદિવાસી ક્ષેત્રોમાં સુવિધા અને વિકાસની નવી યાત્રા શરૂ થશે. આજે છત્તીસગઢને 7000 કરોડ રૂપિયાથી વધારેની યોજનાઓની ભેટ મળી રહી છે. આ ભેટ ઈંફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને અહીંનાં લોકોનાં જીવનને સરળ બનાવવા અને સ્વાસ્થ્ય સેવાઓને વધુ સારી બનાવવા માટે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ