બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / PM Modi has come on a 3 day Gujarat tour from today for the Gujarat election

વલસાડથી વિજયનાદ / ગુજરાતને બદનામ કરવા ટોળકી સક્રિય થઇ માટે તમે ચેતતા રહેજો, વલસાડમાં PM મોદીએ લોકોને આપી શિખામણ

Kishor

Last Updated: 09:27 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ચુંટણીને લઇને PM મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન વલસાડ, વાપી, નવસારી અને જંબુસર સહીતના વિસ્તારોની મુલાકાત લેશે.

  • PM મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે
  • દમણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  • સાંજે વાગ્યે કોસ્ટ ગાર્ડ એરપોર્ટ પર આગમન

ગુજરાત ચુંટણીના જામતા માહોલ વચ્ચે ગુજરાતમાં પ્રચાર અર્થે કેન્દ્રીય નેતાઓનું આવાગમન થઇ રહ્યું છે. ચૂંટણી નજીક આવતા તમામ પક્ષોએ સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા છે. અને સાથે જ મતદારોને આકર્ષવાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી પણ પ્રચાર અર્થે ફરી ગુજરાત આવ્યા છે. આજે PM મોદી વલસાડ જિલ્લાની મુલાકાત લેશે.  વલસાડ આવતા પહેલા તેઑ દમણ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. ત્યારે વડાપ્રધાનના આગમનને લઇને દમણ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. PM મોદીને આગમનને વધાવવા 400 કિલો ગુલાબ થકી ભભકાદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ. ઉપરાંત પ્લેકાર્ડ લઈ દમણવાસીઓએ પ્રધાનમંત્રીને અવકાર્યા હતા. વડાપ્રધાન મુલાકાતને લઇને ગામે ગામથી લોકો ઉમટી પડ્યા છે. જ્યાં વાપીના ડાભેલ ચેકપોસ્ટથી ધરમપૂર સર્કલ સુધી PM મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જ્યાં જનમેદનીનું અભિવાદન સ્વીકાર્યું હતું.

ધરમપૂરના જૂજવા ગામે PM મોદીએ જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન જંગી મેદની જોઈ મોદીએ જણાવ્યું હતું કે આ ગુજરાતની સિંહગર્જના છે નરેન્દ્રના રેકોર્ડ તોડીને ભૂપેન્દ્રના રેકોર્ડ સર્જવાનું નક્કી કરી લીધું છે.  આ ચુંટણી ભજપના ઉમેદવાર નહિ ગુજરાતની જનતા લડી રહી છે.  હું તમારો સેવક છું એટલે જ 22 વર્ષથી પગવાળીને બેઠો નથી. વિકસિત અને આત્મનિર્ભર ભારતના સપનાને સર કરવા આપડે વિકસિત અને આત્મનિર્ભર ગુજરાત બનાવવું જોઈએ. ગુજરાતનો જુવાન રોજગાર માંગનાર નહિ રોજગાર આપનાર બની રહ્યો છે. હિન્દુસ્તાનમાં 80 હજાર સ્ટાર્ટઅપ છે જેમાં 14 હજાર માત્રને માત્ર ગુજરાતના યુવાનોએ ઉભા કર્યા છે. સભામાં મોબાઈલની ફલેસ લાઇટ શરૂ કરાવી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ ભારતની પ્રગતીનો ચમકારો છે. મોબાઈલના  ડેટા સૌથી સસ્તા ભારતમાં છે. કોંગ્રેસ સરકાના રાજમાં 1 જીબીના 300 હતા હવે મોદીના રાજમાં 10 રૂપયા થયા છે. જે મોદી સરકારની નીતિઑના પરિણામ છે.  

વધુમાં મોદીએ કહ્યું કે 15-16 વર્ષ પહેલા માછીમારો માટે 10-11 કરોડ બજેટ હતું, આજે તેમાં જંગી વધારો કરી 900 કરોડ રૂપિયા સુધી પહોંચાડ્યુ છે. જે વલસાડ હાફૂસ અને ચીકુના સહીતના ફળફળાદીના  કારણે ઓળખાતું તે આજે કાજુના કારણે ઓળખાઇ રહ્યું છે.આ દરમિયાન PM મોદીએ લોકોને શિખામણ આપતા કહ્યું હતું કે, સતર્ક રહેજો ગુજરાતને બદનામ કરવા ટોળકી સક્રિય થઇ છે. ત્યારે ગુજરાતને છાશવારે બદનામ કરનારને ગુજરાતમાં ક્યારેય જગ્યા ન હોય શકે.  
 
PM મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે
PM મોદી આજથી 21 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસમાં PM મોદી 8 જેટલી જનસભાને સંબોધન કરવાના છે. આજે દક્ષિણ ગુજરાતના વાપીમાં PM મોદી રોડ શો બાદ વલસાડમાં પણ PM મોદી આજે જંગી જનસભાને સંબોધી હતી. હવે આવતીકાલે 20 નવેમ્બરે PM મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે તેમજ  વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ જનસભા સંબોધશે. વધૂમાં 21 નવેમ્બરે PM મોદીની સુરેન્દ્રનગરમાં જનસભા આયોજન કરાયું છે તો 21 નવેમ્બરે PM મોદી નવસારી અને જંબુસરમાં પણ જનસભાને સંબોધશે.

 


આવતીકાલે અમરેલીમાં PM નરેન્દ્ર મોદી
આવતીકાલે અમરેલીમાં PM નરેન્દ્ર મોદી જંગી જાહેરસભાને સંબોધવાના છે. PM નરેન્દ્ર મોદીના આગમનને લઈ તંત્ર તરફથી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગત વિધાનસભામાં ભાજપે અમરેલીની પાંચે પાંચ બેઠક ગુમાવી હતી. ત્યારે આ વિધાનસભામાં પાંચે પાંચ બેઠક પર જીત મેળવવા સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતર્યા છે. દેશના પ્રધાનમંત્રી પણ ચૂંટણી પ્રચાર અર્થે અમરેલીના ફોરવર્ડ ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેરસભાને સંબોધવાના છે. PM મોદીની સુરક્ષા માટે તંત્ર તૈયારીઓ કરી રહી છે અને તમામ તૈયારીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસની મોટી ફોજ પણ તૈનાત રહેશે. તેમજ એરપોર્ટથી લઈ સભા સ્થળ સુધી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ