બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM modi gujarat visit two days from today

મિશન ગુજરાત / 20 વર્ષ પહેલાં ગુજરાતમાં 20% બાળકો સ્કૂલે જતા ન હતા, બે દાયકામાં તમે શિક્ષણની કાયાપલટ કરી નાંખી : PM મોદી

Dhruv

Last Updated: 01:40 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ દિગ્ગજોની ગુજરાતમાં અવરજવર વધી ગઇ છે. ત્યારે PM મોદી પણ આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. અહીં તેઓ ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં 15,670 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.

  • PM મોદી આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે
  • PM મોદી ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢના પ્રવાસે
  • 15,670 કરોડના વિકાસકાર્યોનું PMના હસ્તે થશે લોકાર્પણ

મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સના લોકાર્પણ દરમ્યાન PM મોદીનું સંબોધન

પહેલાં એવા ગામો હતા કે જ્યાં છોકરીઓને શાળાએ ન હોતી મોકલાતી: PM

વધુમાં PM મોદીએ કહ્યું કે, 'પહેલાં એવા ગામો હતા કે જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં ન હોતી આવતી. આદિવાસી વિસ્તારોમાં કે જ્યાં થોડા જ શિક્ષણ કેન્દ્રો ઉપલબ્ધ હતા. ત્યાં વિજ્ઞાન શીખવવાની કોઈ સુવિધા જ ન હોતી. 20 વર્ષ પહેલાં ગુજરાતમાં 100માંથી 20-25 ટકા બાળકો સ્કૂલ જ ન હોતા જતા. ઘણા વિદ્યાર્થીઓ માત્ર 8માં ધોરણ સુધી જ માંડ-માંડ ભણતા હતા.'

હવે 5G દેશમાં એક મોટું પરિવર્તન લાવશે: PM મોદી

PM મોદીએ ગાંધીનગરથી મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સના લોકાર્પણ દરમ્યાન સંબોધન કરતા કહ્યું 'તાજેતરમાં જ ભારતે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓની પાંચમી પેઢી (5G) યુગમાં પ્રવેશ કર્યો છે. અમે અત્યાર સુધી 4G સુધી ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કર્યો છે. હવે, 5G એક મોટું પરિવર્તન લાવશે.'

ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સનું PM મોદીના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ PM મોદીનું સ્વાગત કર્યું.

  • ડિફેન્સ એક્સ્પોમાં PM મોદીનું સંબોધન

ડિફેન્સ એક્સપોએ નવા ભવિષ્યની જોરદાર શરૂઆત કરી છે: PM મોદી

PM મોદીએ ગાંધીનગર ખાતે #DefExpo22 ના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા કહ્યું કે, 'દેશના અત્યાર સુધીના સૌથી મોટા ડિફેન્સ એક્સપોએ નવા ભવિષ્યની જોરદાર શરૂઆત કરી છે. હું જાણું છું કે આનાથી કેટલાક દેશોને અસુવિધા પણ થઈ છે પરંતુ ઘણા દેશો સકારાત્મક માનસિકતા સાથે અમારી સાથે આવ્યા છે.'

ભારત નવા ભવિષ્યનું સર્જન કરી રહ્યું છે: PM મોદી

PM મોદીએ ગાંધીનગર ખાતે #DefExpo22 ના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા કહ્યું કે, 'મને આનંદ છે કે જ્યારે ભારત નવા ભવિષ્યનું સર્જન કરી રહ્યું છે ત્યારે ભારતના મિત્ર એવા 53 આફ્રિકન રાષ્ટ્રો અમારી સાથે ખભે ખભા મિલાવીને ઊભા છે.'

DefExpo2022 એ નવા ભારતનું ભવ્ય ચિત્ર પ્રદર્શિત કરી રહ્યું છે: PM

ડિફેન્સ એક્સપોમાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, 'DefExpo2022 એ નવા ભારતનું ભવ્ય ચિત્ર પ્રદર્શિત કરી રહ્યું છે, જેની માટેનો ઠરાવ અમૃત કાળ દરમિયાન અમારા દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રનો વિકાસ, રાજ્યોની ભાગીદારી, યુવા શક્તિ, યુવા સપના, યુવા હિંમત અને યુવાનોની ક્ષમતાઓ છે.'

ગાંધીનગર ખાતે #DefExpo22 ના ઉદ્ઘાટન સમારોહમાં PM મોદીએ 52 વિંગ એરફોર્સ સ્ટેશન ડીસાનો પણ શિલાન્યાસ કર્યો.

ડિફેન્સ એક્સ્પો એટલે આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનું પ્રતિક: રાજનાથસિંહ

ગાંધીનગરના ડિફેન્સ એક્સપોના આ કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથસિંહે સંબોધન કરતા કહ્યું કે, 'ભારતને આત્મનિર્મર બનાવવાનું PMનું વિઝન છે. ડિફેન્સ એક્સ્પો આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનું પ્રતિક છે. આપણી પાસે મોટા ઈન્ડસ્ટ્રીયલ હાઉસ છે જે ઈન્વેસ્ટ કરી રહ્યાં છે. MSME સ્પેશિયલ ઈન્સેન્ટીવ આપવામાં આવી રહ્યાં છે DEFENCE EXPOમાં 10થી વધારે દેશના મંત્રીઓ સાથે અમે ચર્ચા કરી. 2 દિવસમાં 10 દેશોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા થઈ. ભારતની ડિફેન્સ ટેક્નોલોજીનું વિશ્વના અન્ય દેશોમાં સમ્માન છે.'

ડિફેન્સ એક્સપો થકી ગુજરાતમાં જોડાવવા આમંત્રણ: CM ભૂપેન્દ્ર પટેલ

ડિફેન્સ એક્સ્પોના ઉદ્ઘાટન દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું કે, 'ડિફેન્સ એક્સપો પોલિસીમાં ગુજરાત દેશમાં પ્રથમ છે. CM તરીકે નરેન્દ્ર મોદીએ ડિફેન્સ ઈકો સિસ્ટમ માટે પ્રયાસ કર્યા હતા. ડિફેન્સ એક્સ્પોમાં યુવાનોને પ્રશિક્ષણ માટે પહેલ કરી હતી. રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. ગુજરાતના MSMEની ક્ષમતા બતાવવાનો અવસર એટલે ડિફેન્સ એક્સ્પો. ડ્રોન ટેક્નોલોજી માટે પણ પોલિસી જાહેર કરી છે. ગુજરાત છેલ્લા 20 વર્ષથી ફાસ્ટટ્રેક વિકાસના પથ પર છે. ડિફેન્સ એક્સપો થકી ગુજરાતમાં જોડાવવા આમંત્રણ છે.'

  • PM મોદીના હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમાં CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે.
     
  • PM મોદી ગાંધીનગર પહોંચી ગયા છે જ્યાં તેઓ ડિફેન્સ એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચતાની સાથે તેઓનું રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના મેયરે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. PM મોદી આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓ ગુજરાતને રૂ. 15,670 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે.

જાણો PM મોદીનો 2 દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે..ત્યારે PM મોદી ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો-22નું ઉદ્ઘાટન કરશે અને ત્રિમંદિરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો શુભારંભ કરાવશે. ત્યાર બાદ રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટથી રાજકોટના અનેક નાગરિકોનું ઘરનું સપનું સાકાર થશે. આ ઉપરાંત રાજકોટમાં PM મોદી 2 રોડ શો કરશે. રાજકોટમાં શાસ્ત્રી મેદાન અને રેસકોર્સ મેદાન ખાતે 2 અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. તો જૂનાગઢમાં પણ વિવિધ વિકાસકામોનો શિલાન્યાસ કરશે.

PM મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે

  • આજે PM મોદી ડિફેન્સ એક્સપોની કરાવશે શરૂઆત
  • સ્કૂલ ઓફ એક્સેલન્સના કાર્યક્રમમાં આપશે હાજરી
  • અડાલજમાં ત્રિમંદિર ખાતે યોજાશે સ્કૂલ ઓફ એક્સેલન્સનો કાર્યક્રમ
  • બપોર બાદ PM મોદી રાજકોટ જવા થશે રવાના
  • રાજકોટ એરપોર્ટથી PM મોદી જશે જૂનાગઢ
  • જુનાગઢમાં જાહેર સભાને સંબોધન કરશે PM મોદી
  • જુનાગઢ બાદ PM મોદી રાજકોટ પરત જશે
  • રાજકોટમાં PM મોદી 2 રોડ શો કરશે
  • રાજકોટમાં 2 અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે
  • શાસ્ત્રી મેદાન, રેસકોર્સ મેદાન ખાતે 2 અલગ અલગ કાર્યક્રમ

શું છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ?

  • 120થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલો સ્માર્ટ બનશે
  • બાળકોને એન્ટ્રન્સ એક્ઝામ લઇને પ્રવેશ અપાશે
  • બાળકોનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉપાડશે
  • દર વર્ષે એક લાખ વિદ્યાર્થીને આવરી લેવાશે
  • સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગની સુવિધા
  • સરકારી સ્કૂલોમાં નવા 50 હજાર વર્ગખંડોનું નિર્માણ
  • આંગણવાડી અને બાલવાટિકાઓને આ સ્કૂલોથી જોડાશે
  • સરકારી સ્કૂલોમાં 1.5 લાખથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ
  • 20 હજાર કોમ્પ્યુટર લેબ અને 5 હજાર સ્ટેમ લેબથી સજ્જ
  • સરકારના મિશનમાં વર્લ્ડ બેન્ક સહાય કરશે
  • વર્લ્ડ બેન્કે આ પ્રોજેક્ટમાં 7500 કરોડનું ફંડ આપ્યું છે
  • 20 હજાર શાળાઓને સર્વગ્રાહી વિકાસિત કરાશે
  • 15 હજાર સરકારી અને 5 હજાર ગ્રાન્ટ-ઇન-એઇડ સ્કૂલનો વિકાસ કરાશે

જૂનાગઢમાં PM મોદીના કાર્યક્રમ

  • જૂનાગઢમાં રૂપિયા 4155.17 કરોડના વિકાસકાર્યો લોકાર્પણ
  • નર્મદા જળ સંપતિ,પાણી પુરવઠા વિભાગ સંબંધિત વિકાસકાર્યોના ખાતમુહૂર્ત
  • કલ્પસર,શહેરીવિકાસ અને મત્સોદ્યોગ વિભાગ સંબંધિત વિકાસકાર્યોના ખાતમુહૂર્ત
  • ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોના ખાતમુહૂર્ત
  • વંથલી-મેંદરડા ભાગ-2 પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત
  • નાબાર્ડની RIDF યોજના માટે ગોડાઉનની યોજનાનું ખાતમુહૂર્ત
  • પોરબંદરમાં 546 કરોડના ખર્ચે GMERSનું ખાતમુહૂર્ત
  • પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
  • ગીર-સોમનાથ અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના લોકોને ઉપયોગી
  • માધવપુર ખાતે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
  • કુતિયાણા જુથ ભાગ-2 પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત
  • ગીરસોમનાથ જિલ્લામાં 834.12 કરોડની મત્સ્ય બંદર વિકાસ યોજનાનું ખાતમુહૂર્ત
  • ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે ₹2440 કરોડનો ખર્ચ

જૂનાગઢમાં PM મોદીના પ્રવાસને લઇ સુરક્ષા કેવી?

  • 7 SP
  • 18 DySP
  • 127 PSI
  • 1456 પોલીસ જવાનો
  • IB, LIB ઉપરાંત તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ 

રાજકોટમાં લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમો

  • રાજકોટમાં 3 બ્રિજનુ લોકાર્પણ કરશે PM મોદી
  • હોસ્પિટલ ચોક પરના ઓવરબ્રિજનુ લોકાર્પણ 
  • રામાપીર ચોક પરના ઓવરબ્રિજ લોકાર્પણ 
  • નાનામવા ચોક પરના ઓવરબ્રિજ લોકાર્પણ 
  • ઓવરબ્રિજને કારણે અંદાજે 3 લાખ વાહનચાલકોને ટ્રાફિકથી મળશે રાહત
  • સાયન્સ મ્યૂઝિયમનું લોકાર્પણ
  • જેતપુર-રાજકોટ 6 લેન રોડ પહોળો કરવાના કામનું લોકાર્પણ
  • ગઢકામાં અમુલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત
  • નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ખાતમુહૂર્ત
  • નિર્મલા રોડ પરના ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત
  • રેલવેમાં પેસેન્જર સુવિધા વધારવાના કામોનું ખાતમુહૂર્ત
  • વાંકાનેર-નવલખી રેલવે લાઇન પર ઓવરબ્રિજની જાહેરાત
  • મોરબીમાં નવી મેડિકલ કોલેજ માટે ખાતમુહૂર્ત
  • વિમાસણ અને ભરૂડીમાં 66 કેવી સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત
  • ગોંડલમાં ટેકનોલોજી હબ સેન્ટરનું ભૂમિપૂજન
  • રાજકોટ અને જામનગર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટની જાહેરાત

લાઇટહાઉસ પ્રોજેક્ટ કેમ છે ખાસ?

  • રૈયા વિસ્તારમાં લાઈટહાઉસ પ્રોજેક્ટનું લોકાર્પણ
  • ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ માટેનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ
  • સમગ્ર દેશમાંથી પ્રોજેક્ટ માટે પસંદગી પામેલા 6 શહેરોમાં એક રાજકોટ
  • રૂપિયા 118 કરોડના ખર્ચે તૈયાર કરાયા 1100થી પણ વધુ આવાસ
  • અદ્યતન ટેક્નોલોજીની મદદથી સસ્તા અને મજબૂત આવાસનું નિર્માણ
  • 2 રૂમ, લિવિંગ રૂમ, વોશિંગ એરિયા, LED લાઈટ અને પંખા જેવી સુવિધા
  • ગાર્ડન, પાર્કિંગ, કોમર્શિયલ કોમપ્લેક્ષ, આંગણવાડી અને કોમ્યનિટી હોલ 
  • કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી વિશેષ સુવિધા
  • લોકોને સપનાનું ઘર અપાવવા કેન્દ્રીય શહેરી મંત્રાલયનો પ્રયાસ

સાયન્સ સેન્ટરની શું છે ખાસિયત?

  • 10 એકરમાં ફેલાયેલું છે સાયન્સ સેન્ટર
  • વિદ્યાર્થીઓ માટે સાયન્સ સેન્ટર અનોખું અને અદભુત 
  • દુનિયામાં જીવોની ઉત્પત્તિથી લઈને વિકાસનો ક્રમ
  • માનવીય સભ્યતા અને વર્તમાન વિકાસ 
  • પૃથ્વીનો ઘટના ક્રમ સહિતના પરિમાણો સાયન્સ સેન્ટરમાં
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ